Wednesday, September 7, 2016

પતિનું નામ હતું, પણ પતિ લાવવો કયાંથી ..

દસ વર્ષ પહેલા વાડીયાની જે સ્થિતિ જોઈ, તે લાગ્યુ કે આ ગામની સ્ત્રીઓ અને ગામને કોઈ સલાહ આપવા કરતા, પહેલા ગામના માણસને સમાજ અને સરકાર માણસ સમજે તે વધારે જરૂર હતું, હું બનાસકાંઠા કલેકટર ઓફિસ પહોંચી હતી, જો કે તમામ સરકારી અધિકારીઓ વાડીયા ગામથી તો પરિચીત હતા, પણ કઈક જુદી રહેતો, મેં જયારે વાડીયાની સમસ્યાની વાત કરી ત્યારે તેઓ મારી સામે જે રીતે જોઈ રહ્યા હતા, ત્યારે તેમના ચહેરા ઉપર એવો ભાવ હતો, કે વાડીયામાં કઈ સારૂ થાય નહીં. પણ હું કહી રહી હતી, ભલે કઈ સારૂ થાય નહીં, પણ આપણે સારૂ કરવાનું છોડી દેવુ જોઈએ નહી. મેં નિયમિત અમદાવાદથી વાડીયા જવાની શરૂઆત કરી, સરકારી કચેરીઓમાં જઈ પહેલા તો આ ગામ માટેની સરકારી યોજનાઓની માહિતી મેળવી.

મારા લગ્ન થઈ ગયા હતા, મારા પતિ મૌલીકને પણ પહેલા તો એવુ લાગતુ હતું કે વાડીયા જેવા ગામમાં મારે શુ કામ કરવુ જોઈએ, પણ તેમણે મને કર્યા તે તેની ના પાડી નહીં. મેં સરકારી અધિકારીઓને વિનંતી કરી કે તેઓ આવે , તેમને સમજે અને પછી જે કઈ નાની શરૂઆત પણ થઈ શકે તેનાથી કામ શરૂ કરે, તેઓ ગામમાં તો  આવતા પણ ગામની સ્ત્રીઓને એવા વિચિત્ર સવાલ પુછતાં કે મને દુખ પણ થતુ અને ગુસ્સો પણ આવતો હતો, કારણ સરકારી અમલદાર પણ આખરે એક સામાન્ય પુરૂષની જેમ જ આ સ્ત્રીઓ માટે વિચારતો હતો, જેમાં સંવેદનનો અભાવ હતો, આખી વાત કાયદા અને માણસની વચ્ચેની સંવેદનાની હતી, કાયદો તો માણસ માટે જ ઘડાયો હતો, પણ તંત્રની જડતાને કારણે તે કહેવુ મુશ્કેલ હતું કે કાયદો માણસ માટે છે કે માણસ કાયદા માટે છે.

વાડીયા ગામની સ્ત્રીઓની સાથે લગ્ન કોણ કરે , છતાં લગ્ન વગર બાળકો પણ થતાં અને તેે બાળકની પાછળ પિતાનું નામ પણ લખાતુ હતું, મને પણ તે બાબતનું આશ્ચર્ય થયુ .વાડીયામાં જન્મ લેનાર અનેક બાળકો અને તેમને જન્મ આપનાર સ્ત્રીને ખબર હોતી કે મારા પિતા અથવા મારા સંતાનનો પિતા કોણ છે. છતાં જન્મ નોંધણીમાં તે જે નામ લખાવતી હતી તે પુરૂષ કોણ છે. મેં તપાસ કરી તો જાણવા મળ્યુ કે સંતાનના જન્મ બાદ સ્ત્રીઓ પોતાના પસંદ હોય તેવા કોઈ ગમતા ગ્રાહકનું નામ પોતાના સંતાનને આપતી હતી, હવે સરકારી કાયદા પ્રમાણે સમસ્યા એવી હતી કે રજુઆતો બાદ વાડીયામાં પાકા ઘર આપવાની યોજના મંજુર થઈ.

સરકારી યોજના પ્રમાણે ઘર બંધાઈ જાય એટલે સરકાર પતિ-પત્ની બન્નેના નામે ઘરની ફાળવણી કરે, હવે અધિકારીઓ કહેતા કે તમારો અને તમારા પતિનો સાથે હોય તેવો ફોટો ઘર ફાળવણીના દસ્તાવેજ ઉપર લગાડો, હવે આ સ્ત્રીઓ પાસે પતિનું નામ હતું પણ ખરેખર તેમનો કોઈ પતિ જ ન્હોતો, તો કઈ રીતે પતિ-પત્નીનો ફોટો સાથે હોય. હું અધિકારીઓને વાસ્તવીક સ્થિતિ સમજાવતી રહીં, પણ તેઓ કાયદો શુ કહે છે તે મને સમજાવતા રહ્યા. મીત્તલ કહે છે, નિરાશાઓ વચ્ચે પણ સારા આઈએએસ અધિકારીઓ મળતા ગયા, હું ગાંધીનગર જઈ તેમને કહેતી અને તેઓ તેનો રસ્તો શોધી કાઢતા હતા, કારણ આખરે કાયદો પણ માણસને જીવતો રાખવા માટે ઘડાયો હતો. અને ત્યાં પાકા ઘર બન્યા.

ગામને રસ્તો મળ્યો, સ્કુલ ચાલુ થઈ, પાણીના બોર થયો, ખેતી માટે જમીન મળી, પણ આ કામ કરતા કરતા દસ વર્ષ થઈ ગયા, કઈ જ સારૂ થયુ નથી તેવુ લાગણી નથી, ઘણુ બધુ થયુ, પણ મીત્તલ કહે છે વાડીયાથી નિકળેલી સોનલની વાતે મને ફરી હચમચાવી નાખી, હું અંદરથી ધ્રુજી ગઈ, એક તબ્બકે ભાંગી પડી, મને લાગ્યુ કે મારી જીંદગીના દસ વર્ષ વેડફાઈ ગયા અને વાડીયાની સ્ત્રીઓના જીવનમાં કોઈ ફેર પડયો નથી, ફર્ક એટલો હતો કે પહેલા વાડીયાની સ્ત્રીઓ વાડીયામાં જ ધંધો કરતી હતી, હવે મોટા દલાલો મારફતે તે ડીસા અને ધાનેરા અને પાલનપુર સુધી આવી હતી, પણ ખરેખર તો મારે તેમને ત્યાંથી બહાર કાઢવી હતી પણ હવે તો વાડીયા પોતાની સીમાઓ ઓંળગી બહાર નિકળી રહ્યુ હતું.

નિરાશાઓ ઘેરી વળે છે, ખાસ ત્યારે જયારે કોઈ મહિલા પોલીસ અધિકારી આખી ઘટનાને માત્ર ધંધાદારી સ્ત્રીઓની વાત તરીકે જુવે છે.બીજી તરફ સોનલ અને વાડીયાની વાત સાંભળી પુરૂષ અધિકારીઓની આંખ સજળ થઈ જાય છે, ત્યારે લાગે છે ખાખી કપડા પાછળ કાયદો  જીવે છે. એક તબ્બકે લાગ્યુ કે કઈ જ સારૂ થયુ નહીં, પણ પછી લાગ્યુ કે ના કામ તો , થયુ દસ વર્ષની મહેનત બાદ એક સોનલના મનમાં ગંદા ધંધામાંથી મુકત થવાની વાત આવી તો હવે જ ખરા કામની શરૂઆત થઈ છે. હું વાડીયા જઈશ જતી રહીશ . મને ધમકી મળે, નિરાશાઓ મારો પીછો કરે , તંત્ર મારૂ નહીં સાંભળે તો પણ હું મને સાંભળતી રહીશ

મારી સોનલ  વાડીયા મુકિત આંદોલનની બ્રાન્ડ એમ્બેસેડર છે. મને તેનું અભિમાન છે.

( અહિયા સમાપ્ત નહી લખુ કારણ આ નિરંતર ચાલનારી પ્રકિયા છે, આજે એક મીત્તલ પટેલ છે, આવતીકાલે બીજી મીત્તલ આવશે  આપણને અનેક  મીત્તલની જરૂર છે, છતાં મીત્તલ તુ સલામની તો હકદાર છે... મેરા દેશ બદલ રહા હે)

17 comments:

  1. મિતલબેનને લાખ લાખ સલામ

    ReplyDelete
  2. મિત્તલ બેન સલામ તમારી ધીરજ સભર કામ ગીરી માટે.....

    ReplyDelete
  3. મિત્તલ બેન સલામ તમારી ધીરજ સભર કામ ગીરી માટે.....

    ReplyDelete
  4. સલામ તમારી ધીરજ...... prasntbai i gart tahks to you ralyie grat sosiasl wark bak up

    ReplyDelete
  5. Salute to doughter of gujarat REAL GUJRATAN lak lakh salam mital ben ne!!
    Ane Prasantbhai avi reality ujagar karva mate abhar daily news paper ni headline avavai joye

    ReplyDelete
  6. Salam che tamari himat ne ane dhirag ne mittalben

    ReplyDelete
  7. It's a matter of pride and pleasure for us for the Beti of this soil

    ReplyDelete
  8. Mittal Patel tu Patidar ni dikari cho Te je bij ropyou te jamin ane Bij ni strenth pramane dasvaras to lagene himmat harvani jarur nathi 💐✌🏿️💐

    ReplyDelete
  9. Mitalben Dhanya che tamne ane Tamara kam ne

    ReplyDelete
  10. Mitalben Dhanya che tamne ane Tamara kam ne

    ReplyDelete
  11. આપ ને અને મિત્તલ ને સલામ

    ReplyDelete
  12. આપ ને અને મિત્તલ ને સલામ

    ReplyDelete
  13. આપ ને અને મિત્તલ ને સલામ

    ReplyDelete
  14. आगे बढो..कामयाबी तो आपके पीछे भागके आयेगी

    ReplyDelete