Wednesday, September 14, 2016

સાહેબ ત્રીસ રૂપિયાની લાંચ લેનારને શુ કામ પકડો છો..?

એન્ટી કરપ્શન બ્યુરોના એડીશનલ ડારેકટર શમશેરસિંગની બદલી અંગે મે લખેલી પોસ્ટ પછી એકાદ બે મીત્રએ પોતાની કોમેન્ટમાં પ્રશ્ન પુછયો કે એસીબી નાના કર્મચારીને જ કેમ પકડે છે. આઈએએસ અથવા આઈપીએસ અધિકારી કેમ પકડતા નથી. આ પ્રશ્ન થવો બહુ સ્વભાવીક છે, શમશેરસિંગ જયારેથી એસીબીમાં આવ્યા ત્યાર બાદ તેમણે એસીબી ગુજરાત નામનું એક ફેસબુક એકાઉન્ટ શરૂ કર્યુ, જેમાં એસીબીની ટ્રેપ પછી પણ ફેસબુક ફ્રેન્ડ શમશેરસિંગને પુછતાં હતા, સાહેબ ત્રીસ રૂપિયાની લાંચ લેનારને શુ કામ પકડો છો.

આ કોમેન્ટ અંગે મારી વ્યકિગત વાત તેમની સાથે બે મહિના પહેલા થઈ હતી, ઘટના કઈક આવી હતી કચ્છના ખાવડામાં એક મેડીકલ ઓફિસરે સારવાર લેવા આવેલા ગરીબ દર્દી પાસે ત્રીસ રૂપિયા માંગ્યા અને તેને એસીબી ત્રીસ રૂપિયા જેવા મામુલી રકમ લેતા ઝડપી પાડયો હતો.જેની ઉપર ફેસબુક ઉપર અનેક લોકોએ પ્રશ્ન પુછી નાખ્યા હતા. શમશેરસિંગ સાથે થયેલી વાતચીત પ્રમાણે તેમનો પક્ષ કઈક એવો હતો કે કચ્છનું ખાવડા અત્યંત ગરીબ વિસ્તાર છે, જયા દારૂણ ગરીબી છે, લોકોના માથે રહેવા માટે છાપરુ પણ નથી, આકાશ અને ધરતી વચ્ચે તેમનું જીવન જીવે છે, તેવા સંજોગોમાં તે બીમાર પડે, ત્યારે એક લાખ જેવો માતબર પગાર લેતો એક મેડીકલ ઓફિસર ગરીબની સારવાર કરવાના ત્રીસ રૂપિયા માંગે ત્યારે આપણને  મામુલી લાગતી  ત્રીસ રૂપિયા જેવી રકમ  ગરીબ માણસ માટે બહુ મોટી  છે.

કારણ તેની પાસે ખાવાના પણ પૈસા નથી, જયારે ડૉકટર ત્રીસ રૂપિયા માંગે ત્યારે તે પોતાની રોટલી માટે બચાવી રાખેલી પૈસામાંથી લાંચની રકમ આપે છે, પોતાની સારવાર કરાવે છે, તો પછી ડૉકટરે ત્રીસ જ રૂપિયા માંગ્યા તેમા તેને પકડવાની કયાં જરૂર છે તેમ કહી તેને માફ કરી શકાય નહીં.મને શમશેરસિંહની વાત બધી જ રીતે સાચી લાગે છે. આપણે રોજ બરોજ  અખબારમાં એસીબી દ્વારા પકડવામાં આવતા કર્મચારીઓની યાદી જોઈએ નાના કર્મચારીઓની સંખ્યા વિશેષ જોવા મળે છે, તેની પાછળનું કારણ એવુ છે કે સામાન્ય માણસને સરકારી ઓફિસમાં નાના કર્મચારીઓ પાસે જ પનારો પડે છે. પછી તે તલાટી હોય, કોન્સટેબલ હોય અથવા કોઈ કલાર્ક હોય. બસોથી બે હજાર સુધીની લાંચ માગનાર કમર્ચારીને સાંજ પડે બે-બે હજાર કરી હજારો કમાય છે , પણ જે માણસ પોતાના કાયદેસરના કામ માટે બે હજાર રૂપિયા આપવા મજબુર થાય છે તેના માટે તે કાળી મજુરી કરે છે, તેને બે હજાર રૂપિયા આપવા પડે ત્યારે તેની આંતરડી કકળી ઉઠે છે.

સામાન્ય માણસનું કામ નાના કર્મચારીથી પતી જાય છે, તેણે કયારેય કોઈ આઈએએસ અને આઈપીએસ અધિકારીનું કામ પડતુ નથી એટલે તેમને પૈસા આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, જેમને આવા મોટા અધિકારીઓ સાથે પનારો પડે છે, તેઓ બહુ મોટા માણસો છે, તેઓ તેમની સાથે જે આર્થિક વ્યવહાર કરે તે લાખોમાં હોય છે. જેના માટે  તેમને કોઈ કાળી મજુરી કરવી પડતી, મોટી કોર્પોરેટ કંપની તો લાંચ આપવા માટે ખાસ અલગ ફંડની વ્યવસ્થા પણ રાખે છે, જેને લાયઝનીગનું રૂપાળુ નામ આપી દેવામાં આવે છે. પૈસા આપનાર બીલ્ડર અથવા કોર્પોરેટ કંપની સામે પૈસા લેનાર આઈએએસ અને આઈપીએસ અધિકારી બન્ને ખુશ છે, કોઈ નારાજ નથી, તેથી એસીબીને ફરિયાદ કોણ કરે, સામાન્ય રીતે તો કલાર્ક જેવી રીતે લાંચની રકમ સ્વીકારે  છે તેમ સનદી અધિકારીઓ જાતે પૈસા લેતા પણ નથી, તેમના પૈસા સીફતપુર્વક અન્ય કોઈ રાજયમાં અથવા કોઈ કંપનીમાં હવાલાથી પહોંચી જાય છે. તેવા સંજોગોમાં આ પ્રકારના મોટા અધિકારીને એસીબીના સાણસામાં લેવા વધુ અધરૂ થઈ જાય છે.

આશારામના આશ્રમમાં જે  ચાલી રહ્યુ હતું તે વર્ષોથી ચાલતુ હતું, બધાને જ તેની ખબર હતી, પણ કાયદાની ભાષામાં દરેક ગુનાની ફરિયાદ માટે એક ફરિયાદ કરનારની જરૂર પડે છે. વર્ષો પછી આશારામ અને તેમના દિકરા નારાયણ સાંઈ સામે ફરિયાદ કરવા કેટલીક સ્ત્રીઓએ હિમંત કરી અને તેઓ આજે જેલની પાછળ છે, તેવી જ રીતે જાહેર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ પૈસા લે છે તો કેમ કોઈ પકડતુ નથી, તેવો પ્રશ્ન સામાન્ય માણસને થાય છે, પણ કાયદા પ્રમાણે ફરિયાદ કરનાર તો કોઈ જોઈ જ છે. એસીબી કોઈને પકડતી નથી તેવુ ગુસ્સો ઠાલવનારને જયારે ટ્રાફિક પોલીસ પકડે છે, ત્યારે તે પોતે પણ દંડ ભરવાને બદલે પતાવટ કરે છે. અને પછી ભ્રષ્ટાચાર ખુબ વધી ગયો છે તેની ફરિયાદ કરે છે.

મારો અનુભવ કહે છે ભ્રષ્ટાચારની શરૂઆત દસ વીસ રૂપિયાની નાની રકમથી જ થાય છે પછી તે લાખોમાં ફેરવાઈ જાય છે. આખો દિવસ ટેમ્પો લઈ મજુરી કરતો ડ્રાઈવર કમ મજુરને રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ સો રૂપિયા માગે ત્યારે તેનો નિસાસો નિકળી જાય છે, કદાચ તે પોતાના બાળકની ફિ, પોતાના બીમાર પિતાની દવા અથવા પત્નીએ માંગાવેલા કરિયાણમાં ઘટાડો કરી પોલીસને સો રૂપિયાની લાંચ આપે છે. ત્યારે તે ટેમ્પોવાળાની વેદના કેટલી મોટી હશે તેની કલ્પના કરો.

એસી ચેમ્બરમાં બેસનાર આઈએએસ અને આઈપીએસ અધિકારી પણ પોતાના પગારમાં જ ખુશ રહે તે આદર્શ વાત છે, પણ તેવુ ના બને તો વાંધો નહીં, પણ કોઈને સારવાર માટે, કોઈને સ્કુલમાં પ્રવેશ લેવા માટે કોઈને સાતબારનો ઉતારો લેવા માટે અથવા  કોઈ વિધવા સ્ત્રીને વિધાવ પેન્શન લેવા માટે લાંચ આપવી પડે નહી તેવી વ્યવસ્થા તો એસીબીએ કરવી જ પડશે, પછી ભલે દસ રૂપિયાની મામુલી રકમની લાંચ પણ કેમ ના હોય...

20 comments:

 1. Very few officers are like ShamsherShingji.they have to suffer a lot.Salute to him.

  ReplyDelete
 2. Very few officers are like ShamsherShingji.they have to suffer a lot.Salute to him.

  ReplyDelete
 3. Salute to samsersing and bold writer dada 👍👍👍👍👍

  ReplyDelete
 4. सफेदपोश कपड़ा माँ गांधीनगर माँ आँटा ठोकता वचेटिया माटे पण फ़रियाद नो समय आवी गयो छे । नोकरी कई पैण करता होय ।

  ReplyDelete
 5. सफेदपोश कपड़ा माँ गांधीनगर माँ आँटा ठोकता वचेटिया माटे पण फ़रियाद नो समय आवी गयो छे । नोकरी कई पैण करता होय ।

  ReplyDelete
 6. સર,,,વર્ગ 3 અને 4 ના કર્મચારિયો જ વધુ લાંચ માં કેમ પકડાય છે ???કારણ કે આ સરકાર તેમને ફિક્સ પગાર ના ઓથા હેઠળ મામુલી પગાર ચુકવે છે.પછી તે પોતાનું ગુજરાન ચલાવવા લાંચ ના માંગે તો શું કરે ??? લાખો માં પગાર લેતા બાબુઓ અને અધિકારીઓ ને જો પગાર ઓછો પડતો હોય તો બિચારા ફિક્સવાળા નું તો પૂછવું જ શું !

  ReplyDelete
  Replies
  1. જો વર્ગ 3 અને 4 કર્મચારિયો ને પગાર ઓછો પડતો હોય તો સરકારી નોકરી સુકામ કરે છે ? પોતાની લાયકાત પ્રમાણે એક વાર પ્રાઇવેટ નોકરી કરી જોવો એટલે ખબર પડી જશે કે સરકાર તમને તમારી લાયકાત કરતા વધારેજ રૂપિયા આપે છે.

   Delete
 7. અનુભવ કહે છે ભ્રષ્ટાચારની શરૂઆત દસ વીસ રૂપિયાની નાની રકમથી જ થાય છે પછી તે લાખોમાં ફેરવાઈ જાય છે. આખો દિવસ ટેમ્પો લઈ મજુરી કરતો ડ્રાઈવર કમ મજુરને રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ સો રૂપિયા માગે ત્યારે તેનો નિસાસો નિકળી જાય છે, કદાચ તે પોતાના બાળકની ફિ, પોતાના બીમાર પિતાની દવા અથવા પત્નીએ માંગાવેલા કરિયાણમાં ઘટાડો કરી પોલીસને સો રૂપિયાની લાંચ આપે છે. ત્યારે તે ટેમ્પોવાળાની વેદના કેટલી મોટી હશે તેની કલ્પના કરો.

  એસી ચેમ્બરમાં બેસનાર આઈએએસ અને આઈપીએસ અધિકારી પણ પોતાના પગારમાં જ ખુશ રહે તે આદર્શ વાત છે, પણ તેવુ ના બને તો વાંધો નહીં, પણ કોઈને સારવાર માટે, કોઈને સ્કુલમાં પ્રવેશ લેવા માટે કોઈને સાતબારનો ઉતારો લેવા માટે અથવા કોઈ વિધવા સ્ત્રીને વિધાવ પેન્શન લેવા માટે લાંચ આપવી પડે નહી તેવી વ્યવસ્થા તો એસીબીએ કરવી જ પડશે, પછી ભલે દસ રૂપિયાની મામુલી રકમની લાંચ પણ કેમ ના હોય...this tip is ward stop...carp San...and PENALTIES REALIGET. HU WE STOP CARPASN GOOD PRASNTBHAI

  ReplyDelete
 8. અનુભવ કહે છે ભ્રષ્ટાચારની શરૂઆત દસ વીસ રૂપિયાની નાની રકમથી જ થાય છે પછી તે લાખોમાં ફેરવાઈ જાય છે. આખો દિવસ ટેમ્પો લઈ મજુરી કરતો ડ્રાઈવર કમ મજુરને રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ સો રૂપિયા માગે ત્યારે તેનો નિસાસો નિકળી જાય છે, કદાચ તે પોતાના બાળકની ફિ, પોતાના બીમાર પિતાની દવા અથવા પત્નીએ માંગાવેલા કરિયાણમાં ઘટાડો કરી પોલીસને સો રૂપિયાની લાંચ આપે છે. ત્યારે તે ટેમ્પોવાળાની વેદના કેટલી મોટી હશે તેની કલ્પના કરો.

  એસી ચેમ્બરમાં બેસનાર આઈએએસ અને આઈપીએસ અધિકારી પણ પોતાના પગારમાં જ ખુશ રહે તે આદર્શ વાત છે, પણ તેવુ ના બને તો વાંધો નહીં, પણ કોઈને સારવાર માટે, કોઈને સ્કુલમાં પ્રવેશ લેવા માટે કોઈને સાતબારનો ઉતારો લેવા માટે અથવા કોઈ વિધવા સ્ત્રીને વિધાવ પેન્શન લેવા માટે લાંચ આપવી પડે નહી તેવી વ્યવસ્થા તો એસીબીએ કરવી જ પડશે, પછી ભલે દસ રૂપિયાની મામુલી રકમની લાંચ પણ કેમ ના હોય...this tip is ward stop...carp San...and PENALTIES REALIGET. HU WE STOP CARPASN GOOD PRASNTBHAI

  ReplyDelete
 9. Verry true artical dad and 100 time salut shamsharji

  ReplyDelete
 10. As told by Shamsharsingh Sir there law to register complain against a person who is taking bribe from Rs one to lack but people are coming forward to register complain against the person taking bribe of very nominal amount however so many cases of accepting bribes in lacks have been registered against Income Tax officers have been registered by ACB and CBI

  ReplyDelete
 11. કૃષ્ણકાંત ભાઈ ઇન્કમટેસ અને સીબીઆઇ પાસે જે સત્તા છે, તેની સરખામણીમાં એસીબીના કાયદા અનુસાર એસીબી પાસે ઓછી સત્તા છે, દરેક એજન્સી પોતાને મળેલી સત્તામાં કામ કરવાનું હોય છે

  ReplyDelete
 12. કૃષ્ણકાંત ભાઈ ઇન્કમટેસ અને સીબીઆઇ પાસે જે સત્તા છે, તેની સરખામણીમાં એસીબીના કાયદા અનુસાર એસીબી પાસે ઓછી સત્તા છે, દરેક એજન્સી પોતાને મળેલી સત્તામાં કામ કરવાનું હોય છે

  ReplyDelete
 13. This comment has been removed by the author.

  ReplyDelete
 14. આખો લેખ સરસ છે...સિવાય ઍક લીટી "આઈએએસ કે આઈપીએસ અધિકારી પણ પોતાના પગારમાં ખુશ રહે તો આદર્શ બાબત છે પણ તેવું ના બને તૌ વાંધો નહીં"
  પ્રશાંત સર જો સરકારે ખરેખર ભ્રષ્ટચાર ઓછો કરવો હોય તૌ તેમણે પહેલા ઉપરથી જ શરૂઆત કરવી પડશે.તો જ નીચેના કર્મચારીઓ મા ધાક બેસશે. બાકી તો ફિક્સ પગાર વાળા સહાયકો અને લોકરક્ષકો પર કાયમી ધાક પાડવા માટે એસીબીનાં હાથ ઘણા નાનાં છે. આવા રોજ નાં એકાદ કેસથી કાંઇ નહીં થાય. બીજી વાટ જો યુપીએસસી પાસ કરનાર ભારત ની શ્રેષ્ઠ બુદ્ધિ જો ભ્રષ્ટચારની આદિ રહેશે તો 12મુ પાસ ભરતી જોડે શુ અપેક્ષા રાખી શકાય.

  ReplyDelete
 15. Very true nd i m alwys against to anybody either ias or clerke taking bribe and we should stop it by himself not giving bribe wether he do work or not

  ReplyDelete
 16. Very true nd i m alwys against to anybody either ias or clerke taking bribe and we should stop it by himself not giving bribe wether he do work or not

  ReplyDelete
 17. I wouldn't comment here now but when we meet personally...

  ReplyDelete