Monday, September 12, 2016

પત્રકારત્વના મંદિરમાં માણસ ઈશ્વર થાય તો જ અર્થ સરે...

પત્રકાર તરીકેની મારી ત્રીસ વર્ષના અનુભવમાં જીંદગીની અનેક ઉથલપાથલ જોઈ, ભ્રષ્ટાચાર, કૌંભાંડો અને રાજકિય પ્રવાહને નજીકથી બદલતા જોયા, નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથેના વ્યકિતગત સંબંધોનો સ્પર્શ પણ કરી જોયો, બનાવટી એન્કાઉન્ટરનો સમય પણ આવ્યો, નેતાઓ અને પોલીસ અધિકારીઓ જેલમાં પણ ગયા જયારે  ત્યારે મીત્રોએ મારા વખાણ કર્યા અને કેટલાંકે પીઠ થાબડી, એક  તબબ્બકે બધુ જ ખુબ સારૂ લાગ્યુ, પણ સમય તેની ગતીએ આગળ વધતો ગયો, અને મનમાં એક કચવાટ શરૂ થયો, મેં જે કઈ પત્રકારત્વ કર્યુ તેનો શુ અર્થ સરર્યો.. હું 2003થી 2007 સુધી દિવ્ય ભાસ્કરમાં હતો, મારી ક્રાઈમ સ્ટોરી, પોલીટીકલ સ્ટોરી અને જીવતી વારતા નામની એક કોલમ પણ આવતી હતી, પણ રાત્રે ઘરે જઈ પથારીમાં પડુ અને આંખ મીચાઈ જતા પહેલા મને કોઈક સ્ટોરી મનના એક ખુણાને ટાઢક પહોંચાડે તો તે જીવતી વારતા હતી, કારણ તે કોઈકને જીવડાતી હતી, જીવતી વારતાએ મને અનેક વખત રડાવ્યો હતો પણ મને જીવાડયો પણ હતો.

બે મહિના પહેલા મેં મારો બ્લોગ અેન્કાઉન્ટરની શરૂઆત કરી, મારા માટે આ પહેલો અનુભવ હતો, આજે એકસો હપ્તા પુરા થયા, ત્યારે મને લાગ્યુ કે મારે પોતે જ તેના લેખાજોખા કરવા જોઈએ, સો હપ્તામાં ઘણુ બધુ થઈ ગયુ, આનંદી બહેન પટેલ સરકારનાપતનથી લઈ દલિત આંદોલન પણ મારી પોસ્ટનો ભાગ બની, અનેક પોસ્ટે મને ખુદને હચમચાવી નાખ્યો, કેટલીક પોસ્ટ એક જ દિવસમાં વીસ હજાર કરતા વધુ મીત્રઓ વાંચી શરૂઆતમાં  બ્લોગ મીટરના આંકડા જોઈ સારૂ લાગતુ હતું, તેને હું મારા બ્લોગની સફળતા પણ સમજતો હતો, કેટલાંક મીત્રએ વ્યકિતગત મેસેજ દ્વારા તેમના જીવનમાં થયેલા ફેરફાર પણ કહ્યા, તે વાત ખરેખર ગમી અને કદાચ તે આંખી જીંદગી યાદ રહેશે, અમીત  શાહ અંગે પણ લખ્યુ ત્યારે ખુબ વંચાયુ પણ હતું.

પણ આખરે ફરી ત્યાં જ આવી ઉભો રહેતો હતો અને મારૂ મન કહેતુ કે કોઈની જીવનમાં મારૂ પત્રકારત્વ કોઈ બદલાવ અથવા  એક નાનકડુ સ્મીત લાવી શકે નહી તો તેનો કોઈ અર્થ નથી. કેટલીંક વારતાઓ ખુબ સારી મળી, જેને મને પણ રડાવ્યો ખાસ કરી વૃધ્ધાશ્રમમાં કામ કરતા કરતા છેલ્લો શ્વાસ છોડનાર ફરસુભાઈ કક્કડ આપણી વચ્ચે નહીં હોવા છતાં તેમના અંગે લખ્યુ ત્યારે એવુ લાગે છે કે તે મારી વારતાનું એક અમર પાત્ર થઈ ગયા.કેટલાંક પ્રશ્ન એવા હતો જયારે મારે નિર્ણય કરવાનો હતો કે હું કોના માટે લખુ છુ મને જે સાચુ લાગે છે તેની માટે કે પછી કોઈને સારૂ લગાડવા માટે. ત્યારે મને મને ત્યારે જે સાચુ લાગ્યુ તે લખ્યુ તેના કારણે મારા કેટલાંક મીત્રો નારાજ પણ થયા, જયારે તેની સામે મને અનેક જીવન પર્યતના નવા મીત્રો પણ મળ્યા, કદાચ તેઓ પોતાની કોમન્ટ મારી પોસ્ટ ઉપર લખતા નથી અથવા ફેસબુક ઉપર લાઈક પણ કરતા નથી, પણ ફોન દ્વારા તેમના શબ્દોએ મને વધુ લખવાનું બળ આપ્યુ છે.

મારી ભાષામાં વૈવીધ્ય નથી, એક સરળ માણસને સમજાય તેવી સરળ ભાષા છે, મને વાંચી મારી કેટલાય મીત્રો જેમા પોલીસથી લઈ નેતાઓ સુધી મને કહ્યુ અમે પણ તમારી જેમ લખી શકીએ તેવુ અમને લાગે છે, અને તેમને લખવાનું શરૂ કર્યુ. તેનો મને આનંદ છે. મને વાંચનાર મારા થઈ ગયા અને હું તેમને થઈ ગયો, બ્લોગ લખવામાં મોડુ થાય ત્યારે તે મેસેજ કરી પુછી લેતા આર યુ ઓલરાઈટ.. કદાચ તેમના મેસેજે મને ઓલરાઈટ રાખ્યો છે. જયારે વાત વાડીયાની સોનલની આવી ત્યારે મને વાંચનારને સોનલની સમસ્યા પોતાની લાગવા માંડી, કદાચ મારા બ્લોગ મીટર કરતા તે વધુ મહત્વની વાત હતી, સોનલ પોતાની સમસ્યામાંથી બહાર આવવી જોઈએ તેવા તમામ સ્તરે પ્રયત્ન શરૂ થયા, તે પ્રયત્નમાં મારા સામાન્ય માણસથી લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ સામેલ થયા. અનેક પોલીસ અધિકારીઓ, પ્રોફેસર , વિધ્યાર્થીઓ, પ્રોફેશનલ અને ગૃહેણીઓ પણ જોડાઈ, જેણે સોનલને બળ પુરૂ પાડયુ.

કદાચ કોઈ રાષ્ટ્રીય અખબાર અથવા ચેનલ જે કામ કરી શકે નહીં તે કોઈ પણ અખબારની મદદ વગર એક બ્લોગ દ્વારા થયુ, સોનલ વતી મેં નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને તેમને હકારાત્મક જવાબ આપ્યો, જેના માટે હું તેમનો સદૈવ આભારી રહીશ, આજે સોનલના ફરતે સરકારી અને સામાજીક સુરક્ષા કવચ છે, તેના માટે પ્રત્યક્ષ અને પરોક્ષ મદદ કરનારનો હું આભારી છુ. મને મારી એકસો પોસ્ટમાંથી સૌથી વધુ સ્પર્શી ગયેલી પોસ્ટ હોય તો તે સોનલની છે, બ્લોગ મીટર પ્રમાણે તેના વાચકોની સંખ્યા બીજી પોસ્ટની સરખામણીમાં ઓછી હતી છતાં તેણે સોનલને એક સ્ત્રી તરીકે જીવવાડા  માટે તે મહત્વની સાબીત થઈ, મને લાગ્યુ કે મારા પત્રકારત્વના મંદિરમાં માણસ ઈશ્વર તરીકે સ્થાપિત થાય તો જ મારા પત્રકારત્વનો અર્થ સરે. અને તેવુ થયુ.

મને લાગે છે કે અનેક અખબારોમાં નોકરી કરવા છતાં હું વર્ષો સુધી જે કરી શકયો નહીં તે બ્લોગ દ્વારા બે મહિનામાં થઈ શકયુ છે, મને સોશીયીલ મીડીયાના તાકાત સમજાઈ છે., તે ઘણુ કરી શકે છે, પણ અહિયા હું માલિક તંત્રી અને પત્રકાર છુ, મને રાજય  અને દેશના સીમાડા નડતા નથી, પણ સાથે જ મને અહિયા રોકનાર પણ કોઈ નથી તેથી મારી જવાબદારી પણ વધી જાય છે, મારો એક એક શબ્દ મહત્વનો હોય છે. તે લખતા પહેલા મારે વિચારવુ પડશે અને મારે જ તેને તપાસવો પડશે.

27 comments:

  1. તારો બ્લોગ બ્લોગમીટરથી માપી શકાય એના કરતાં ઘણો વધારે મહત્ત્વનો છે.

    ReplyDelete
  2. ઉર્વીશભાઈ ની વાત સાથે સહમત

    ReplyDelete
  3. Really blog give you new night of journalist

    ReplyDelete
  4. Dada urvishbhai j kidhu teni sathe sahmat chu

    ReplyDelete
  5. Glad you started writing a blog... i see a new book unfolding in front of me.. something that students of journalism will follow

    ReplyDelete
  6. Glad you started writing a blog... i see a new book unfolding in front of me.. something that students of journalism will follow

    ReplyDelete
  7. PARSANT BAI.....I AM VIKNAS..YOUR LIFTS PRASS MANUBAI RIGHT ALL WAJ FACT......I THAKS HAPPY TO YOUR BLOOD..B U HAPPY WE HAPPY

    ReplyDelete
  8. PARSANT BAI.....I AM VIKNAS..YOUR LIFTS PRASS MANUBAI RIGHT ALL WAJ FACT......I THAKS HAPPY TO YOUR BLOOD..B U HAPPY WE HAPPY

    ReplyDelete
  9. I hop you right...for man.hu like and an like.....thoug..in your 35 yars prass lif.....u ba lad. And carglabal..prass man .we prud you.

    ReplyDelete
  10. I hop you right...for man.hu like and an like.....thoug..in your 35 yars prass lif.....u ba lad. And carglabal..prass man .we prud you.

    ReplyDelete
  11. PARSANT BAI.....I AM VIKNAS..YOUR LIFTS PRASS MANUBAI RIGHT ALL WAJ FACT......I THAKS HAPPY TO YOUR BLOOD..B U HAPPY WE HAPPY

    ReplyDelete
  12. PARSANT BAI.....I AM VIKNAS..YOUR LIFTS PRASS MANUBAI RIGHT ALL WAJ FACT......I THAKS HAPPY TO YOUR BLOOD..B U HAPPY WE HAPPY

    ReplyDelete
  13. અમે વાંચી શકીએ એના કરતાં વધુ ઝડપે તમે લખો છો, પ્રશાંત! તમારા બ્લોગની એક પણ પોસ્ટ ચૂકવાનું પોષાય એમ નથી. મારા કુટુંબમાં બધા આ બ્લૉગ વાંચે છે. એકસોમી પોસ્ટ બદલ અભિનંદન અને આગળ લખવા માટે શુભેચ્છાઓ.

    ReplyDelete
  14. Keep it up Dear we really like and feel your writing by heart .

    ReplyDelete
  15. Earlier I told you that A Pen is mightier than the sword but when a Pen is Independently comes on reporter it becomes more difficult to make it mightier than sword

    ReplyDelete
  16. Earlier I told you that A Pen is mightier than the sword but when a Pen is Independently comes on reporter it becomes more difficult to make it mightier than sword

    ReplyDelete
  17. Good 1 ... Dada go ahead ...nice performance with social media

    ReplyDelete
  18. પત્રકાર કેવો હોવો જોઈએ તે પ્રશ્ન જ્યારે પત્રકારત્વ ભણતા હતા ત્યારે સતત મનમાં ઘૂંટાયા કરતો. તે પછી વિચરતી જાતિઓ સાથે કામ કરવાનું શરૃ કર્યું અને પત્રકારોને જુદા પ્રકારે મળવાનું થયું. સંવદેના વાળા પત્રકાર થવું સૌથી અઘરુ પણ સમાજ પ્રત્યેની નિસ્બતને ધ્યાનમાં રાખીને સૌ સંવેદનાવાળા બને એવું હમેશાં ઈચ્છતી. તમે સંવદેનાવાળા છો એટલે જ તમે જેના વિષે લખો તે વ્યક્તિ કે ઘટના માત્ર લખીને ભૂલાઈ નથી જતી તેની ચિંતા પણ થાય છે અને જરૃર પડે લખવાનું બાજુમાં મૂકી તમે એક્ટમાં પણ આવો છો. તમે જે લખો છે તે મજાનું અને સાથે સાથે સાચુ છે.. તમે જેવું લખો છો, જેવા છો તેવા જ વ્યક્ત થાવ છો બધા જ આ રીતે વ્યક્ત થાય તો ફોર્થ પીલર ગણાતું પત્રકારત્વ ખરેખર ઊજળું અને પવિત્ર થઈ જાય..

    ReplyDelete
  19. Dada please keep continue it its give inspiration for most of the people and especially those who are not in India.......

    ReplyDelete
  20. Dada please keep continue it its give inspiration for most of the people and especially those who are not in India.......

    ReplyDelete