Thursday, September 8, 2016

રાવણનું પતન રામની તાકાતને કારણને નહીં રાવણના અંહકારને કારણે થયુ હતું

માણસ કોઈને પ્રેમ કરતો હોય અને તેને જ તેનો ડર લાગવા માંડે તેવી સ્થિતિ હમણાં ભાજપની થઈ છે, છેલ્લાં પંદર વર્ષથી ભાજપને ખોબે ખોબે મત આપતા પટેલ મતદારોનો ડર લાગી રહ્યો છે. ગુજરાતમાં ભાજપના શાસનમાં પહેલી વખત આવી ઘટના બની છે. સુરતમાં ભાજપી પટેલ નેતાઓ અને હોદ્દેદારોના સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં પાટીદારોને એકત્ર કરી ભાજપ શકિત પ્રદર્શન કરવા માગતુ હતું પણ, પણ આગળની હરોળ સંપુર્ણપણે ખાલી રાખી અને નેતાઓ અને લોકોની વચ્ચે લોંખડની જાળીઓ લગાવી દેવામાં આવી હતી, કારણ તેમને ડર હતો કે લોકો જુતા મારશે.

આ એક સુચક બાબત છે, જયારે પોતાના લોકોનો જ ડર લાગવા માંડે ત્યારે ભાજપે સમજી જવાની જરૂર છે સ્થિતિ બગડી રહી છે અને હાથ બહાર જઈ રહી છે.ભાજપના પ્રમુખ  જીતુ વાઘાણી   ભલે આક્ષેપ કરી રહ્યા હોય કે સુરતના તોફાન પાછળ કોંગ્રેસ-આપ અને હાર્દિક છે, પણ જેઓ જનરલ ડાયર હાય હાયના નારા લગાવતા હતા તે લોકો તો તમારા જ હતા, આવી સ્થિતિ કેમ નિમાર્ણ થઈ તે અંગે હવે ચીંતન છોડી કોઈ નિર્ણય ઉપર આવવાની જરૂર છે. કોંગ્રેસના લાંબા અને કંટાળાજનક શાસનથી થાકેલી પ્રજાએ જયારે કોંગ્રેસને હરાવવા માટે ભાજપને જીતાડી તો ભાજપી નેતાઓ તેને પોતાની કરામત સમજવા લાગ્યા. દેશ અને રાજયમાં ત્યાર બાદ સતત તેવી સ્થિતિ નિમાર્ણ થઈ તેના કારણે એક પછી એક ચુંટણીઓમાં ભાજપના થઈ રહેલી જીતને ભાજપી નેતાઓની અહંમ બની ગઈ.

રામની દુહાઈ આપતુ  ભાજપ રાવણને ભુલી ગયુ  રાવણના પતન પાછળ રામની  તાકાત નહીં પણ રાવણ ખુદ પોતે એટલે તેનો અંહકારને કારણે થયુ હતું, રામ રામ કરતા ભાજપના નેતાઓમાં રાવણનો અંહકાર આવી ગયો, રાજકારણમાં કોઈ સેવા કરવા આવે છે તે વાતમાં હવે માલ નથી, માલ કમાવવો નથી તો પણ માન મળે  તેવી અપેક્ષા તો હોય છે, ભાજપના નેતાઓ પોતાનું માણસને માન આપવાને બદલે હડધુત કરવા લાગ્યા, સચિવાલય બેસતા ભાજપના નેતાઓ જ પ્રમાણિક બાકી બધા ચોર તેવો ઘાટ કરી નાખ્યો, કોઈ ધારાસભ્ય અથવા હોદ્દેદાર પોતાના વિસ્તાર અથવા પરિચીતનું કામ લઈ આવે તે પૈસા લીધા જ હશે તેવુ માની  તેમને કલાકો સુધી ચેમ્બર બહાર બેસાડી રાખવામાં આવે અને પછી જોઈ લઈશુ તેમ કહી રવાના કરી આપવામાં આવે.

જે સ્થાનિક નેતાઓ હતા, તેમનું તલાટીથી લઈ કલેકટર સુધી કોઈ સાંભળતુ નહીં કારણ અમલદારોને ખબર પડી ગઈ હતી, સચિવાલયમાં આમનું કઈ ઉપજતુ નથી, જેના કારણે સ્થાનિક નેતાઓ પણ લોકસંપર્ક ગુમાવી રહ્યા હતા.અને અમલદારોને મજા પડી ગઈ અને તેઓ બેફામ થઈ ગયા, હવે સ્થિતિ એવી નિર્માણ થઈ કે હમણાં સુધી ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નામે સીક્કા પડતા હતા, પણ હવે જે સીક્કા છે તેને કોઈ ભંગારના ભાવે પણ લેવા તૈયાર નથી, કારણ તેઓ લોકનેતા નથી અને જયારે મોદી ગુજરાતમાં હતા ત્યારે તેઓ પણ મોદી અવતારમાં આવી તોછડાઈપુર્વક વ્યવહાર કરતા હતા

હવે અચાનક ભાજપી નેતાઓ પ્રેમ કરવા નિકળ્યા ત્યારે પહેલા પોતાના માણસને બોર્ડ નિગમમાં મુકવા લાગ્યા , વોર્ડના સામાન્ય કાર્યકરને મારે લાયક કઈ કામ હોય તો કહેજો તેવુ કહેવા લાગ્યા, પણ હવે આ પ્રેમ જોઈ પ્રજા અને કાર્યકર બન્નેને ડર લાગી રહ્યો છે.અમીત શાહ ફાયર ફાઈટર તરીકે હવે આવી રહ્યા છે, પણ અહંકારી નેતાઓની હરોળ તેમનાથી જ શરૂ થાય છે, 2010 જયારે સીબીઆઈ એન્કાઉન્ટર કેસની તપાસ કરવા માટે ગુજરાત આવી ત્યારે એક ભાજપી નેતાઓ મને બોલાવી પુછયુ શુ લાગે છે, ત્યારે મેં કહ્યુ જાજી કીડીઓ સાપને તાણે, જેમને તમે સત્તાના મદમાં તુચ્છ ગણ્યા તેઓ કીડી સમાન માણસોની સંખ્યા વધી રહી છે, અને અંહકારી સાપને નાની કીડીઓ ખેંચી જશે અને તમને ખબર પણ નહીં પડે..

18 comments:

  1. I like it and remabar. Want bapu and BJP ON SAPLA BAROT 19994.95..BJP WARKAR SAMJ BIHEAVER .....

    ReplyDelete
  2. Lolll. . Fantastic insight... and very logical

    ReplyDelete
  3. Lolll. . Fantastic insight... and very logical

    ReplyDelete
  4. Praja ma aa samaj aavi jay to 2017 judu hase

    ReplyDelete
  5. Praja ma aa samaj aavi jay to 2017 judu hase

    ReplyDelete
  6. Today's article pertains to the real feelings and dissatisfaction prevailing among the grassroot party workers

    ReplyDelete
  7. That's true prashantbhai wait and watch

    ReplyDelete
  8. Bjp na have pankhar rutu na bhamra bolva mandya.. Prashantbhai....
    Politics related 3k divse ek blog lakhta raho very intresting

    ReplyDelete
  9. સરમુખતીયાર'શાહ'

    ReplyDelete
  10. સરમુખતીયાર'શાહ'

    ReplyDelete