Friday, November 4, 2016

ભોપાલના નકલી એન્કાઉટર ઉપર કેમ કઈ લખતા નથી...

તાજેતરમાં મધ્યપ્રદેશના ભોપાલની જેલમાંથી એક પોલીસ કોન્ટેબલની હત્યા કરી ફરાર થયેલા આઠ સીમીના આતંકવાદીઓને પોલીસે ઠાર માર્યા હતા, જો કે જેલમાં પોલીસની હત્યા થઈ તે મામલે મને કોઈ શંકા કે પ્રશ્ન નથી, પણ બીજી તરફ પોલીસે કહેવાતા એન્કાઉન્ટર કર્યા તેની સામે મારા મનમાં પણ અનેક સવાલો હોવા છતાં મેં તેના ઉપર શુ લખુ તે વિચારમાં દિવસો કાઢી નાખ્યા, તે જ વખતે એક મીત્રનો મને ફોન આવ્યો ત્યારે તેમણે પણ મને વાતમાં વાતમં પુછી નાખ્યુ કે કેમ હજી સુધી ભોપાલ એન્કાઉન્ટર ઉપર કઈ લખ્યુ નથી.( અગાઉ શોરાબઉદ્દીનથી લઈ ઈશરત એન્કાઉન્ટર કેસમાં મને ક્રેડીટ-ડીસક્રેડીટ ખુબ મળી છે).મારા મનમાં આખી ઘટનાને લઈ એક દ્વંધ ચાલી રહ્યો હતો. જે પ્રકારના વિડીયો ફુટેઝ આવ્યા છે તે જોતા પોલીસે સીમીના શરણે આવી રહેલા આતંકવાદીઓને મારી નાખ્યા એટલે તે હત્યા જ છે તેમાં કોઈ શંકા નથી, જે મુદ્દે રાજકિયપક્ષો સહિત સંબંધીતોએ ખુબ હોબાળો પણ કર્યો છે.

મારા મનમાં તે દ્વંધ ચાલી રહ્યો તે હતો કે પોલીસે કાયદા હાથમાં લઈ જે દંડ આપવીન સત્તા આપણે કોર્ટોને આપી છે તે સત્તાનો તેમણે દુરઉપયોગ કર્યો, પણ જે પોલીસ કોન્સટેબલ મરી ગયો તે મુદ્દે આપણે શાંત છીએ. જે રાજકિયપક્ષો અને સંબંધીત લોકો સીમીના લોકો માટે બોલે છે, તેમણે કોન્સટેબલની હત્યા માટે પણ બોલવુ જ જોઈએ કારણ તે કોન્સટેબલ પણ કોઈનો પુત્ર-પિતા અને પતિ હતો. તેને પણ માનવ અધિકાર મળવો જોઈએ.આપણા જયારે માનવ અધિકારની વાત કરતા હોઈએ ત્યારે આપણે તમામ કોમ-વર્ગ અને ધર્મ માટે એક જ માનવ અધિકારની વાત કરવી જોઈએ પણ મને લાગે છે કયારેક આપણે માનવ અધિકારની વાત કરતા કરતા એક પાતળી ભેદરેખા ઓળંગી જઈએ છીએ.

સિનિયર પત્રકાર અરવિંદ બોસમીયા મારા સારા મીત્ર છે,. પણ તેઓ મારા લખાણના સારા ટીકાકાર પણ રહ્યા છે, તેમને જે લાગે તેવુ તડને ફડ સંભળાવી દેનાર છે, એટલે મોટા રાજકિય નેતાઓને  પણ તેમનાથી ડરતા મેં જોયા છે, મારા બ્લોગ પોસ્ટ ઉપર પણ તેઓ મારી ટીકા કરતા હોય છે, સામાન્ય રીતે હું મારી ટીકા હોય ત્યાં સુધી મારી ટીકાઓ પણ મારા બ્લોગ ઉપરથી દુર કરતો નથી, પણ દરેક વખતે મારી ટીકાને ધ્યાનથી વાંચી હું કયાંક ચુક તો નથી કરી રહ્યોને તે જરૂર જોઈ જઉ છુ. થોડા સમય પહેલા દલિત અંગે મેં લખેલી એક પોસ્ટ ઉપર પણ તેમણે ટીકા કરી હતી, તેનો મતલબ કઈક એવો હતો કે સામાજીક ન્યાયની વાત બકવાસ છે.સામાજીક ન્યાય કયારેય સમાજના હિતમાં હોતો નથી.

બે દિવસ પહેલા તેમને ફોન આવ્યો મેં તેમણે કરેલી ટીકા મને વિગતવાર સમજાવવા વિનંતી કરી, અને તેમને સાંભળી મને લાગ્યુ કે તેમની વાતમાં તથ્ય છે.અન્યાય કોઈને પણ થઈ શકે છે, પણ સામાજીકની ન્યાયની વાત આવે ત્યારે ધીરે ધીરે આપણે માનવા લાગીએ છીએ કે સામાજીક ન્યાયની વાત આવે ત્યારે આપણે ગરીબ-પછાત-દલિત અને મુસ્લીમની જ વાત કરવી જોઈએ, પણ દરેક વખતે માત્ર ગરીબ-પછાત-દલિત અને મુસ્લીમને જ અન્યાય છે તેવુ પણ હોતુ નથી, આપણે ન્યાયની વાત કરતા હોઈએ ત્યારે દરેક ભોગ બનનારની કરવી જોઈએ, પછી તે કયાં ધર્મ-જાતી અથવા પ્રદેશનો છે તેની નીસ્બત હોવી જોઈએ નહીં, બની શકે તે કોઈ પાકિસ્તાનના નાગરિકના અધિકાર માટે પણ આપણે બોલવુ પડે.

અન્યાય કેટલાંક સમુદાય અને જ્ઞાતિઓને જ મોટા પ્રમાણમાં થાય છે તેની ના નથી, છતાં બ્રાહ્મણ અને શ્રીમંતને પણ અન્યાય થતો હોય ત્યારે આપણે તેમના માટે પણ બોલતા સંકોચ થવો જોઈએ નહીં. રસ્તા ઉપર એક ગરીબ સાયકલ સવાર એકદમ આડો ફંટાય અને કાર સાથે અથડાય તો આપણે કાર વાળો શ્રીમંત હોવાને કારણે ગરીબ સાયકલવાળાનો પક્ષ લઈ કારવાળને ઝુડી નાખીએ છીએ બરાબર તેવી જ આ વાત છે. ભોપાલ કેસમાં હત્યા કરનાર પોલીસ સામે નિયમ પ્રમાણે કડક કાર્યવાહી થવી જોઈએ તેની ના નથી, પણ જે કોન્સટેબલની હત્યા થઈ તેની ચીંતા અને દરકારમાં પણ સીમીની તરફદારી કરતા સંગઠન અને પક્ષોએ કરવી જોઈએ , કારણ તો આપણને માનવ અધિકારની વાત કરવાનો અધિકાર છે તેવુ હું માનુ છુ

10 comments:

 1. सच मे हम कुछ भले ना करे लेकिन पूछने का आधिकार सब के पास है वो 8 दिखते है लेकिन जो जवान शहीद हुआ वो इन लोगों क्यो नही दिखता। 👍👍👍

  ReplyDelete
 2. सच मे हम कुछ भले ना करे लेकिन पूछने का आधिकार सब के पास है वो 8 दिखते है लेकिन जो जवान शहीद हुआ वो इन लोगों क्यो नही दिखता। 👍👍👍

  ReplyDelete
 3. અન એક્ષ્પેક્ટેડ બટ મેચ્યોર્ડ થોટ પ્રોસેસ .

  ReplyDelete
 4. સુઆયોજિત, સ્ટેટ દ્વારા અને સીસ્ટમના ભાગરૂપે થતા અન્યાયને હંમેશાં વધારે ગંભીર ગણવો જોઇએ અને તેને એકલદોકલ અન્યાયની સાથે સરખામણી કરીને બન્નેને સરખું વજન આપી શકાય નહીં.
  બીજી અગત્યની વાત. બીજા પ્રકારના અન્યાય સામે ધ્યાન દોરનારા લોકોને પહેલા પ્રકારના (સીસ્ટમના ભાગરૂપે થતા) અન્યાય સામે વધારે વાંધો પડવો જોઇએ. એવું ન થાય અને એ ફક્ત બીજા પ્રકારના અન્યાયની વાત માનવ અધિકારની વાતોને મોળી પાડવા કરતા હોય, ત્યારે આપણે એમનો સાચો હેતુ પણ તપાસવો પડે.

  ReplyDelete
 5. Mane Tamara pustak ma lakheli ek vaat yaad aavi gayi... ' k Nyay na bhoge vikash na chali levay'... ek police jawan ne mari nakhyo e etlu j neendniya chhe jetlu 8 loko nu enconter karvu

  ReplyDelete
 6. ભોપાલની ઘટનામાં મૃતક ‘સીમીના આતંકવાદી’? કોર્ટ ઠેરવે તે પહેલા જ?

  ReplyDelete
 7. #SelfAppointedWorkersActivists blackmail & extort citizens under the banner of #HumanRightOrganisation painted on number plate of costly four wheeler with black film-coated windows.No police authority or district magistrate is reported to have initiated criminal proceedings against any #HROActivist .

  ReplyDelete
 8. #SelfAppointedWorkersActivists blackmail & extort citizens under the banner of #HumanRightOrganisation painted on number plate of costly four wheeler with black film-coated windows.No police authority or district magistrate is reported to have initiated criminal proceedings against any #HROActivist .

  ReplyDelete
 9. Encounter is reaction of brutal murder of police man by terrorists

  ReplyDelete