Sunday, October 2, 2016

તેની આંખો કહેતી હતી તમે મારા છો તેનું મને ગૌરવ છે.

નવજીવન ટ્રસ્ટ અને સાબરમતી સેન્ટ્રલ જેલના સંયુકત ઉપક્રમે ગાંધી જયંતિ નિમિત્તે એક અલગ જ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. સામાન્ય રીતે ગાંધી સાહિત્યના પુસ્તકનું ગાંધી વિચાર ધારામાં  માનનારી કોઈ વ્યકિતના હાથે વિમોચન થાય છે, પણ પહેલી વખત તેવો નિર્ણય લેવામાં આવ્યો કે સાબરમતી સેેન્ટ્રલ જેલના કેદીઓ નવજીવન ટ્રસ્ટ ખાતે આવી પુસ્તકનું વિમોચન કરે, સાથે એવો પણ નક્કી થયુ કે જેલમાં રોજ કેદીઓ બાપુના પ્રિય ભજનો ગાય છે, પણ 2 ઓકટોબર હોવાને કારણે કેદીઓ પોતાના સાથીઓ સાથે નવજીવન ખાતે આવી ભજન કરે.
અગાઉથી જેલ સુપ્રીટેન્ડન્ટ સુનીલ જોશી સાથે બધુ નક્કી થઈ ગયુ હતું, કેદીઓ અને તેમને લઈ આવનાર પોલીસ જવાનો કાર્યક્રમના બે કલાક પહેલા એટલે કે સવારે નવ વાગે નવજીવન ટ્રસ્ટ ખાતે આવી ગયા હતા, કેદીઓ કર્મ કાફેમાં બેઠા હતા ત્યારે એક મહિલા ત્યાં આવી.. મારા માટે તે અપરિચીત હતી.. કારણ કાર્યક્રમને હજી બે કલાકની વાર હતી, તેણે ત્યાં બેઠેલા કેદીઓ સામે નજર કરી પોતાના પરિચીત ચહેરાને શોધ્યો, અને તે ચહેરો નજરે પડતા તેના ચહેરા ઉપર એક અલગ જ પ્રકારની ચમક આવી, તે આગળ વધી એટલે મેં મારી બાજુમાં બેઠેલા કેદી સામે જોયુ, તે મારો પ્રશ્ન સમજી ગયો, તેણે કહ્યુ તે નરેન્દ્રસિંહની પત્ની છે.

કેદી નરેન્દ્રસિંહ લાંબા સમયથી સેન્ટ્રલ જેલમાં છે, તે સારો ચિત્રકાર પણ છે, તેના ચિત્રો પણ નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં લાગેલા છે. તે સારો ભજનકાર પણ છે. તેની પત્નીએ અખબારમાં વાંચ્યુ હતું કે આજે નવજીવન ટ્રસ્ટમાં કેદીઓ ભજન કરવાના છે, તેને ખબર હતી કે તેનો પતિ ત્યાં જરૂર આવશે માટે જ તે પોતાના ગામથી અહિયા સુધી આવી હતી. તે નરેન્દ્રસિંહ સામે જઈ ઉભી રહી. તેણે પોતાના પતિની આંખોમાં જોયુ, તેનો પતિ જેલમાં આવ્યો હશે ત્યારે તેને બહુ ખરાબ લાગ્યુ હશે, પણ આજે તેના પતિના ચિત્રોનું પ્રદર્શન ચાલી રહ્યુ હતું, આજે તેના પતિને સાંભળવા માટે અનેક લોકો આવવાના હતા.

આજુબાજુ કેદીઓ અને પોલીસની હાજરી વચ્ચે પણ તે ધ્યાનથી નરેન્દ્રસિંહને જોતી રહી, તેણે પોતાના પતિને પગથી માથા સુધી જોયો, તેની આંખો જાણે કહી રહી હતી, તમે મારા છો તેનું મને ગૌરવ છે. પહેલી વખત કદાચ આ સ્ત્રીને પોતાના પતિને પ્રેમ કરવાનું મન થયુ હોય તેવો ભાવ તેના ચહેરા ઉપર હતો, નરેન્દ્રસિંહ તરત ત્યાંથી ખસી ગયો , તે કર્મ કાફેના કાઉન્ટર ઉપર જઈ પોતાની પત્ની માટે ચ્હા અને નાસ્તો લઈ આવ્યો, બંન્ને એક ટેબલ ઉપર સાથે બેઠા, પણ તે નાસ્તો લેવા પુરતુ જ ડીશ સામે જોતી, પછી તરત તેની નજર પોતાના પતિના ચહેરા ઉપર જતી રહેતી હતી.

જે હોલમાં  કાર્યક્રમ હતો ત્યાં એક બીજી મહિલા આવી તેણે પોતાનો આખો ચહેરો ઢંકાઈ જાય એટલુ માથે ઓઢયુ હતું, તેના હાથમાં એકાદ બે વર્ષનું નાનું બાળક હતું, તે બહુ દુરથી કોઈ ગામડામાંથી આવતી હોય તેવુ લાગતુ હતું, આટલા બધા લોકો અને માહોલ જોઈ જાણે તે ડરી અને સંકોચાઈ ગઈ હોય તેવુ લાગતુ હતું, તરત જ એક કેદી પેલી સ્ત્રીને જોતા તેના પગમાં સંચાર થયો, તે આગળ વધ્યો અને તેણે પોતાના બાળકને વ્હાલથી તેડી લઈ તેના ગાલને ચુમી લીધા, તે કેદીના ચહેરા ઉપર અચાનક આવી પહોંચેલી પોતાની પત્ની અને બાળક જઈ  જાણે ઈશ્વરે દર્શન આપ્યો હોય તેવો આનંદ હતો.

એક આધેડ દંપત્તી પણ ત્યાં આવ્યુ તે કેદી મનિષ પરમારના માતા-પિતા હતા, કાર્યક્રમની વાર હતી એટલે તેઓ સીધા સત્ય આર્ટ ગેલેરીમાં પહોંચ્યા તે ચીત્ર જોઈ રહ્યા હતા, મનિષ પરમારનું ચીત્ર આવે એટલે તરત તેની માતા પોતાના પતિ સામે જોતી જાણે તે કહેતી હોય ભલે મારો દિકરો જેલમાં છે પણ સારો ચીત્રકાર છે નઈ.. મને આખા કાર્યક્રમ દરમિયાન આવી નાની નાની ઘટનાઓ સ્પર્શી ગઈ હતી. કેદીઓ જયારે વૈષ્ણવજન તો તેને કહી રે ગાઈ રહ્યા હતા, ત્યારે એક પળ તો હું ભુલી ગયો હતો કયાં બેઠો છુ, મહિલા કેદી રમીલાએ જયારે ગાંધીને ઠાર માર્યા તે સંદર્ભમાં એક ભજન ગાયુ ત્યારે હ્રદય ભારે થઈ ગયુ હતું.

કાર્યક્રમ પુરો થઈ ગયા પછી જયારે જેલ અધિકારીઓ અને કેદીઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે દરેકના ચહેરા ઉપર કઈક સારૂ થયુ , આવુ રોજ સારૂ થતુ રહે તો કેવુ સારૂ તેવો ભાવ હું વાંચી શકતો હતો. કેદી નરેન્દ્રસિંહ મારી પાસે આવ્યો તેણે મારો હાથ પકડતા કહ્યુ ખુબ સારૂ લાગ્યુ.. હું તમને મળતો રહીશ, મારી સજા પુરી થશે પછી હું તમારી સાથે જ કામ કરીશ, તેની આંખમાં આંસુ આવી ગયા,  તેણે મારો પકડેલો હાથ મેં  છોડવ્યો કારણ હું મારી આંખના આંસુ તેને બતાડવા માંગતો ન્હોતો.

18 comments:

 1. YES BROTHER, This is your standard and level... you are under estimated and wrongly judge by people around you... i have felt it before 2 decades. you are more than 24 karate gold.

  ReplyDelete
 2. Prashantbhai when i see to days program its really good and only u are manage that kind programs its very very good and i salute for u and all nava jivan team its so nice thanks for invite for us thanks again

  ReplyDelete
 3. Prashantbhai when i see to days program its really good and only u are manage that kind programs its very very good and i salute for u and all nava jivan team its so nice thanks for invite for us thanks again

  ReplyDelete
 4. એક નવો જ પ્રયોગ કર્યો છે,ભાઈ ગાંધીજીને વાંચવા કરતાં તેમના વિચારોને અમલમાં મૂકવાનો પ્રયાસ ખરેખર સરાહનીય છે.અભિનંદન.

  ReplyDelete
 5. એક નવો જ પ્રયોગ કર્યો છે,ભાઈ ગાંધીજીને વાંચવા કરતાં તેમના વિચારોને અમલમાં મૂકવાનો પ્રયાસ ખરેખર સરાહનીય છે.અભિનંદન.

  ReplyDelete
 6. आप महान है सर

  ReplyDelete
 7. Human touch article...!! Good prasantbhai

  ReplyDelete
 8. Human touch article...!! Good prasantbhai

  ReplyDelete
 9. Human touch story dada
  good dada
  jail ma pan manas j rehta hoy che pan samay sanjoge temne jail ma lai aave che
  narendrasinh ne hu malyo hato temni aankho ma mane satya dekhayu hatu
  temne mane ek kavita kidhi hati

  teni pankti
  duniya nu sauthi motu aashrya shu ?
  Hu... etle j vina karan hu jail ma chu

  ReplyDelete
 10. The unique concept has given opportunity to prisoners to express their ability

  ReplyDelete
 11. The unique concept has given opportunity to prisoners to express their ability

  ReplyDelete
 12. વાંચીને અને વાત કરીને મનમાં બહુ ઊંડો આનંદ થયો. તમને સૌને અભિનંદન અને જેલના અધિકારીઓને પણ આવી પહેલમાં સહકાર આપવા બદલ અભિનંદન. સરકારી તંત્રમાં રહીને માણસાઇ ટકાવી રાખવાનું અઘરું હોય છે.

  ReplyDelete
 13. ગાંધીજીના 'નવજીવન'માં આવું નવસર્જન ન થાય તો જ નવાઈ. Keep it up.

  ReplyDelete
 14. Wonderful touching experiment and probably a very successful experiment. I appreciate whole-heartedly.

  ReplyDelete
 15. ફેસબુક ની ઇવેન્ટ પેજ પર ગોઈંગ ના બટન પાર ક્લિક કર્યું પણ શહેરથી બહાર જવાનું થયું હોવાથી આવી ના શકાયું.તમારો લેખ વાંચીને લાગ્યું કે કદાચ હું પણ આ ઘટનાનો સાક્ષી બની શક્યો હોત. દાદા તમારી લખાણ શૈલી જ એવી છેને કે જયારે વાંચીએ ત્યારે તમામ ઘટનાઓ સામે દેખાય.

  ReplyDelete