Friday, September 23, 2016

આ દેશ અને નરેન્દ્ર મોદી બંન્ને મારા છે.

નરેન્દ્ર મોદી ભાજપના મહામંત્રી તરીકે આવ્યા ત્યારથી મારી અને તેમની વચ્ચેનો નાતો પ્રેમ અને ધીક્કારનો રહ્યો છે. જેની માટે અમારી બન્ને પાસે અમારા તર્ક અને કારણો છે.જો કે હવે સામ-સામે મળી જવાનું તો લગભગ બંધ જ થઈ ગયુ છે પણ જયારે પણ મળ્યા ત્યારે સૌજન્યપુર્ણ રહ્યો છે વ્યવહાર બંન્ને તરફથી રહ્યો છે. 2002ના તોફાનો વખતે હું વિક્રમ વકિલના હોટલાઈન સાપ્તાહિકમાં કામ કરતો હતો, તેના કારણે લગભગ ગુજરાતમાં જયાં પણ તોફાનો થયા ત્યાં જવાનું થયુ, તે અંગે મેં વિગતવાર રીપોર્ટીંગ કર્યુ અને મારી પાસે ફસ્ટ હેન્ડ ખુબ માહિતીઓ હતી. હું જયારે તે તોફાનો વાત કરતો ત્યારે મને મારા મીત્રો સલાહ આપતા કે તે અંગે મારે લખવુ જોઈએ, અમદાવાદ પોલીસ કમિશનરના પીઆરઓ અને મારા ખુબ જ નજીકના મીત્ર અશ્વીન જાનીએ મને પુસ્તક સ્વરૂપે આ વિગતો લખવાની સલાહ આપી, અને 2005માં ગોધરાના રમખાણોનું અધુરૂ સત્ય નામે તે પુસ્તક મેં બજારમાં મુકયુ, ત્યાર બાદ ઘણુ બધુ થયુ પણ તે વિગતો અહિયા મુકતો નથી.

2007ની વાત છે ત્યારે હું અમદાવાદ દિવ્ય ભાસ્કરમાં ફરજ બજાવતો હતો, એક દિવસ  નોર્થ અમેરીકાના એક રેડીયો સ્ટેશનમાંથી મને ફોન આવ્યો. તેમણે મારા ગોધરાના રમખાણોનું અધુરૂ સત્ય પુસ્તક અંગે વાત કરી, તે પુસ્તકને કારણે તેઓ મારો લાઈવ  ઈન્ટરવ્યુ કરવા માગતા હતા, મેં તેમને હા પાડી, તેમણે મને એક ચોક્કસ સમય આપ્યો અને એક કલાકનો લાઈવ ઈન્ટરવ્યુ થયો, તે દરમિયાન શ્રોતાઓ પણ મને સીધા પ્રશ્ન પુછતા હતા, અમેરીકામાં રહેતા ભારતીયોને 2002માં ગુજરાતમાં શુ થયુ, નરેન્દ્ર મોદી સરકારની ભુમીકા શુ હતી વગેરે વગેરે અનેક પ્રશ્ન હતા, જે અંગે મારી માહિતી , મારી માન્યતા અને મારી સમજ પ્રમાણે મેં જવાબ આપ્યા હતા જયારે મારા ઈન્ટરવ્યુનો એક કલાક પુરો થવા આવ્યા ત્યારે રેડીયો સ્ટેશને મને એક આમંત્રણ આપતા કહ્યુ.. હજી ફોન લાઈન ઉપર અને શ્રોતાઓ છે, કદાચ અમારા રેડીયો સ્ટેશન ઉપર કોઈ એક ઈન્ટરવ્યુ માટે સૌથી વધારે ફોન કોલ્સ આવી રહ્યા છે. એક  કલાકમાં આ બધા શ્રોતાઓને સમાવી શકાય તેમ નથી.

અમારા રેડીયો સ્ટેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે તમને અમેરીકા બોલાવીએ, જેનો તમામ ખર્ચ રેડીયો સ્ટેશન ઉપાડશે અને એક મહિના દરમિયાન તમારે અમેરીકાના વિવિધ શહેરોમાં લોકોને મળવાનું રહેશે. આ સાંભળતા હું રોમાંચીત થઈ ગયો હતો. મને અમેરીકાનું આમંત્રણ મળ્યુ હતું, તેની સાથે મારે માટે આ પ્રવાસ સૌથી વધારે મહત્વનો એટલા માટે હતો કે મેં આજ સુધી મુંબઈ પણ જોયુ નથી ત્યારે મારે અમેરીકા  જવાનું હતું, તેવી જ રીતે હું ડોમેસ્ટીક પ્લેનમાં પણ બેઠો નથી ત્યારે ઈન્ટરનેશન ફલાઈટમાં મુસાફરી કરવાની હતી. કદાચ આટલા વર્ષો બાદ હું મારા મનમાં થયેલી રોમાંચીત ક્ષણોનું વર્ણન પણ કરી શકતો નથી. મેં તેમને અમેરીકા આવવાના તેમના આમંત્રણનો સ્વીકાર કર્યો, રેડીયો સ્ટેશનના અધિકારીઓએ મને કેટલીક અન્ય ફોર્માલીટી કરવા માટે બીજા દિવસે ફોન કરીશુ તેવુ જણાવ્યુ હતું.

તે રાત્રે જયારે હું ઘરે પહોચ્યો ત્યારે મારી ઉપર અમેરીકા ટુરનું ભુત સવાર થઈ ગયુ હતું, પણ ખબર નહીં મને કઈક ખરાબ પણ લાગી રહ્યુ હતું, લગભગ એકાદ બે કલાક હું મને શુ ખરાબ લાગી રહ્યુ છે, તેની ગડમથલમાં રહ્યો, પછી મેં રેડીયો ઉપર મને પુછવામાં આવેલા સવાલો અને મેં આપેલા જવાબો યાદ કરી ગયો અને ત્યાર બાદ મને અમેરીકા આવવાનું જે આમંત્રણ મળ્યુ તેને એક સીધી લીટીમાં જોઈ ગયો અને મને તરત લાગ્યુ ખરેખર મારી ચુક કયા થઈ. મેં રેડીયો સ્ટેશનને  ઈન્ટરવ્યુ આપ્યો ત્યાં સુધી બધુ બરાબર હતું, પણ હવે હું જયારે અમેરીકા જઈશ ત્યાં મને લોકો ગુજરાતના તોફાનો અંગે સવાલ પુછશે., નરેન્દ્ર મોદી સરકારની ભુમીકા અંગે પુછશે ત્યારે હું અમેરીકાની ધરતી ઉપર ઉભો રહી શુ કહીશ. મને માઠુ લાગ્યુ મેં મારી જાતને કહ્યુ 2002માં જે ગુજરાતમાં થયુ તે શરમજનક હતું, પણ તે અંગે હું વિદેશમાં ઉભો રહી મારા રાજયની ટીકા કેમ કરૂ, નરેન્દ્ર મોદી અને તેમની સરકાર ઈચ્છતી તો કદાચ ખુવારીના આંકડા ઘટાડી શકતા હતા, પણ મારે અમેરીકા જઈ નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારને કેમ ગાળો આપવી જોઈએ.

આ દેશ અને નરેન્દ્ર મોદી બંન્ને મારા છે, દેશ અને મોદી સામે મારી ફરિયાદ હોય તો પણ તેમની સામે હું મારી ધરતી ઉપર ઉભો રહી વિરોધ કરીશ, તેમની ટીકા કરીશ, મારી નારાજગી પણ બતાડીશ. પણ અમેરીકામાં જઈ હું  દેશ અને મોદીને ગાળો આપુ એક ભારતીય અથવા ભારતીય પત્રકાર તરીકે મને શોભતુ નથી. હું જે કઈ કરીશ તેનાથી કોઈ મોટો ફર્ક પડવાનો નથી, મને કોઈ પુછવાનું પણ નથી છતાં મારી જાતને મારે જવાબ આપવાનો છે ત્યારે મારે અમેરીકા આ મુદ્દે તો ના જ જવુ જોઈએ તેવો મેં નિર્ણય કર્યો, અને થોડીક જ મિનીટમાં મારૂ અમેરીકા જવાનું અને પ્લેનમાં બેસવાનું સ્વપ્ન ધરતી ઉપર આવી ગયું, બીજા દિવસે જયારે મને અમેરીકા રેડીયો સ્ટેશનના અધિકારીનો ફોન આવ્યો ત્યારે મેં અમેરીકા આવવાની ના પાડી અને મારા કારણો કહ્યા હતા.


આ વાત અત્યારે એટલા માટે યાદ આવી અને લખી રહ્યો છુ કે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ અનેક લોકો નરેન્દ્ર મોદીની ટીકા કરે છે. મારા જેવા ટીકાકાર માટે પણ આ ઘટના દોડવુ હતું અને ઢાળ મળી ગયા જેવી છે, પણ હું કહુ છુ, મોદીના સામેના વાંધો પુરા કરવા ઈશ્વર બધાને સમય આપશે, પણ આ સમયે નરેન્દ્ર મોદીના વિરોધીઓએ પણ તેમની ટીકા કરવાને બદલે તેમની સાથે ઉભા રહેવાની જરૂર છે.વાત હવે 56 ઈચની છાતીના વાત કરનાર વિરોધ પક્ષના નેતા નરેન્દ્ર મોદીની નથી, પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે. આ દેશ અને નરેન્દ્ર મોદી બંન્નેને દેશના એક એક નાગરિકના સહયોગની જરૂર છે. જયારે શુ મદદ થઈ શકે તેવો પ્રશ્ન ઉભો થાય ત્યારે મૌન ઉભા રહીને પણ દેશ સેવા થઈ શકે તેમ છે, કારણ આપણને વિશ્વના તમામ પ્રશ્નો અને તેના ઉકેલની ખબર હોવી જોઈએ તેવુ જરૂરી નથી, દેશની પ્રજાએ જયારે નરેન્દ્ર મોદીને લોકતાંત્રીક પધ્ધતિથી દેશના વડા તરીકે સુકાન સોંપ્યુ છે, ત્યારે આ સમયે તેમને નિર્ણય લેવા દેવો જોઈએ અને દેશે તેમના  નિર્ણયમાં સુર પુરાવા જોઈએ.

જય હિન્દ

34 comments:

  1. Dada tamedesh ane modi ni videsh ma badnami na thay te mate America ni mafat ni tour rad kari pan tamara dushmano tamne kyare maf karse tamara jevu kyare vicharse te mane nathi samjatu. Ishwar teo ne sadbuddhi aapje

    ReplyDelete
  2. Along with you some other persons have been also invited by America to impart the lectures on 2002riots and one of the person also visited America for the purpose
    I congratulate you for kicking the offer

    ReplyDelete
  3. ટીકા નહી પણ વાસ્તવિકતા તો એ હતી કે 2007 મા મુખ્યમંત્રી મોદી પાસે અમેરિકા ના વિઝા નહતા.અને ત્યારે જે અમેરિકા જવા લોકો વિઝા ઓફિસ ની બહાર લાઇન લગાવે છે તે અમેરિકા આપને સામે થી આવકારતુ હતુ.પણ સિધ્ધાંતો ને લીધે આપ પુરી વિનમ્રતા થી અમેરિકા જવાની ના પાડો છો!!હા આ પ્રશાંત દયાળ છે જેને ગુજરાત ની પાંચ છ કરોડ જનતા માથી માંડ એક દોઢ ટકા લોકો જાણે છે.જે પ્રશાંત દયાળ ની નહી પણ ઘેલી પ્રજા ની કમનસીબી છે!

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. આપના વિચારો સાથે શત્ પ્રતિશત સહમત પરંતુ એક પત્રકાર જેવી ઉદારતા તત્કાલિન વિપક્ષ ના નેતા અને હાલના આપણા વડાપ્રધાન જે-તે સમયે દેખાડવાનું ચૂકી જઇને બેફામ વાણીવિલાસ કરીને અનેકવાર દેશ-વિદેશ માં દેશના તત્કાલિન વડાપ્રધાન વિશે જાહેરમાં અશોભનીય નિવેદનો કરીને પોતાના પ્રત્યે સહાનૂભુતિ ઊભી કરવાની તક ગુમાવી ચૂક્યા છે.

    ReplyDelete
  6. Godhara vakhate pan modi sachcha j hata... Ane aaje pan.. Desh prem samay sathe badlata nathi

    ReplyDelete
  7. एक सामान्य व्यक्ति न करी शके तेवू उमदा कार्य..

    ReplyDelete
  8. Godhara vakhate pan modi sachcha j hata... Ane aaje pan.. Desh prem samay sathe badlata nathi

    ReplyDelete
  9. एक सामान्य व्यक्ति न करी शके तेवू उमदा कार्य..

    ReplyDelete
  10. સાચી વાત..ટીકા અને નિંદામાં તફાવત હોય છે...

    ReplyDelete
  11. ઉચિત સમયે ખુબ ઉચિત વાત કરી પ્રશાંતભાઈ. 👍🏻

    ReplyDelete
  12. Great thinking!
    I pray to GOD....If give rancorous...give like you!

    ReplyDelete
  13. This comment has been removed by the author.

    ReplyDelete
  14. Wah modi samany vyakti ke manusya nathi, teo yug purush chhe .

    ReplyDelete
  15. Wah modi samany vyakti ke manusya nathi, teo yug purush chhe .

    ReplyDelete
  16. Tamari vaat sachi chhe. Pan tamare vicharvu joiye ke aa udarta ne layak modi chhe ? Aapan ne khabar chhe ke e pm chhe pan ene khud ne khabar chhe ? Sarkas na joker jeva kaam ane dekhada karnar mate aavi udarta desh mate j nuksan karak chhe. Biju ke amerika ma satya janavu joiye. Modi ni je sarkar mundh bani jaay e inter national pressure thi j kaam kare. Satya mahtva nu chhe.aapana pm nhi.

    ReplyDelete
  17. એ વાત અલગ છે કે, તમારા મોદી વિદેશમાં જઈને ભારતમાં જન્મ લેવામાં લોકો શરમ અનુભવતા.. અમારા મનમોહનસિંહ આવા. અમારે ત્યાં આવું. અમારો દેશ સાપ દેડકાનો.. અમારો વિપક્ષ આવો.. સાહીઠ વર્ષમાં કઈ નથી થયું.. બધું મે જ કર્યું.. વિદેશમાં પણ પોતાની ગયેલામાં ગયેલી કક્ષા બતાવવાનું ના ચૂકનારા વ્યક્તિ માટે આવું વિચારવું પણ એક પડી ગયેલી માનસિકતા જ છે..

    ReplyDelete
  18. Pan sir have kari batava no kaik nirnay leva no time che km k upa sarkar vakhte bov kidhu eat ka javab patharse dena chahiye ama to bijav ne keva no moko mali rahe che...

    ReplyDelete
  19. Pan sir have kari batava no kaik nirnay leva no time che km k upa sarkar vakhte bov kidhu eat ka javab patharse dena chahiye ama to bijav ne keva no moko mali rahe che...

    ReplyDelete
  20. વાત હવે 56 ઈચની છાતીના વાત કરનાર વિરોધ પક્ષના નેતા નરેન્દ્ર મોદીની નથી, પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે. આ દેશ અને નરેન્દ્ર મોદી બંન્નેને દેશના એક એક નાગરિકના સહયોગની જરૂર છે. જયારે શુ મદદ થઈ શકે તેવો પ્રશ્ન ઉભો થાય ત્યારે મૌન ઉભા રહીને પણ દેશ સેવા થઈ શકે તેમ છે, કારણ આપણને વિશ્વના તમામ પ્રશ્નો અને તેના ઉકેલની ખબર હોવી જોઈએ તેવુ જરૂરી નથી, દેશની પ્રજાએ જયારે નરેન્દ્ર મોદીને લોકતાંત્રીક પધ્ધતિથી દેશના વડા તરીકે સુકાન સોંપ્યુ છે, ત્યારે આ સમયે તેમને નિર્ણય લેવા દેવો જોઈએ અને દેશે તેમના નિર્ણયમાં સુર પુરાવા જોઈએ. જય હિંદ

    ReplyDelete