Sunday, October 9, 2016

પુરૂષની બગડવાની ઉમંર કઈ..?

કયારેક મીત્રો સાથે પ્રમાણિક અધિકારીઓની વાત નિકળે ત્યારે ફલાણા અધિકારી પહેલા બહુ જ પ્રમાણિક હતા, હવે તો તેમની વાત જ ના કરશો તેવો સંવાદ અચુક થાય. પહેલા માણસ પ્રમાણિક હોય તો પછી અપ્રમાણિક કેવી રીતે થઈ ગયો તેવો મને અનેક વખત પ્રશ્ન થાય છે, મે મારા મનમાં કેટલાંક અધિકારીઓની યાદી બનાવી , જેમને હું છેલ્લાં ત્રણ દાયકાથી ઓળખુ છુ, તેઓ જયારે ભારતીય વહિટવટી સેવા અને ભારતીય પોલીસ સેવામાં આવ્યા ત્યારે અત્યંત પ્રમાણિક હતા, તેમની પ્રમાણિકતાના દાખલા આપવામાં આવતા હતા, લગભગ અઢી દાયકા સુધી તેમની પ્રમાણિકતામાંથી એક કાંગરો પણ ખર્યો નહીં, અને પછી તેમની પ્રમાણિકતાનો કિલ્લો ખરી પડયો અને તેની સામે અપ્રમાણિકતાની ભવ્ય મંજીલ ઉભી થઈ ગઈ.

મેં આવુ કેમ બન્યુ તે અંગે ખુબ વિચાર કર્યો, ત્યારે મને સમજાયુ કે મોટા ભાગના પ્રમાણિક અધિકારીઓની પ્રમાણિકતામાં પરિવર્તન આવ્યુ તે ઉમંર 45થી50 વર્ષ વચ્ચેની હતી, જીવનના બેથીઅઢી દાયકા તેઓ પ્રમાણિક રહેવા માટે પોતાની સાથે ખુબ લડયા હતા. કારણ આખરે પ્રમાણિક રહેવાની લડાઈ તો પોતાની સાથે જ લડવાની છે, કારણ કોઈ ખીસ્સામાં પરાણે પૈસા મુકી જતા નથી. જીવનના અઢી દાયકા સુધી તેઓ પોતાને અને પોતાના પરિવારને પ્રમાણિકતાનો પાઠ અને ફાયદા સમજવવા રહ્યા હતા, પણ જેમ જેમ પચાસી નજીક આવતી ગઈ તેમ તેમ પોતાની નિવૃત્તીનો નજીક દેખાવા લાગી હતી. બાળકો પણ મોટા થઈગયા ખર્ચ પણ વધી ગયો, બાળકોને શુ થશે તેની પણ ખબર ન્હોતી,. નિવૃત્તી બાદ સરકારી મકાન પણ ખાલી કરી દેવુ પડશે તેનો પણ ખ્યાલ આવી ગયો હતો, જેના કારણે મનમાં એક પ્રકારની અસલામતીની લાગણી ભરડો લેવા લાગે છે.

આખી જીંદગી પ્રમાણિક રહેનાર અધિકારીઓની ઉમંર પચાસ વર્ષની થવા આવે ત્યારે તેમની અંદર ઉભી થતી એક પ્રકારની અસલામતી મેં જોઈ છે, તેમને એવુ પણ સમજાવવા લાગે છે કે પ્રજા ભલે તેમને સલામ કરતી હોય પણ તે જે સીસ્ટમમાં કામ કરે છે તે સીસ્ટમ અત્યંત ખોખલી છે, કદાચ નિવૃત્તી બાદ તેમને કઈ જરૂર પડી તો સીસ્ટમ અને સીસ્ટમમાં બેઠેલા લોકો તેમને કોઈ મદદ કરી શકે તેવી સ્થિતિમાં નથી. જેમ જેમ નિવૃત્તી નજીક આવતી જાય તેમ તેમ અસલામતી વધુ તીવ્ર બનતી જતી હોય છે. ત્યારે એક તબક્કે થોડીક સલામતીનો અહેસાસ મેળવવા માટે અપ્રમાણિકતાનો રસ્તો ખુલી જતો હોય છે. પછી તેઓ વન ડે મેચ રમતા હોય તેમ ભ્રષ્ટાચારની બેટીંગ શરૂ કરી દેતા હોય છે. જેના પરિણાસ સ્વરૂપ આખી જીંદગી જેટલુ માન મેળવ્યુ તેના કરતા અનેક ગણી બદનામીનો કોથળો બાંધી લેતા હોય છે.

જો કે પછી તેમને બદનામીનો ડર અથવા સંકોચ લાગતો નથી કારણ જે પહેલાથી જ અપ્રમાણિક હતા, તેમને સમાજ અને સરકાર બંન્નેએ સ્વીકારી લીધા તો મને પણ સ્વીકારી જ લેશે તેની તેમને ખબર હોય છે. તેવી જ રીતે પચાસની ઉમંરે પણ માણસને પ્રેમ પણ થઈ જાય છે.આખી જીંદગી કામ અને કામ કરનાર પુરૂષ પોતાના અંગે કયારેક કઈ વિચારતો જ નથી, પહેલા મા-બાપને ગમતી જીવે છે, પછી પત્નીને પસંદ પડે તેવુ જીવે છે, પછી બાળકોની ચીંતા કરવા કરતો જીવે છે. અને તેને અચાનક યાદ આવે છે કે મને શુ ગમે છે તે અંગે તો કયારેક મેં વિચાર્યુ જ નહીં. આ એક નાજુક તબ્બકો હોય છે. તે પોતાની પત્નીને પ્રેમ કરતો હોય છે, તેની પત્ની તેને પ્રેમ કરતી હોય છે. તે પોતાના પરિવારને પણ પ્રેમ કરતો હોય છે.

છતાં તેને કોઈની સાથે પ્રેમ થઈ જાય છે. સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે કે પતિ-પત્ની વચ્ચે જગ્યા હોય તો જ ત્રીજી વ્યકિત તેમા પ્રવેશ કરે છે, પણ તે વાત સાથે હું સંમત્ત થતો નથી. પૈસા અને પ્રતિષ્ઠાની દોડમાં જીવનમાં કઈક ખુટી રહ્યો છે તેવો અહેસાસ થાય અને ત્યારે જ આંખ અને મનને ગમતુ કોઈ પાત્ર નજરમાં આવે તો તે વસી જાય છે. આ પણ લગભગ પચાસ વર્ષની આસપાસની ઉમંરે થવાની સંભાવના વધી જાય છે.જયારે પુરૂષને લાગે છે કે હું મારા માટે તો જીવવ્યો જ નહીં. અને જીવનની દિશા બદલાઈ જતી હોય છે. પ્રમાણિકતા અને પ્રેમની વાત હોય ત્યારે નૈતિકતાની વાત કરવાનો કોઈ અર્થ નથી કારણ આ બંન્ને બાબતો શ્વાસ લેવા જેટલી જ વ્યકિતગત બાબત છે.

પચાસની ઉમંરે પતિ અપ્રમાણિક થાય તો મેં પત્નીઓને વાંધો લેતા જોઈ નથી, પણ પતિ પ્રેમમાં પડે તો મહાભારતની શરૂઆત થતી મેં અનેક પરિવારમાં જોઈ છે.પચાસની ઉમંરે પ્રેમમાં પડેલો પુરૂષ ટીન એજરની જેમ પ્રેમ કરે ત્યાં સુધી તો વાંધો નથી , પણ પ્રેમમાં પડયા પછી તેનો વ્યવહાર પણ ટીનએજર જેવો થઈ જાય છે. ખાસ કરી મને કોઈની પડી નથી તેવા મુડમાં આવી જાય છે.મેં પચાસની ઉમંરે પ્રેમ કરતા સ્ત્રી પુરૂષોને જોયા છે,પણ  સ્ત્રી-પુરૂષોને પચાસની ઉમંરે પ્રેમ થાય ત્યારે બંન્ને તરફે મેચ્યોરીટી હોય તેવુ જોડુ મેં  ભાગ્યે જ જોયુ છે, મોટા ભાગના કિસ્સામાં પતિ અને પ્રેમીકામાં પુરૂષ ઉપર કોનો અધિકાર તે સાબીત કરવામાં જ પુરૂષ અડધો થઈ જતો હોય છે, પછી કયાં તેણે પ્રેમ કરવાની ભુલ કરી તેવો અહેસાસ પણ થાય છે. છતાં નૈતિકતા ખાતર પણ તે એક પણ સંબંધને તીલાંજલી આપી શકતો નથી.

આજે રવિવાર છે એટલે આ વિષય ઉપર લખ્યુ છે, એટલે મારા કોઈ મીત્રએ આખા વિષયને ગંભીરતાથી લીધા વગર( પચાસ વર્ષ થવા આવ્યા અથવા થઈ ગયા છે તેમણે પણ) માત્ર વિષયની મઝા લેવી ઝેરના પારખા કરવાની જરૂર નથી. તેમજ જેમના માથે નૈતિકતાનું ભુત સવાર છે તેમણે પણ વિષયને હાસ્ય લેખ તરીકે જોવો નહીંતર મારૂ આવી બનશે........

15 comments:

  1. Dada tame pan 50 e pahochya cho mane kaik shanka thava lagii che aa prem ni umar joi ne

    ReplyDelete
  2. Deepak bhai ni vat thi hu sahmat chu dada shu vat cha? Sarasa dada maja avi gai vachina

    ReplyDelete
  3. Yes I am 51 & I think u have given d reflects tomy life in most of d cases sir u r right

    ReplyDelete
  4. Sir you are also 50 plus so what is your opinion?

    ReplyDelete
  5. Sir you are also 50 plus so what is your opinion?

    ReplyDelete
  6. સારુ કર્યુ છેલ્લે ચોખવટ કરી.

    ReplyDelete
  7. Dada Atmakatha sari lakhiche 💍 4 special parson 👍 good luck

    ReplyDelete
  8. It is not only about Govt.servents, even ordained priests, iirespective of any religion, feel it and fall, the life is like that.

    ReplyDelete
  9. બે બાઇયું રાખીને બેઠેલા ને બારવટિયા પણ નો મારતા તે મરેલા જ હોય.

    ReplyDelete
  10. આપના લેખના ફર્સ્ટ હાફ ‘પ્રમાણિકતા - અપ્રમાણિકતા’ વિશે હું કંઈ લખી શકું તેમ નથી કેમ કે હું પરણેલો મોદી છું. પરંતુ લેખના સેકન્ડ હાફ ‘પાકટ વયે પ્રેમ’ પર થોડો ઘણો પ્રકાશ પાડી શકું તેમ છું.

    પાકટ વયે પ્રેમ થાય તેના કેટલાક લક્ષણો છે. જેમ કે...
    સાદો લેંઘો-ઝભ્ભો પહેરીને ફરતો માણસ શોર્ટ શર્ટમાં ફરતો થાય, મોબાઇલને નધણિયાતો રાખવાને બદલે પાસવર્ડ કે ફીગર પ્રોટેક્ટ કરે, સ્પોર્ટસ્ શૂઝને બદલે પાર્ટી શૂઝ પહેરે અને કોલ્હાપુરી ચંપલની શોધખોળ કરતો થાય, ગઇકાલ સુધી માત્ર બાલ-દાઢી કરાવવા જતો શખ્સ ફેસિયલ - ફોરહેડ અને આઇ-બ્રો કરાવીને ઘરે પધારે, જૂનું બજાજ - લેમ્બ્રેટા કાઢીને પલ્સર ખરીદવાની વાતો કરે અથવા ‘આમ તો એક્ટિવા પણ માફક આવે’ એવી સમાધાની વાતો કરે, મંદિર - મસ્જિદ - બગીચા અને ધર્મશાળામાં આંટો મારતો ઇસમ અચાનક મોલ - મલ્ટીપ્લેક્સમાં આંટા મારવા માંડે, ખિસ્સામાં માઉથ ફ્રેશનર પૅપર્મિન્ટ રાખે, તબિયતની કાળજી રાખવા એકથી વધુ ડૉક્ટરોની મુલાકાત લે, નવા જમાનાના પ્રેમી એવા ઘરનાં ભણતા છોકરાંઓને ટેક્નિકલ સવાલો કરીને ખુદની જાસૂસી સંદર્ભે સતત સજાગ રહેવાનો પ્રયત્ન કરે તો સમજવું કે...મહાશયે પાકટ વયે નિવૃત્ત થવાની નજીક ઇતર પ્રવૃત્તિ શરૂ કરી છે.

    બિનીત મોદી (અમદાવાદ)
    બ્લોગ : http://binitmodi.blogspot.in/

    ReplyDelete
  11. I think there is no surely of this a man can change his behavior at any age

    ReplyDelete