Thursday, September 1, 2016

અનીલ સોનલને છોડીને ભાગ્યો ન્હોતો..

પોતાની આંખમાં સંસાર માંડવાનું સ્વપ્ન લઈ અનીલ સાથે વાડીયાથી ભાગેલી સોનલ લગ્ન બાદ બહુ ખુશ હતી, હા તેના મનમાં રંજ હતો તે બીજી છોકરીઓના લગ્ન થાય તેવી ધામધુમ ન્હોતી, બીજી તરફ સતત સંતાઈને ફરવાનું હતું ત્યારે તંત્ર અને પોલીસની મદદ મળે તેવી અપેક્ષાને કારણે તેમની પ્રેસ કોન્ફરન્સ રવિવારે બોલાવવમાં આવી હતી, બપોર સુધી બધુ બરાબર ચાલ્યુ, સાંજ થતાં મને ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના પત્રકાર પાર્થ શાસ્ત્રીનો ફોન આવ્યો, તેણે મને જાણકારી આપી કે અનીલ તો  પરિણત છે અને બે સંતાનો છે, ત્યારે મારા પગ નીચેની ધરતી ખસી ગઈ, પહેલા તબ્બકે જ હું મુર્ખ બન્યો હોવાની લાગણી થઈ, મેં તરત મીત્તલ પટેલને ફોન જોડયો, મેં ફોન કર્યો તેની થોડી મિનીટ પહેલા જ તેમને પણ કોઈકે આ જાણકારી આપી હતી, તે પણ સ્તબ્ધ હતી, કારણ તે પણ આ બાબતથી સંપુર્ણપણે અજાણ હતી.

સોનલના લગ્ન થાય તેવી મનમાં ખુબ જ ઈચ્છા હતી, પણ તેના લગ્ન કોઈ પરણિત સાથે થાય તેને કાયદો પણ મંજુરી આપતો નથી, હવે શુ થઈ શકે મને અને મીત્તલને ખબર ન્હોતી. મગજ સન્ન થઈ ગયુ હતું, કઈ જ એટલે કઈ જ સુઝતુ ન્હોતુ, મીત્તલે કહ્યુ તમે અનીલ સાથે વાત તો કરો, કદાચ આપણને મળેલી માહિતી ખોટી નિકળે તો... મનમાં હતા હા અનીલ કહી દે કે ખોટી વાત છે  મારા લગ્ન તો થયા જ નથી તે કેવુ સાારૂ.. મેં તેને ફોન જોડયો, તેનો અવાજ ઢીલો હતો.. મેં પુછયુ શુ થયુ તેણે કહ્યુ કઈ નહીં, મેં  તેને પુછયુ તુ પરણેલો છે..  તે રડવા લાગ્યો.. તેની હા હતી તેણે કહ્યુ મેં થોડીવાર પહેલા જ  સોનલને પણ કહ્યુ તે પણ મારા પરણિત હોવા અંગે જાણતી નથી તે પણ ખુબ રડી રહી છે.હું કઈ બોલી શકયો નહીં, મારી પાસે અનીલને ઠપકો આપવાના શબ્દો પણ ન્હોતો.. શુ કરૂ. કઈ જ ખબર પડે નહીં.

હું થોડી થોડી વારે મીત્તલને ફોન કરતો, તેની માનસીક સ્થિતિ પણ મારી જેવી જ હતી.પણ એક વાત નક્કી હતી, કે અનીલ પરણેલો હોવાને કારણે તેણે સોનલ સાથેના કરેલા લગ્ન કાયદેસર નથી, તો તેની સાથે રહી શકે નહીં, બીજી તરફ તેની પત્ની અને બાળકો પણ તેની રાહ જોતા હશે. મીત્તલે અનીલને ફોન કરી જાણ કરી હવે તુ અમદાવાદ છોડી તારા ઘરે પાછો ફર.. તે રડવા લાગ્યો.. તે સોનલને મુકી જવા તૈયાર ન્હોતો, તેને ખુબ સમજાવી તેના ગામ તેની પત્ની પાસે મોકલી દેવામાં આવ્યો, તે સોનલની માફી માગતો અમારા દબાણને કારણે આંખમાં આંસુ સાથે અમદાવાદ છોડી જતો રહ્યો, ત્યારે જ સમાચાર મળ્યા કે વાડીયાથી જીપો નિકળી છે તેમને ખબર પડી ગઈ છે કે સોનલ કયાં છે, આ સ્થિતિમાં સોનલ હવે એકલી હતી, તેની પાસે અનીલ પણ ન્હોતો.

પોલીસની મદદ અનિવાર્ય હતી, પણ પોલીસ પણ સીધી મદદ કરે તેમ ન્હોતી, આખરે નક્કી થયા પ્રમાણે સોનલે મહિલા પોલીસ હેલ્પલાઈનને ફોન કરી પોતાના પતિ અનીલ તેને છોડી જતો રહ્યો છે તેવી જાણકારી આપી મદદ માંગવામાં આવી, અનીલ છોડી ગયો છે તે વાત સાચી નહીં હોવા છતાં પોલીસની મદદ માટે આટલુ ખોટુ બોલવુ જરૂરી હતું, કારણ તેમા જ સોનલની સુરક્ષા હતી.થોડીવારમાં પોલીસ આવી અને સોનલને લઈ નારી સંરક્ષણગૃહમાં મુકી ગઈ, ત્યાં પણ સોનલ રડતી અને અનીલ પણ તેના ગામ રડતો હતો.

આ આખી ઘટના લખવા પાછળનો ચોક્કસ ઈરાદો છે, અનીલ પરણિત હોવા છતાં તેણે વાત સોનલ સહિત અમારા બધાથી છુપાવી તે વાત સાચી છે. પણ આ વારતાના તમામ પાત્રો તેની જગ્યાએ સાચા છે અને તેમનું જુદુ મહત્વ છે. અનીલ ખોટુ બોલ્યો તે વાત સાચી હોવા છતાં તે તેને છોડી ભાગી ગયો તેવુ કોઈ માનતુ હોય તે સાચુ નથી, કારણ તેવુ કહી અથવા તેવુ માની અનીલને પણ અન્યાય કરી બેસીએ છીએ. અનીલે આવુ કેમ કર્યુ તેની મને અથવા અન્ય કઈને ખબર નથી કારણ પ્રેમ કઈ ફીજીકસના નિયમો અને ગણિતના દાખલા જેવો નથી તેમાં કોઈ તર્ક ચાલતો નથી, છતાં હવે જીંદગીની લડાઈમાં સોનલે પોતાની જીંદગીના દાખલા જાતે જ માંડવા પડશે અને ગણવા પડશે.

સોનલ ખુદ અનીલની જીંદગી સાથે જોડાયેલુ સૌથી નજીકનું પાત્ર હતું તે આખી ઘટનાને કેવી રીતે જોઈ રહી છે તેની વાત આવતીકાલે કરીશુ

(ક્રમશ)

6 comments:

  1. Khichadi mathi mag alag karvana che Dayal saheb

    ReplyDelete
  2. Bhadhu saru thsae prashantbhai don't worry

    ReplyDelete
  3. Dada have a h vishay ne agal kari ne NAVALKATHA LAKHO..

    ReplyDelete
  4. What ever Anil did it is now immaterial Sonal became free from the atrocity it's important at present

    ReplyDelete