Saturday, September 10, 2016

પોલીસને પણ પ્રમાણિક રહેવુ છે પણ..

થોડા સમય પહેલા મેં એક પોસ્ટમાં લખ્યુ હતું કે આપણે જેવા છીએ, તેવા આપણા નેતા છે, સરકારી અધિકારીઓ છે, ડોકટરો છે અને પોલીસ પણ આપણા જેવી જ છે, કારણ તે આપણી  વચ્ચેથી આવે છે.તેના કારણે સ્વભાવીક રીતે જ જેવા આપણે છીએ, તેવા જ તેઓ પણ હશે, સામાન્ય રીતે આપણે મોટા ભાગના લોકો મધ્યમવર્ગમાંથી આવી છીએ, એટલે આપણને જાણે અજાણે શ્રીમંતો સામે નારાજગી અને ગુસ્સો હોય છે, છતાં આપણા મનના એક ખુણામાં તો શ્રીમંત થવાની ઈચ્છા પણ રહેલી જ હોય છે. પણ મુળ વાત ઉપર આવી. પોલીસની વાત નિકળે એટલે બહુ મોટો વર્ગ નાકનું ટેરવુ ચઢાવી પોલીસની વાત જ ના કરશો તેમ કહી ઉભરો ઠાલવી નાખે છે. પછી ભલે પોતાની જીંદગીમાં એક પણ વખત પોલીસ સાથે પનારો પડયો હોય નહીં છતાં ગાળ આપવા માટે સરકારી તંત્રમાં પોલીસ એક હાથ વગુ હથિયાર છે.

પણ પોલીસ પણ પ્રમાણિક હોઈ શકે અને પોલીસમાં પણ  નાના મોટા પ્રમાણિક અધિકારીઓ છે, તે હું ભાર ઉપર પુર્વક અને ક્રાઈમ રીપોર્ટીંગના મારા પચ્ચીસ વર્ષના અનુભવ પછી પણ કહી શકુ છુ.પણ બીજી સરકારી વિભાગો કરતા પોલીસમાં કોઈ કર્મચારી અથવા અધિકારીને પ્રમાણિક રહેવુ છે, તો અન્ય કરતા વધુ અડચણો આવે છે, તેનું કારણ વ્યવસાઈક મુશ્કેલીઓ વધુ આવે છે. એક ઉદાહરણ રૂપે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘણા બધા મલ્ટીપ્લેકક્ષ આવેલા છે, મહિનામાં દસ વખત નવરંગપુરા પોલીસ સ્ટેશન ઉપર કોઈ સિનિયર અધિકારીની ઓફિસમાંથી ફોન આવે કે સાહેબ તેમના ફેમેલી સાથે ફિલ્મ જોવા માટે આવી રહ્યા છે. એક લીટીની સુચના બાદ નવરંપુરા પોલીસ ઈન્સપેકટરે સાહેબના પરિવારની ટીકીટ ખરીદવાથી લઈ ઈન્ટરવેલ સુધીની તમામ વ્યવસ્થા કરવાની છે. હવે જો નવરંગપુરા પોલીસ ઈન્સપેકટર પગારમાંથી પૈસા કાઢી મલ્ટીપેલ્કક્ષની ટીકીટ ખરીદે તો પગાર તો પુરો થઈ જાય, ઉપરથી લોન લેવાનો વખત આવે.

આમ નાનો પોલીસ અધિકારી પ્રમાણિક રહે તે માટે ઉપરી અમલદારથી પ્રમાણિકતાની શરૂઆત થવી જોઈએ, જો તેવુ થાય તો કદાચ નાના પોલીસ અધિકારીઓમાં માટે પ્રમાણિક રહેવુ કદાચ શકય બની શકે. આ દિશામાં સુરેન્દ્રનગરના ડીએસપી દિપક મેઘાણીએ એક નાનકડુ પગલુ ઉપાડી પોતાના તાબાના પોલીસ ઈન્સપેકટર થોડાક પ્રમાણિક રહી શકે તેવો પ્રયાસ કર્યો છે, પોલીસ મેન્યુઅલ પ્રમાણે તમામ પોલીસ સ્ટેશનોનું ઉપરી અમલદાર દ્વારા ઈન્સપેકશન થતુ હોય, અને તે પ્રમાણે ડીએસપી મેઘાણી પણ સુરેન્દ્રનગરના પોલીસ સ્ટેશનમાં ઈન્સપેકશનમાં જતા હતા, ત્યારે તેમના ધ્યાનમાં કેટલીક બાબત આવી હતી, મેઘાણી જયારે પોલીસમાં જતા ત્યારે ત્યારે તેમનું શાહી સ્વાગત થતુ હતું, આ વાત તેમને કઠી, મેઘાણીને ખબર હતી તેઓ જે કામે પોલીસ સ્ટેશનમાં આવે છે તે તેમનું સરકારી કામ છે, ત્યારે તેમના સ્વાગત પાછળ થતો ખર્ચ અટકાવી શકાય તેમ છે તેથી તેમણે એક લેખિત સુચના મોકલી આપી હતી.
દિપક મેઘાણીએ પોતાના તાબાના ઈન્સપેકટરોને સુચના આપી કે ઉપરી અમલદાર આવે ત્યારે ડ્રાય ફ્રુટ અને ફળો લાવવા નહીં, કારણ તે યોગ્ય લાગતુ નથી, તેના બદલે માત્ર ચ્હા અથવા પાણી આપશો તો પણ ચાલશે. જો કે દિપક મેઘાણીને જે નાની બાબત પણ કઠી તે બધા જ સિનિયર અધિકારીઓને કઠે તે જરૂરી નથી, ત્યારે તેમના તાબાના અધિકારીઓ પાસે પ્રમાણિકતાથી અપેક્ષા રાખવી જરા વધુ પડતી છે.

 જયારે આપણે પોલીસ પ્રમાણિક  રહે તેવી અપેક્ષા રાખીએ ત્યારે ,હવે પોલીસની વ્યવસાઈક સમસ્યા પણ સમજવી પડશે . આપણા પોલીસ માટેના કાયદા છે તે પોલીસ મેન્યુલ પ્રમાણે ચાલે છે, જેમાં અંગ્રેજો બાદ ભાગ્ય જ સુધારો થયો છે. ઉદાહરણ રૂપે અમદાવાદના કોઈ કેસનો ભાગેડુ આરોપી મુંબઈમાં હોવાની માહિતી મળે તો એક સબઈન્સપેકટરને નિયમ પ્રમાણે રેલવેના સેકન્ડ કલાસની ટીકીટ મળે, એટલે પહેલા તો તેણે ટીકીટ કઢાવી મુંબઈ જવાનું, પછી  મુંબઈ જઈ બેસ્ટની બસ પકડી આરોપી શોધવા જવાનું અને મુંબઈ જેવા શહેરમાં રૂપિયા ત્રણસોમાં રહેવા જમવાનું વ્યવસ્થા હોય તેવી હોટલમાં રહેવાનું કારણ સબઈન્સપેકટરની તપાસમાં બહાર જાય ત્યારે રોજના ત્રણસો  રૂપિયા જ મળે છે. હવે મુંબઈમાં કોઈ ત્રણસો રૂપિયાવાળી હોટલ શોધવી કયાં..જો પોલીસ પોતાને મળતા પગાર અને ભથ્થાઓ પ્રમાણે તપાસ કરે તો કોઈ આરોપી વીસ વર્ષ સુધી પણ પકડાય નહીં.

જયારે આજના યુગમાં ગુનેગાર હાઈટેક થઈ રહ્યો છે, તે સારા કોમ્યુનીકેશનના સાધનો અને એસયુવી કારનો ઉપયોગ કરે છે ત્યારે પોલીસ મેન્યુઅલ પ્રમાણે સબઈન્સપેકટર મહિને 33 રૂપિયા સાયકલ એલાઉન્સ આપવામાં આવે છે.પોલીસ જે યુનિફોર્મ પહેરે છે, તેના વોશીંગ એલાઉન્સ પેટે મહિને ચાલીસ રૂપિયા મળે છે.પોલીસ ચોવીસ કલાક કામ કરે છે, વિકલી ઓફ અને જાહેર રજાઓના દિવસે પણ પોલીસ ફરજ ઉપર હોય છે તેના બદલે તેમને મહિને 240 રૂપિયા સબઈન્સપેકટરને આપવામાં આવે છે, મેં પોલીસને નજીકને કામ કરતી જોઈ છે, ખાસ કરી હત્યા, બળાત્કાર, અપહરણ અને ત્રાસવાદના મુદ્દે તપાસ હોય ત્યારે સરકાર અમને કઈ આપતી નથી તેવા રોદણા રોવાને બદલે પોલીસ પોતાની રીતે વાહન અને જરૂર પડે બાય એર પણ તપાસમાં જતી રહે છે. સ્વભાવીક છે કે સરકાર નિયમ બહાર કઈ પૈસો આપી શકતી નથી, ત્યારે પોલીસ તપાસમાં જે ખર્ચ કરે છે તે પૈસા કયાંથી આવ્યા તેવુ કોઈ પુછતુ નથી, છતાં આ તમામ વ્યવસાઈક મુશ્કેલીઓ વચ્ચે પોલીસે પ્રમાણિક રહેવુ જોઈએ તેવી આપણે અપેક્ષા તો હોય છે.

 સો ટકા પ્રમાણિકતા કયારેય આવવાની નથી, કારણ સમાજ સો ટકા પ્રમાણિક નથી, ત્યારે જો આટલી  ખબર પડે તો પોલીસ પ્રમાણિક રહે તેવી અપેક્ષા સાથે કદાચ પોલીસ સામેનો ગુસ્સો ઓછો થઈ શકે છે.

21 comments:

 1. Wahhh PRASNTBAHI of......you grat blog......cogruch...we meet on blog on 11 ok with nu subject

  ReplyDelete
 2. Wahhh PRASNTBAHI of......you grat blog......cogruch...we meet on blog on 11 ok with nu subject

  ReplyDelete
 3. Absolutely right and apart from this so many difficulties and problems are there.

  ReplyDelete
 4. Khud ne kharab kehvani himmat nathi etle Loko kahe chhe k zamano kharab chhe...like that

  ReplyDelete
 5. Khud ne kharab kehvani himmat nathi etle Loko kahe chhe k zamano kharab chhe...like that

  ReplyDelete
 6. Nice & current topic & fact story

  ReplyDelete
 7. Bilkul sachi vat che prashantbhai

  ReplyDelete
 8. Bilkul sachi vat che prashantbhai

  ReplyDelete
 9. Vat sachi loko potana vanka anag nathi jota ne poice ne corrupt kahe che kyrek eva kissa pan fhyane avya che k mafat ma picture jota ips police same samanya bhul badal pagla bharta hoy che

  ReplyDelete
 10. Despite of facing shortages of resources police is performing duty sincerely.regarding honesty of police I can say that honesty is varies from person to person.Not only police is corrupt almost all the department dealing with public are corrupt and for that the person who gives bribes is also responsible because to get some illegal benefits he gives bribes

  ReplyDelete
 11. Despite of facing shortages of resources police is performing duty sincerely.regarding honesty of police I can say that honesty is varies from person to person.Not only police is corrupt almost all the department dealing with public are corrupt and for that the person who gives bribes is also responsible because to get some illegal benefits he gives bribes

  ReplyDelete
 12. એકદમ વાસ્તવિક સ્થિતિ ખુબ સચોટ રીતે રજુ કરી.જો આપણે પોલીસ પાસે સારુ ને યોગ્ય કામ કરાવવું હોય તો એમને પડતી મુશ્કેલીઓ ને સમજવી પડશે ને એ હલ થાય તેવા પ્રયત્નો જાગ્રુત નાગરિક સંગઠનો તરફથી થવા જોયે.

  ReplyDelete
 13. I dont fully go with argument of less salary.. they knew the salary when they joined.. no one forced them to join.. also. It is a job. If i dont like an aspect of job.. i quit.. i dont use illegal means and use that aspect to excuse my illegal actions

  ReplyDelete