Thursday, September 1, 2016

નરેન્દ્ર મોદી સોનલના મનની પીડા સમજયા

 બે દિવસ પહેલા વાડીયાથી દેહવિક્રયના ધંધામાંથી ભાગી અમદાવાદ આવેલી  સોનલે પોતાની વ્યથા એક ખુલ્લા પત્ર દ્વારા નરેન્દ્ર મોદીને જણાવી મદદ માંગી હતી. બુધવારે બપોરે સોનલ ગાંધીનગર પહોંચી, તેણે વાડીયા પછી પહેલી વખત બહાર પગ મુકયો હતો, સોનલ સાથે મીત્તલ પટેલ હતી, જે છેલ્લાં એક દસકાથી વાડીયામાં પોતાની સંસ્થા દ્વારા કામ કરી રહી છે. રાજયના મંત્રી નાનુભાઈ વાનાણીને મળી વાડીયામાં ખરેખર શુ ચાલી રહ્યુ અને તેની સ્થિતિથી વાનાણીને માહિતગાર કર્યા, તે ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળવા માગતી હતી, પણ તેઓ ત્યાં હાજર ન્હોતા, પણ બુધવારની રાતે વડાપ્રધાન કાર્યાલયથી ગુજરાત સરકારને ફોન આવ્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનલના પ્રશ્ને તેમજ વાડીયાના પ્રશ્ને જ પણ થઈ શકે તેની કાર્યવાહી કરવાની સુચના આપી હતી.

ગૂરૂવારની સવારે મીત્તલ પટેલ ફરી વખત સચિવાલય પહોંચ્યા, ત્યારે મંત્રી નાનુભાઈ વાનાણીએ સમાચાર આપ્યા કે ગૃહવિભાગને વડાપ્રધાન કાર્યાલયથી ફોન આવી ગયો છે. ત્યાર બાદ પ્રદિપસિંહ જાડેજા પણ મળ્યા, જાડેજાએ મીત્તલ પટેલની રજુઆત સાંભળી અને આપીચોક્કસ તે દિશામાં કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી  , તે દરમિયાન મારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત સચિવ શૈલેષભાઈ સાથે વાત થઈ, તેમણે કહ્યુ મુખ્યમંત્રી સમગ્ર બાબતથી વાકેફ છે. તેમના ટેબલ ઉપર સોનલનો પત્ર પહોંચી ગયો છે અને તેમણે રાતે જ સંબંધીત અધિકારીઓને જરૂરી સુચના પણ આપી છે. આ આ મામલે બધા જ સંવેદનશીલ હોવાનું તેમણે જણાવ્યુ હતું.

એક તરફ સ્થાનિક કક્ષાએથી નિરાશા સાંપડી રહી હતી, જયારે સોનલને પોલીસ રક્ષણ મળવુ જોઈએ તેવો પ્રયાસ થયો ત્યારે પોલીસને પણ સોનલને રક્ષણ આપવામાં કોઈ રસ ન્હોતો, પણ બીજી તરફ નરેન્દ્ર મોદી સહિત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કઈ પણ કહ્યા વગર તે દિશામાં પગલા ઉપડયા ત્યારે માત્ર સોનલનું જ નહીં વાડીયાની અનેક સોનલો માટે આશા જન્મી છે.હું ખુશ હતો, કારણ અંધકારમાં એક આશાનું કિરણ જોવા મળ્યુ, સચિવાલયની બહાર નિકળતા જ મને મીત્તલે ફોન કરી નરેન્દ્ર મોદી આખા મામલે હસ્તક્ષેપ કર્યો હોવાની જાણકારી આપી, તેમની ખુશીનો પાર ન્હોતા, તેમણે તરત બીજો ફોન લક્ષ્મી પટેલને કર્યો. થોડીવારમાં મીત્તલ અને લક્ષ્મી મને મળવા આવ્યા, છેલ્લાં કેટલાય દિવસનો ભાર ઉતરી ગયો હોય તેવુ લાગી રહ્યુ હતું.

હજી કામ ઘણુ કરવાનું અને કામની યાદી લાંબી છે. છતાં સોનલની સાથે અમને પણ સુરક્ષાનો અહેસાસ થઈ રહ્યો હતો. જયારે મેં સોનલ વતી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો ત્યારે મારા કેટલાંક મીત્રો માની રહ્યા હતા, કે મારી સાથેના વાંધાને કારણે નરેન્દ્ર આ બાબતે કોઈ પ્રતિભાવ આપશે નહીં, પણ મને ખાતરી હતી કે નરેન્દ્ર મોદીને મારી સામે એક હજાર વાંધાઓ હોય તો પણ તેમને સોનલ સામે કોઈ વાંધો નથી, દેશના વડાપ્રધાન તરીકે તેઓ સોનલને જરૂર મદદ મોકલશે અને તેમણે તે કરી,અમદાવાદ આવ્યા પછી પોતાનો ચહેરો સતત લોકોથી અજાણ્યા રહે તે માટે સોનલ મોંઢા ઉપર દુપટ્ટે બાંધી રાખતી હતી, તેણે નરેન્દ્ર મોદી તેની ચીંતા કરશે તેવા સમાચાર મળતા તેણે દુપટ્ટો છોડી નાખ્યો અને કહ્યુ હવે મારે કોઈનાથી ડરવાની જરૂર નથી.

30 comments:

  1. koi kaheshe k kalam ma takat jarur hoy 6, pan hu kahish k aato mara dada ni takat 6.....miss u dada

    ReplyDelete
  2. Gr8.....sir ji.....badha mitro ni mehnat jarur rang lavshe....best compliments from us.....

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. Abhinandan. Tamne, Mittal and sauthi vadhare Sonal ne. Aa saathe adarniyata no sambandh chalu raheshe and tenu logic pan samjayu.

    ReplyDelete
  5. Sonal ane tena jevi biji dikario and matao mate Mittal kam kare chhe te janu chhu. Ghana sannishth prayaso karya chhe Mittal and temni team dwara. Asha chhe aap jeva vyaktino saath temne antim dhyey, snman ni jindagi, sudhi pahochadshe.

    ReplyDelete
  6. धन्यवाद, कर्मशील पत्रकार Prashant Dayalजी.

    ReplyDelete
  7. Satya kadvuhoyche vandho Dayal ni stori samehoy pahela te jobkartohato have swatantra che dharete lakhisake lakhvama mastari to chej atmavisvas ne salam 👍

    ReplyDelete
  8. Vah sirji sonal sathe vadiya ni any sonal ni kharekhar duva madse aapne
    "એક નવો ઇતિહાસ બનવા તરફ વાડિયા"

    ReplyDelete
  9. Prashantbhai apna confident nu results aviyu bus Aaj rite agad vadhta raho ame sau mitro kayam tamari sathe j chiye 👍👍👍

    ReplyDelete
  10. Prashantbhai apna confident nu results aviyu bus Aaj rite agad vadhta raho ame sau mitro kayam tamari sathe j chiye 👍👍👍

    ReplyDelete
  11. પ્રિય પ્રશાંતભાઈ તમારી નિસ્બતને સલામ. તમે પત્રકાર તરીકે નહીં પણ સમાજના એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે સોનલને મદદરૃપ થયા. આમ તો સમાજના સૌની નિસ્બત આ પ્રકારના મુદ્દે ઊભી થાય તો આવા કિસ્સાઓ બનાવા જ નહી તે ચોક્કસ.. આવા પ્રકારના મુદ્દાને લઈને કોઈ કામ કરે ત્યારે ક્યારેક એકલા હોવાનો અહેસાસ થાય પણ આજે આપની સંવેદના થકી હજારો લોકો સોનલ સાથે છે. જે હું જોઈ શકુ છુ. સોનલ પર સાવ અજાણ્યા લોકો કેટલું હેત વર્ષાવે છે તે આનંદનો વિષય છે. હા સરકાર મદદરૃપ થાય તો વાડિયા, ડીસા અને પાલનપુરમાં રહેતી કંઈ કેટલીયે સોનલો નર્કાગારમાં જતી બચે જો કે હજુ પણ એને ઉગારવાની જ છે. તમે આ કામ પુરી લાગણીથી કર્યું, લખ્યું અને તેની અસર થઈ.. સોનલ કહે છે તમે સૌ મારી મા કરતા પણ અધિક છો હવે મારે નર્કમાં નથી જવું. આપણે સોનલનો નવો પરિવાર છીએ. એનો પરિવાર પણ તેને સમજે એમ કરીશું જ. ખુબ ખુબ પ્રેમ...

    ReplyDelete
  12. Congrats, Some day before you have replied about yellow journalism, but I think this is ur real reply for that issue. Like you people strengthen the forth piller of democracy. You have show how one dedicated journalist can serve the society.Really hats off dear for you.

    ReplyDelete
  13. Congrats, Some day before you have replied about yellow journalism, but I think this is ur real reply for that issue. Like you people strengthen the forth piller of democracy. You have show how one dedicated journalist can serve the society.Really hats off dear for you.

    ReplyDelete
  14. સાહેબ, આપે એટલુ અદભુત કામ કરીયુ છે કે હવે સમાજે પણ પોતાના બાળકોને પ્રોસટીટ્યુટ નો અથઁ સમજાવવા ની જરૂર જ નહી પડે. Direct Dil se salute to you Sir.

    ReplyDelete
  15. As mentioned earlier by me that administration will definitely compelled to take drastic legal action and now that is taking place

    ReplyDelete
  16. As mentioned earlier by me that administration will definitely compelled to take drastic legal action and now that is taking place

    ReplyDelete
  17. Appreciate your work and of Mr prime minister also.

    ReplyDelete
  18. Sir,credit goes to you only!!!!!

    Hats off to you!!!!

    ReplyDelete
  19. prashant sir, aap ni kalamrupi mehnat rang lavi . khub khub abhinandan. subh karya ni tamari saruat aaje vatvruksh bani gayo. dil thi salam.

    ReplyDelete
  20. દાદા, લાખ લાખ સલામ

    ReplyDelete
  21. દાદા, લાખ લાખ સલામ

    ReplyDelete
  22. Very good great dear keep it up Bhai

    ReplyDelete
  23. PUNYA NU KAAM KARYU CHHE.BHAGWAN TAMARU SARU KARSHE.
    KETAY NA AASHIRVAD MALSHE.

    ReplyDelete
  24. PUNYA NU KAAM KARYU CHHE.BHAGWAN TAMARU SARU KARSHE.
    KETAY NA AASHIRVAD MALSHE.

    ReplyDelete