Tuesday, October 11, 2016

પુરૂષને મન સ્ત્રીની પવિત્રતા એટલે માત્ર સ્ત્રીનું શરીર

દશેરાની સવારે અખબારમાં પાના ફરેવી રહ્યો હતો ત્યારે એક સમાચાર ઉપર મારી નજર અટકી, સાત મહિનાનો ગર્ભ ધરાવતી મહિલાના પતિને શંકા હતા કે તેની પત્નીના ગર્ભમાં રહેલુ સંતાન તેનું નથી અને તેણે શંકાના આધારે પોતાની પત્નીની હત્યા કરી નાખી. આપણે દશેરાનો ઉત્સવ માટે ઉજવીએ છીએ કે રામે રાવણ ઉપર વિજય મેળવ્યો હતો. પણ રામ અને સીતામાં મને કયારેય રામ પ્રભાવી પાત્ર લાગ્યુ નથી, તેવી જ રીતે રામ અને રાવણને તુલના કરવામાં આવે તો કદાચ રાવણને એક ગુણ આપી દઈએ તો રામ ભકતોએ નારાજ થવાની પણ જરૂર નથી.

અમદાવાદના કોઈ એક ખુણામાં પત્નીના ગર્ભમાં રહેલુ બાળક કોનું તેની શંકાને કારણે પત્ની હત્યા કરતો એક પતિ અને રાજા રામની માનસીકતામાં મને કોઈ તફાવત લાગતો નથી. પુરૂષ આખરે પુરૂષ જ હોય છે. તેને મન તેની  પત્નીની પવિત્રતા  શરીરથી શરૂ થાય છે અને ત્યાં જ અંત આવે છે. રામ અને સીતા બંન્નેનો વ્યવહાર જોઈએ તો જયારે રામને વનવાસ મળ્યો ત્યારે સીતાએ રામ સાથે વનવાસ જવાની જરૂર ન્હોતી, છતાં પોતાના પતિના સુખમાં ભાગીદારી કરનાર સીતાએ દુખમાં પણ સરખો હિસ્સો લેવાનું પસંદ કરી રામ સાથે વનવાસ જવાનું પસંદ કર્યુ હતું.

સીતા માટે રામ જ સર્વસ્વ હતા, જયારે રાવણે સીતાનું અપહરણ કર્યુ ત્યારે પણ સીતા રામને ઝંખતી હતી, રાવણ પણ સીતાનું અપહરણ કર્યા બાદ સીતાને પોતાના મહેલમાં લઈ શકયો હોત પણ રાવણની પણ મહાનતા હતી કે તે સીતાને પોતાના મહેલને બદલે અશોકવાટીકામાં લઈ ગયો હતો અને અશોકવાટીકામાં સીતા એકલી જ હતી. મેં જયાં સુધી રામાયણને સમજયુ છે ત્યાં સુધી રામાયણમાં કયાં રાવણને સીતા સાથે કોઈ અધટીત વ્યવહાર કર્યો હોવાનું મારા ધ્યાનમાં નથી. આમ રાવણને રામ સાથે અનેક વાંધો હોવા છતાં તેણે સીતાનો માન-મરતબો અને અને સ્ત્રીત્વને અકબંધ રાખ્યુ હતું.

આમ છતાં રાજા રામને એક ધોબીએ સીતાની પવિત્રતા અંગે કરેલી ટીકા બાદ સીતાની પવિત્રતા સાબીત કરવાની ફરજ પાડી હતી. રામ તો રાજા હતા રામ તો ભગવાન હતા, તેમને સીતાની પવિત્રતા અંગે કોઈ શંકા કરવાનું કારણ ન્હોતુ, છતાં સીતાએ અગ્ની પરિક્ષા આપવી પડી હતી, કારણ રામ પણ મયાર્દા પુરૂષોત્તમ હોવા છતાં આખરે તો એક પુરૂષ હતા. રામને ખબર હતી કે સીતા તેમને જ પ્રેમ કરે છે, રાવણે સીતાનું અપહરણ કર્યુ હતું તો પછી સીતાનું અપહરણ પછી સીતાએ  શા માટે પરિક્ષા આપવી જોઈએ , છતાં  સીતાએ પરિક્ષા આપવી પડી હતી.

 પોતાની પત્ની અથવા ગમતી સ્ત્રીની અન્ય કોઈ પુરૂષ સાથે સંબંધ હોય એટલે તે માત્ર શારિરીક જ હશે તેવુ મોટા ભાગના તમામ પુરૂષો એકક્ષણનો વિચાર કર્યા વગર માની જ લેતા હોય છે. એટલે સ્ત્રી પોતે પવિત્ર છે તે સાબીત કરવા માટે અન્ય કોઈ સાથે સુઈ ગઈ નથી તેની સાબીતી જ આપવી પડે છે.સ્ત્રી અન્ય કોઈને પ્રેમ કરતી હોય તો વાંધો નથી, પણ તે પ્રેમની ખબર પડે તો સૌથી પહેલા તે અન્ય કોઈ સાથે સુઈ તો ગઈ નથી તે પ્રશ્નથી જ વાતની શરૂઆત થાય છે. આમ સ્ત્રી પવિત્રાનો માપદંડ તેનું શરીર જ હોય છે.

આમ સ્ત્રીની પવિત્રતાનો એક માત્ર આધાર એટલે તેનું શરીર જ હોય છે. વર્ષો સુધી એક જ પથારીમં સુઈ જનાર પતિને કયારેય તેવો વિચાર આવતો નથી કે કદાચ તે માત્ર એક સ્ત્રીના શરિર સાથે જ સુતો હોય છે બની શકે કે તેની સાથે જે સ્ત્રી હોય છે તે તેની કયારેય થઈ જ ન્હોતી. છતાં સ્ત્રીની શરીર પુરૂષ માટે મહત્વનું હોય છે, તેનું સ્ત્રીનું મન અન્ય કોઈની સાથે હોય તો પુરૂષને આખી જીંદગી ખબર પડતી નથી અને તેની સામે તેને વાંધો પણ હોતો નથી.

રામ -સીતા અને રાવણ આ ત્રણે પાત્રોને એક કતારમાં ઉભા રાખો તો સીતા અને રાવણની સામે રામનું કદ નાનું થઈ જાય છે. રાવણ સીતાનું અપહરણ કર્યુ પણ તે સીતાને ભોગવવા માગતો ન્હોતો,. તેને ખબર હતી કે રામ ભગવાન સ્વરૂપ છે અને તે રામના હાથે મૃત્યુને પસંદ કરવા માગતો હતો, રામ તેને હણે તે માટે સીતાનું હરણ કર્યુ, પણ સીતાને સ્પર્શ સુધ્ધા કર્યો નથી, જયારે સીતા રામ સાથે વનવાસ પસંદ કર્યો, જીંદગીનો એક મોટો હિસ્સો રામ સાથે પસાર કર્યો તો પણ રામના મનમાં ઉદ્દભવેલી એક શંકાનું સમાધાન કરવા માટે તેણે પરિક્ષા આપવાની હિમંત બતાડી. હતી.

સ્ત્રીનો પ્રેમ અને સ્ત્રીની પવિત્રતા તેના શરિરની આસપાસ ફરતા શબ્દો છે,તે પ્રેમ અને પવિત્રતા માટે કાયમ પરિક્ષાર્થી જ હોય છે

15 comments:

  1. Very intresting... a touch of feminist flavour... tho i feel the point is...She shd refuse to give. The moment her partner doubts her so badly.. she shd have confidence to leave him.
    And if she has to give exams.. she shd demand exams too
    A lady needs to learn to say no and stick to it...if her dignity is at stake.. and dignity is NOT virginity.. it is a sense of identity that she chooses for herself

    ReplyDelete
  2. Very intresting... a touch of feminist flavour... tho i feel the point is...She shd refuse to give. The moment her partner doubts her so badly.. she shd have confidence to leave him.
    And if she has to give exams.. she shd demand exams too
    A lady needs to learn to say no and stick to it...if her dignity is at stake.. and dignity is NOT virginity.. it is a sense of identity that she chooses for herself

    ReplyDelete
  3. Saheb Ravan e shu kaam sitaa ne ashok vatika ma rakhyaa hata enu karan mari pase che....

    મને જેટલું નોલેજ છે એ અહિયાં મુકું છું રાવણ વિષે જેમાં કોઈને કઈ ભૂલ લાગે તો સુધારો કરાવશો જેથી સાચી માહિતીની ખબર પડે.

    પહેલો શ્રાપ :- જ્યારે રાવણ વિશ્વવિજેતા બનવા માટે યુદ્ધ દરમિયાન સ્વર્ગલોકમાં ગયો હતો ત્યાં તેણે રંભા નામની અપ્સરા જોઈ હતી અને ભાઈની વાસના જાગી ઉઠી હતી અને ત્યારે રંભાએ એને રીક્વેસ્ટ પણ કરેલી કે હું તમારા મોટાભાઈ કુબેરના દીકરા નળકુબેરની સેવામાં જઈ રહી છું અને તેથી હું તમારી પુત્રવધુ સમાન ગણાઉં ત્યારે રાવણભાઈ માન્યા નહોતા અને જબરદસ્તી સંભોગ કર્યો જેના કારણે નળકુબેર ગુસ્સે થયા અને રાવણને શ્રાપ આપ્યો હતો કે આજ પછી કોઈ સ્ત્રીની મરજી વિરુદ્ધ તું એની જોડે સંભોગ કરવાની કે સ્પર્શ કરવાની કોશિશ કરશે તો તારા માથાના ૧૦૦ ટુકડા થઇ જશે.

    હવે આ ખ્યાલ મુજબ જ્યારે રાવણ સીતાનું અપહરણ કરવા ગયો ત્યારે જ તે બળીને ભસ્મ થઇ જવો જોઈતો હતો પરંતુ સીતાએ લક્ષમણરેખા ઓળંગી હતી જેના કારણે તે પણ એક પ્રકારે સીતાની શક્તિ પણ વિનાશ પામી હતી જેના કારણે રાવણને એના શ્રાપની અસર નહોતી થઇ. (લક્ષ્મણરેખા ઓળંગવાનો અર્થ ઘણો મોટો થાય છે જેને વધારે જાણવાની ઈચ્છા થાય તેઓ યુટ્યુબ પર મોરારીબાપુની કથાનો ભાગ સાંભળી લે જેથી બધી વાત ક્લીયર થઇ જશે કે શું કામ રાવણ ત્યારે ભસ્મ નાં થયો.)

    હવે આ શ્રાપના કારણે જ રાવણ સીતાને પોતાના મહેલમાં રાખી શક્યો નહોતો અને અશોકવાટિકામાં રાખવા પડ્યા હતા. રાવણએ ઘણાય પ્રયત્નો પણ કરેલા છે સીતાને પોતાની જોડે લગ્ન કરી લેવા માટે પરંતુ સીતાએ કોઈ દિવસ એની સામે નજર સુદ્ધા નથી કરી એના કારણે રાવણ પોતાના શ્રાપના કારણે ચુપચાપ હતો... નહિ કે એ સંયમી હતો.. એ શ્રાપ મળ્યા પહેલા રાવણએ અઢળક સ્ત્રીઓ સાથે બળાત્કાર પણ કરેલા છે અને અપહરણ પણ કરેલા છે.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. Before throwing any allegation upon female amen never think that after marriage the coming patner is taking place of mother and sister.If he thinks in that way he never through such allegation

    ReplyDelete