Monday, September 26, 2016

મહિલાઓ મંદિરમાં પણ અમને વિચલીત કરે છે.

થોડા મહિના પહેલાની વાત છે, સામાન્ય રીતે હું મંદિરમાં જવાનું ટાળુ છુ, છતાં પત્નીના આગ્રહવશ હું દિકરી પ્રાર્થના સાથે મંદિરમાં ગયો, બહુ આલીશાન મંદિર છે, મંદિરની બહાર બાઉન્સર જેવા સીકયુરીટી ગાર્ડ ઉભા હતા, જેવો હું અને શીવાની અને પ્રાર્થના મંદિરના દરવાજામાં દાખલ થયા તેની સાથે એક બાઉન્સર આગળ આવ્યો, તેણે અમને રોકયા અને પ્રાર્થના તરફ ઈશારો કરતા કહ્યુ સોરી સર આ મંદિરમાં જઈ શકશે નહીં, મેં તેની સામે જોયુ તેણે તરત મને મંદિરના મુખ્ય દરવાજા તરફ લાગેલી સુચના તરફ ધ્યાન દોર્યુ.. ત્યાં લખ્યુ હતું મહિલાઓએ ટુંકા કપડાં પહેરી આવુ નહીં, મેં બીજી જ ક્ષણે પ્રાર્થનાની સામે જોયુ તે હજી પંદર વર્ષની છે, ફરી સુચના વાંચી કારણ મને પ્રાર્થનાના કપડામાં ટુંકાપણુ લાગ્યુ ન્હોતુ.

સુચના વિગત વાર હતી જેમાં લખ્યુ હતું મહિલાઓ અશોભનીય કપડાં પહેરવા નહીં, જેમ કે બરમુડો, કેપ્રી અને ખુલ્લા ગળાનું ટોપ વગેરે. મને તો પહેલી વખત મહિલાઓના આ કપડાંના નામની ખબર પડી રહી હતી, મેં પ્રાર્થનાને જ પુછયુ આ લખ્યુ છે તેમાંથી તે કઈ પહેર્યુ છે તેણે પોતાના પગ તરફ ઈશારો કરતા કહ્યુ આ કેપ્રી છે, પગની પાનીથી થોડી ઉપર અને ઘુટણથી થોડી નીચેનો ભાગ ખુલ્લો રહે તેને કેપ્રી કહેવાય તે મને પહેલી વખત ખબર પડી, હું બાઉન્સર સાથે ચર્ચા કરવા માગતો હતો, પણ શીવાનીએ તરત પ્રાર્થનાને કહ્યુ તુ ઉભી રહે અમે હમણાં દર્શન કરીને આવીયે. પછી મને પણ લાગ્યુ કે બાઉન્સર મારા જેવો જ છે, તેની સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. તે દિવસ મારૂ ધ્યાન ભગવાનની મુર્તિ કરતા મંદિરની બહાર ઉભી રહેલી મારી દિકરી પ્રાર્થના તરફ વિશેષ હતું, મને ખરાબ પણ લાગી રહ્યુ હતું કારણ એક છોકરીને પોતાના કપડાંને કારણે મંદિરની બહાર ઉભી રાખી દેવામાં આવી હતી.

કદાચ આવી સુચના મેં અનેક મંદિરો ઉપર અનેક વખત જોઈ હતી, પણ મારૂ મન કયારેય ત્યાં અટકયુ ન્હોતુ, પછી જયારે પણ હું મંદિર હોય તેવા રસ્તે પસાર થયો ત્યારે અચુક આવી સુચનાઓ મંદિરના દરવાજે વાંચી હતી, પણ તે જ મંદિરમાં પુજા કરતો પુજારી અને પુજા કરવા આવતા પુરૂષો જે શરીર ઉપર માત્ર પીતાંબર જ પહેરતા હતા, તેમની કમરની ઉપરનો શરીરનો આખો ભાગ ખુલ્લો રહેતો હતો, જયાં મહિલાઓ પણ હાજર રહેતી હતી, પણ તે મહિલાઓને પુરૂષવા અડધા ખુલ્લા શરીરને જોઈ કયારેય અજુગતુ લાગ્યુ નહીં, પણ કોઈ સ્ત્રીની પગની પાની ઉપરનો ભાગ ખુલ્લો દેખાય, અથવા કોઈ સ્ત્રીની કમર નજરે પડે અથવા કોઈ સ્ત્રી ખુલ્લા ગળાનું ટોપ પહેરે તો તે કપડાં કઈ રીતે અશોભનીય થઈ જાય.

માણસ મંદિરમાં તો ઈશ્વરને મળવા આવે છે, પણ પછી ત્યાં આવનાર સ્ત્રી અથવા પુરૂષે કયાં કપડાં પહેર્યા છે તેની સાથે તેને કેમ નીસ્બત હોય છે, તેનો અર્થ સ્પષ્ટ હતો કે તેમનું ધ્યાન મંદિરના ભગવાન કરતા ત્યાં આવનારી સ્ત્રીઓ તરફ વિશેષ જાય છે. અને કદાચ સ્ત્રીનું સામાન્ય રીતે ઠંકાયેલુ રહેતુ કોઈ અંગ તેમની નજરમાં આવી જાય તો તેમનું મન વિચલીત થઈ જાય છે. પુરૂષનું મન વિચલીત થઈ જાય તેની સામે પણ મને વાંધો નથી, કારણ મનને વિચલીત થવા માટે સ્થળ સાથે કોઈ સંબંધ નથી, મન તો સ્મશાનમાં પણ વિચલીત થઈ શકે છે. જયારે એક માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે છે ત્યારે માતા અને બાળક બંન્ને માટે તે પ્રેમ હોય છે, જયારે ત્યાં હાજર  કોઈ પુરૂષ માટે તે મનને વિચલીત કરવાની ઘટના પણ બની શકે છે.

મને લાગ્યુ મંદિરના સંચાલકોએ આ પ્રકારની સુચના લખે તેની સામે આપણો વાંધો હોવા છતાં મંદિરે તેવુ લખવુ જોઈએ કે અમારા પુરૂષ ભકતો મનના કાચા છે તેમને સ્ત્રીઓ જોયા પછી પોતાના મન ઉપર નિયંત્રણ રહેતુ નથી માટે તમે બુરખા જેવા કોઈ વસ્ત્રો પહેરી આવુ તો વધુ ઈચ્છનીય રહેશે. આ સુચા લખનાર સંચાલકો પુરૂષ જ હોવાને કારણે કદાચ તેમને આ વિચાર આવ્યો હશે પણ મંદિરમાં રહેનાર પુરૂષ હોય અથવા દારૂ પીનાર પુરૂષ બંન્નેની માનસીકતામાં ખાસ ફેર હોતો નથી, મારા અનેક મીત્ર જાહેર રસ્તા ઉપર પણ દારૂ પીવે છે, જો કે રસ્તા ઉપર દારૂ પીવાની મઝા કરતા કાયદો  અમારા ખીસ્સામાં છે તેવો મુડ વધારે હોય છે પણ તે જ વખતે કોઈ છોકરીને સીગરેટ પીતા જુવે તો.. જાણે બળદ દુધ આપવા લાગ્યો હોય તેવુ અચરજ ચહેરા ઉપર આવી જાય છે. પછી તરત હાથમાં દારૂના ગ્લાસ સાથે સંસ્કારની ચર્ચાનો દૌર શરૂ થાય છે.

8 comments:

 1. I think it is necessary to maintain the dignity of not only temple but our respected female members also.so that such rules have been enacted

  ReplyDelete
 2. પ્રશાંતભાઇ ફક્ત પુરુષ ભક્તો નહીં કેટલાંક સંપ્રદાય અને ધર્મના પાયામાં સ્ત્રીઓથી દૂર રહેવાનું કહ્યું છે અને કહેનારા પણ પુરુષ જ છે, જે કદાચ માનવ સમુદાયને સનાતન સત્યના બદલે સનાતન દંભ માટે પ્રેરતાં હોય એવું લાગે છે શું કહેવું

  ReplyDelete
 3. Dada.. kameshvar mandir ma to dhankayela kapda paherya pachi pan shivling ne dudh chadava nathi deta.pujari evi rite same jue chhe jane stri atankvadi hoy.etlu j nahi pujari ni jibh uper pan sayam rehto nathi..game tevi bhasa bole chhe..aa maro anubhav chhe

  ReplyDelete
 4. મનની નગ્નતાનો બહિષ્કાર ન થઈ શકતો હોવાથી આ બિચારા શું કરે? સાહેબ. .અને આમેય આવા લોકો માટે નગ્નતા કપડાં પછીની શોધ છે. ..

  ReplyDelete
 5. સ્ત્રીઓનો વિરોધ હોવા છતાં આ દેશ 125 કરોડની વસ્તી ઉપર છે. ..

  ReplyDelete
 6. સ્ત્રીઓનો વિરોધ હોવા છતાં આ દેશ 125 કરોડની વસ્તી ઉપર છે. ..

  ReplyDelete
 7. We need to learn from our mum and sister how to treat human, not from a male......

  ReplyDelete