Monday, July 18, 2016
શબ્દ ખલાસ થઈ ગયા.. કઈ કહેવા જેવુ જ રહ્યુ નહી.....
Sunday, July 17, 2016
જાહેરમાં લોટે ગયા તો હવે તલાટી અને શિક્ષક સિટી વગાડશે.....
તસવીરમાં એક મહિલા ગામના તળાવમાં એઠવાડ નાખતી નજરે પડે છે, ખરેખર આ ટેલીવીઝનમાં આવી રહેલી સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા આપવામાં આવતી જાહેરખબર છે, આ મહિલા એઠવાડ નાખે એટલે તળાવના સામે છેડે કામ કરી રહેલી મહિલાઓ તરત તાળીઓ પાડે છે. એઠવાડ નાખનારી મહિલાને પોતાની ભુલ સમજાય છે અને તેને સંકોચ પણ થાય છે, તેવી જ રીતે જાહેરમાં બાથરૂમ કરતા પુરૂષ સાથે પણ આવુ જ થાય છે. આમ વિવિધ પ્રકારની જાહેરખબર ટીવી અને થીયેટરમાં બતાડવામાં આવે છે.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી રાજય અને કેન્દ્રના અધિકારીઓની સર્જનાત્મક દ્રષ્ટી બદલાઈ હોય તેવુ લાગે છે, સવારે દસથીછના ટકોરે કામ કરતા અધિકારીઓ હવે ડરમાં અથવા ચાલો કઈક નવુ પણ કરીએ તેવ માનસીકતા સાથે નવી દિશામાં કામ કરવા લાગ્યા છે.ગામમાં તો ઠીક પણ અમદાવાદ શહેરના પણ અનેક વિસ્તારોમાં આપણે હાથમાં લોટો લઈ શૌૈચ ક્રિયા કરવા જોતા લોકોને આપણે જોયા છે. પણ આપણને અથવા સરકારી બાબુઓને આ વાત કયારેય ખટકી નહીં, હા કયારેક તે રસ્તા જવાનું થાય તો નાક ઉપર હાથ મુકી રસ્તો પસાર કરી છીએ પણ આ બાબત રાષ્ટ્રીય શરમ છે તેવો વિચાર ના આવ્યો.
અમદાવાદના એક ઉચ્ચકક્ષાના અધિકારીને ભારત સરકારની આ જાહેરખબર જોઈ વિચાર આવ્યો કે લોકોને વર્ષો સુધી સમજાવીશુ કે જાહેરમાં શૌચક્રિયા ના કરો તો પણ તે સમજશે નહીં, પણ જો આ બાબત શરમજનક છે તેવુ તેમના મનમાં પ્રસ્થાપિત થઈ જશે તો જાહેરમાં શૌચ જવાનું બંધ કરશે. આ અધિકારીએ પોતાને આવેલા વિચાર પ્રમાણે તમામ તલાટીઓ, ગામના શિક્ષકો. આંગણવાડી સ્ટાફ અને આરોગ્ય વર્કરની એક મિટીંગ બોલાવી, પહેલા તો આ અધિકારીએ તમામ તલાટી સહિતના અધિકારીઓને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ અંગે સમજ આપી, લાંબી લાંબી વાતો બાદ મિટીંગ બોલાવનાર અધિકારીએ પુછયુ બોલો કોઈ સવાલ છે તો તરત એક તલાટીએ હાથ ઉચો કરી કહ્યુ સાહેબ આવા અભિયાનનો કોઈ અર્થ થતો નથી,... લોકો કઈ સમજતા જ નથી.
આવો પ્રશ્ન અથવા આવી દલીલ આવશે તેવુ મિટીંગ લેનાર અધિકારીને ખબર હતી, તેમણે તલાટીને જવાબ આપતા પહેલા ડ્રોવરમાંથી વ્હીસલ કાઢી અને વ્હીસલ વગાડી, મિટીંગમાં હાજર બધા ચમકી ગયા સાહેબ સીટી કેમ વગાડે છે. ઉચ્ચ અધિકારી બધાના ચહેરા ઉપર આવેલી રેખાઓ જોઈ હસી પડયા.. તેમણે પોતાની યોજના સમજાવતા કહ્યુ હવે રોજ સવારે પાંચ વાગે ગામનો તલાટી, શિક્ષક આંગણવાડી અને આરોગ્ય સ્ટાફ બધા ગામના પાદરે જશે, પહેલા તમારે ગામના લોકો પાદરે કયા કયા સ્થળે શૌચક્રિયા કરે છે તે જગ્યાઓ જોઈ લેવાની પછી પાંચ વાગે તે સ્થળની આસપાસ ગોઠવાઈ જવાનું છે.
પછી હાથમાં લોટો લઈ શૌચક્રિયા કરવા આવેલી વ્યકિતને કઈ જ કહેવાનું નથી, કારણ તેને તમે અગાઉ અનેક વખત સમજાઈ ચુકયા છો, પણ તે કઈ સમજવા તૈયાર જ નથી, પણ જેવો તે શૌચક્રિયા કરવા માટે બેસે તેની સાથે તમારે આવી વ્હીસલ વગાડવાની શરૂઆત કરવાની છે.. ઉચ્ચ અધિકારી વાત સાંભળી તલાટીથી લઈ મિટીંગમાં હાજર તમામ હસી પડયા, કારણ બધાની નજર સામે હવે ગામના પાદરમાં કેવા દર્શ્યો ઉભા થશે તે આંખ સામે આવી ગયા. ત્યાર બાદ સતત વાગી રહેલી વ્હીસલને કારણે જાહેરમાં શૌચ કર્યા વગર પરત ફરી રહેલી વ્યકિત ઘર તરફ પાછી ફરી રહી હોય ત્યારે તેને સરકારી યોજના હેઠળ શૌચાલય બાંધી આપવામાં આવે છે તે સમજાવવાનું છે.
નવા આઈડીયાનો અમલ પણ શરૂ થઈ ગયો અને ઘણા ગામના પાદરે કોમેડી દર્શ્ય સર્જાવવા લાગ્યા છે, એક તલાટીના કહેવા પ્રમાણે રોજ સવારે પાંચ વાગે સીટી વગાડી વગાડી ફેફસા ફુલી જાય છે, જયારે કેટલાંક લોકો બહુ વિચિત્ર દલીલ કરે છે, જાહેરમાં શૌચક્રિયાના એક લાભાર્થીએ પોતાનો પક્ષ મુકતા કહ્યુ સાહેબ શરીરના ચોક્કસ અંગોને હવા ના લાગે ત્યાં સુધી મને મઝા આવતી નથી, તલાટી કહે છે જ કે મારી પાસે તેનો જવાબ ન્હોતો કારણ મારા અધિકારીએ મિટીંગમાં હવા ઉજાસના પ્રશ્ન ઉપર કોઈ પ્રકાશ પાડયો ન્હોતો.
એક શિક્ષકે કહ્યુ મતદારોની નોંધણી, પોલીયાના ટીંપા હવે સિટી વગાડવાના કામ પણ અમને સોંપવામાં આવ્યુ છે, પણ અમારૂ મુળ કામ ભણાવવાનું કયારે કરવાનું તે જ નક્કી નથી, પછી તમે અમારી ઉપર આરોપ મુકો છે શિક્ષણનું સ્તર કથળી રહ્યુ છે. જયારે એક તલાટીએ કહ્યુ સાહેબના આ નવા તુક્કાને કારણે અમારે ઝઘડો પણ થાય છે, કેટલાંક લોટે જતા લોકો એટલી ઉતાવળમાં પાદર તરફ આવ્યા હોય અને તે માંડ બેસે ત્યાં અમે વ્હીસલ વગાડીએ એટલે તે નારાજ થઈ જાય એક જાહેર શૌચ લાભાર્થીએ તો મને ધમકી આપી દીધી જો હવે સવારે સીટી વગાડી તો તમારી ખૈર નથી, એટલે મેં પુછયુ બોલ શુ કરી લઈશ, તેણે કહ્યુ સાહેબ હવે તમે પંચાયત ઓફિસમાં લાંચ લેશો તો હું પણ ઓફિસની બહાર ઉપર રહી સીટી વગાડીશ અને આખો દિવસ સીટી વાગતી રહેશે પછી શુ કરશો... તલાટીએ કહ્યુ આ નવી મુસીબત છે હવે અમારી શૌચ બંધ ના થાય તો સારૂ છે...
Saturday, July 16, 2016
વડોદરામાં મહિલાએ મને પુછયુ આવવુ છે...
આજે રવિવાર છે, મને લાગ્યુ કે રોજ કઈક ભારેખમ લખવુ તેના કરતા આજે કઈક હલકુ-ફુલકુ લખવુ જોઈએ, મને પણ વાત કહેવાની મઝા આવે અને તમને સાંભળવામાં આનંદ થાય, કદાચ થોડુ હસવુ પણ આવે. સામાન્ય રીતે આપણે કોઈ પડી જાય, કોઈકની મઝાક થાય અથવા કઈક અચાનક એવુ બને કે આપણે હસવાનું રોકી ના શકીએ, મને બીજાની ઉપર હસવુ ગમે છે, તેમ મારી વાત ઉપર પણ કોઈ હસે તો પણ મને એટલુ જ ગમે છે તે શરૂઆત મારાથી કરવી જોઈએ તેવુ મને લાગ્યુ.
મારા દેખાવને લઈ સૌથી પહેલા મને કોઈ ટોકતુ હોય તો મારી પત્ની શિવાની અને મોટી થઈ રહેલી મારી દિકરી પ્રાર્થના છે. તે બન્ને જયારે પણ અમે બહાર નિકળીએ ત્યારે કહે કપડા વ્યવસ્થીત પહેરો, પગમાં સ્લીપર ના પહેરો, વગેરે વગેરે, પણ હું ત્યારે તેમને કહુ હું ગમે એટલે સારો દેખાવાનો પ્રયત્ન કરૂ તો પણ ખાસ ફેર પડવાનો નથી, કારણ જેવો છુ તેમાં મારો કંપની ફોલ્ટ છે, પણ આવુ બન્ને કેમ કહે છે તેની પાછળ મારી સાથે તેમની હાજરી અને ગેરહાજરીમાં બન્નેલી ઘટનાઓ છે. જે પૈકી કેટલીક જ ઘટનાઓ ક્રમ પ્રમાણે અહિયા મુકી રહ્યો છુ
(1) વાત લગભગ પંદર વર્ષ પહેલાની છે, ઘરમાં એક કાર હોવી જોઈએ તેવી ઈચ્છા થઈ, જો કે હાથમાં પૈસા બહુ ઓછા હતા, બહુ મહેનત કરી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટની રકમ ભેગી કરી હું કાર ખરીદવા એક શો રૂમમાં ગયો, સૌથી પહેલા મેં સસ્તામાં સસ્તુ મોડલ કયુ છે તે જોઈ રહ્યો, ત્યારે શો રૂમમાં કામ કરતો એક કર્મચારી આવ્યો, તેણે મને પુછયુ ટેકસીમાં લેવી છે, સૌથી પહેલા મને આધાત ત્યાં જ લાગ્યો, તે કર્મચારી મને ડ્રાઈવર સમજી બેઠો હતો, હું ગુસ્સો ગળી ગયો અંતે કાર ખરીદી ઘરે આવ્યો. આ વાત મેં કોઈને કહી કારણ આ પહેલી શરૂઆત થઈ હતી.
ક્રાઈમ રીપોર્ટીંગ કરતો તેના કારણે રોજ અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસમાં બાઈક લઈ જતો હતો, તેના કારણે કમિશનર ઓફિસના ગેટ ઉપર રહેલો જવાન મને ઓળખતા પણ હતા, અને મને જુવે એટલે હાથ ઉંચો કરી અભિવાદન પણ કરે, મને થયુ લાવ નવી કાર લાવ્યો છુ, આજે કાર લઈ કમિશનર ઓફિસ જઈએ, એટલે કાર લઈ હું કમિશનર ઓફિસના ગેટમાં દાખલ થયો તેની સાથે રોજ હાથ ઉંચો કરતા પોલીસ જવાને બુમ પાડી મને રોકયો, મને લાગ્યુ કે નવી કાર જોઈ પાર્ટી માંગશે, તે ડ્રાઈવર શીટ તરફ આવ્યો અને મને પુછયુ કહા જાના હૈ, મને આશ્ચર્ય થયુ આ જવાન મને ભુલી ગયો કે શુ .. એટલે મેં વધુ ચર્ચા કરવાને બદલે મારો પરિચય આપતા કહ્યુ ભાઈ પ્રેસ મેં હુ.. તેણે તરત કારની પાછળની સીટ તરફ જોતા પુછયુ સાહબ કહા હૈ... આ વાકય સાંભળતા મારો શ્વાસ હેઠો બેસી ગયો આ પણ ને ડ્રાઈવર જ સમજી રહ્યો હતો.
(2) થોડા વર્ષો પહેલા હુ મારી પત્ની અને બન્ને બાળકો મહારાષ્ટ્ર ફરવા ગયા હતા, નાસીક પહોચ્યા, અમારે એક હોટલમાં રહેવાનું હતું, એક હોટલ ઉપર નજર પડતા મેં કાર ઉભી રાખી હું અને મારી પત્ની હોટલ જોવા અંદર ગયા, બન્ને બાળકો કારમાં બેઠા હતા, હોટલ પસંદ કરી એટલે મેં કાઉન્ટર ઉપર જઈ ચોપડામાં એન્ટ્રી કરવાની શરૂઆત કરી, મારી પત્ની મારી બાજુમાં ઉભી હતી, મેનેજર વેઈટરને ક્હયુ બહાર કાર મેં સે સામાન લેકે આવો.. વેઈટર મારી કારમાંથી સામાન લેવા બહાર આવ્યો, કારમાં મારા બાળકો બેઠા હતા, તેણે સામાન ઉપાડતા ધીમેથી મારા બાળકોને પુછયુ સાથ મેં પપ્પા નહીં આયે.. પછી રૂમમાં આવી મારા બાળકો જયારે અમને આ વાત કરી ત્યારે હું હસી પડયો કારણ મારા માટે તો રોજનું થઈ ગયુ હતું, પણ મારી પત્નીએ છણકો કરતા કહ્યુ હજાર વખત કહ્યુ બહાર નિકળો ત્યારે વ્યવસ્થીત થઈને નિકળો.
(3) પત્રકારત્વમાં લગભગ ત્રીસ વર્ષ થવા આવ્યા, તેના કારણે ગુજરાત સહિત દેશના અન્ય શહેરોમાં પણ પત્રકારો ચહેરાથી નહીં તો નામથી અચુક ઓળખે છે, ગયા વર્ષે એક વર્ષ માટે વડોદરા ભાસ્કરમાં જવાનું થયુ, એક દિવસ વડોદરાના સુરસાગર તળાવમાં કોઈએ આત્મહત્યા કરી તેવા સમાચાર મળતા ફોટોગ્રાફર વિપુલ માનેની બાઈક ઉપર હું સુરસાગર પહોંચ્યો, ત્યાં વડોદરાના ઘણા ફોટોગ્રાફર હતા, વિપુલે તેમનો મારી સાથે પરિચય કરાવ્યો, ગુજરાત સમાચારના ફોટોગ્રાફર કિર્તી પડીયાના કાને પ્રશાંત દયાળ નામ પડતા તેણે મને ઉપરથી નીચે સુધી જોયો, પછી વિપુલને એક તરફ લઈ જઈ પુછયુ.. ખરેખર આ પ્રશાંત દયાળ છે... લાગતા નથી, વિપુલ હસતો હસતો મારી તરફ આવ્યો.. તેણે મને કહ્યુ પ્રશાંતભાઈ તમારૂ આઈ કાર્ડ બતાવોને આ કિર્તી માનવા તૈયાર નથી કે તમે જ પ્રશાંત દયાળ છો... મારી હાલત પેન્શર જેવી થઈ ગઈ, કારણ પેન્શરે દર વર્ષે બેન્કમં પોતે જીવીત હોવાનો ગેજેટેડ ઓફિસરનો દાખલો આપવો પડે છે.
(3) મારા દેખાવને કારણે મારી સાથે આવુ કાયમ બને છે એક વખત હું પરિવાર સાથે રોડ ટચ લારી ઉપર જમવા ગયો, ત્યાં સેલ્ફ સર્વિસ હતી, તેના કારણે મારો ઓર્ડર તૈયાર થતાં હું મારા પરિવારની ડીશો લઈ તેઓ બેઠા હતા તે તરફ જઈ રહ્યો હતો ત્યારે બે યુવકો આવ્યા અને તેમણે મને તેમનો જમવાના ઓર્ડર આપવાની શરૂઆત કરી દીધી, મેં તેમની સામે ડોળા કાઢયા તો તેમને સમજાયુ જ નહીં કે વેઈટર ડોળા કેમ કાઢી રહ્યો છે. મારી સાથે આવુ સતત બન્યા કરે છે તેવી વાત મેં મારા વડોદરાના સાથી પત્રકાર મનિષ પંડયાને કરી તે હસવા લાગ્યો તેણે કહ્યુ મઝાક ના કરો આવુ થોડુ બને... પછી થોડા દિવસ પછી 20મી ઓગષ્ટ 2015નો દિવસ હતો. વડોદરામાં પાટીદારોની રેલી નિકળી હું અને મને રેલીનું રીપોર્ટીંગ કરી રહ્યા હતા, રેલી સાથે ચાલીને અમે થાકી ગયા હતા, રેલી રાવપુરા ટાવર પાસે પહોંચી ત્યારે થાકને કારણે એક દુકાનની આડશમાં છાયડો હોવાને કારણે ઉભા રહ્યા ત્યારે એક માણસ હાથમાં એક સોરૂપિયાની નોટ લઈ મારી સામે આવ્યો અને મને કહ્યુ બે પેકેટ બાલાજી વેફર આપો.. મેં મનિષ સામે જોયુ તે હસી પડયો પેલો માણસ મને કરિયાણાની દુકાનનો માલિક સમજી રહ્યો હતો.
(4) વડોદરાની સેવઉસળ ખુબ વખણાય એક દિવસ ફોટોગ્રાફર ભરત પારેખ મને સેવ ઉસળ ખાવા લઈ ગયા, બહાર આવી હું મસાલો બનાવી રહ્યો હતો, હજી ભરતભાઈ બીલ ચુકવી રહ્યા હતા રાસ્તાના સામે ઉભી રહેલી એક મહિલાએ મને કઈક ઈશારો કર્યો , હું ઈશારો જોઈ ચમકી ગયો, મને આ મહિલા ઈશારો તેમ કરતી હશે.. હું તો તેને ઓળખતો પણ નથી.. હું તેની સામે બાધાની જેમ જોતો રહ્યો, મારો મસાલો મસળવાનું બંધ થઈ ગયુ.. એટલે તેણે મને મોટા અવાજે પુછયુ આવવુ છે .. હવે કોઈ મહિલા તમને પુછે કે આવવુ છે તે તેનો શુ અર્થ કરવો.. મને લાગ્યુ કે વડોદરા અમદાવાદ કરતા બહુ ફાસ્ટ છે. એક મહિલા જાહેર રસ્તા ઉપર કોઈ પણ પુરૂષને આવવુ છે તેવુ પુછી શકે.. જો કે હું તે મહિલાને સમજી શકતો નથી તે તરત સમજી ગઈ તેણે મને મારી પાછળ તરફ ઈશારો કરતા પુછયુ રીક્ષા તમારી છે.. મેં મારી પાછળ વળી જોયુ તો હું એક રીક્ષાની આગળ ઉભો હતો તે મહિલા મને રીક્ષાવાળો સમજી રહી હતી, પણ હવે માઠુ લાગતુ નથી કારણ કંપની ફોલ્ટ છે, હવે આ ઉમંરે કઈ થાય તેમ નથી
(5) જો કે પત્રકાર હોવા છતાં કોઈ તમને પત્રકાર સમજે નહીં તેના ફાયદા પણ થાય છે, અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સુરંગકાંડ થયો ત્યારે સમાચાર લેવા માટે હું અને મારા સાથી પત્રકાર મિહીર ભટ્ટ સાથે રોજ સેન્ટ્રલ જેલની બહાર બેસી રહેતા, પણ ત્યાંથી કોઈ સમાચાર મળતા નહીં, એક દિવસ અમે મારા ખાવાની તૈયારી સાથે સમાચાર લેવા માટે જેલના પ્રતિબંધીત વિસ્તારમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો, હું પોલીસ ઈન્સપેકટરની અદામાં પ્રતિબંધીત વિસ્તારમાં ચાલવા લાગ્યો, મિહીર મારો કોન્સટેબલ હોય તેમ મારી પાછળ મારી જ ઝડપે ચાલતો.. અમારા રસ્તામાં ત્રણ પોલીસ પોઈન્ટ હતા, પહેલા બન્ને પોલીસ પોઈન્ટવાળાએ અમને પોલીસ અધિકારી માની અમને સલામ પણ કરી દીધી, ત્રીજા પોઈન્ટ ઉપર સલામી તો મળી પણ આઈ કાર્ડ માંગ્યુ .. મને પરસેવો છુટી ગયો તો પણ મેં હિમંત કરી મારા ખીસ્સામાં રહેલુ ટાઈમ્સ ઓફ ઈન્ડીયા અખબારનું કાર્ડ પોલીસ સામે મુકયુ.. કાર્ડ ઉપર સ્પષ્ટ શબ્દમાં ટાઈમ્સ ઓફ ઈન્ડીયા લખ્યુ હોવા છતાં તે અમારી બોડી લેગ્વેજથી પ્રભાવીત હતો તેણે કાર્ડ જોઈ પરત કરતા તેને પ્રેસનું કાર્ડ જઈને પણ લાગ્યુ નહીં હું પત્રકાર હોઈ શકુ, તેણે કહ્યુ સાહેબ આ તરફ જાવ અને અમે ખોદાયેલી સુરંગ સુધી પહોંચી ગયા હતા.

મુસ્લિમો પાકિસ્તાન ચાલ્યા જાવ કહેનારે પણ દેશના બંધારણને માન આપવુ પડશે
આ વિડીયો ફુટેજ હું અનેક વખત જોઈ ગયો.. મનમાં અનેક સવાલો ઉભા થયા.. આધાત તે વાતનો હતો કે આ ફુટેજ ગુજરાતના ઉના પોલીસ સ્ટેશનની બહારના હતા., પોલીસ સ્ટેશન બહાર જ કોઈ આ પ્રકારનું કૃત્ય આચરે અને પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનની બહાર પણ ફરકે નહીં , આવુ તો કેવી રીતે બને. પણ બન્યુ માટે જ આ વિડીયો વાયરલ થયો. જેમને આ ઘટનાની ખબર નથી તેમના માટે થોડીક વાત કરી દઉ, ઉના પાસે કેટલાંક હિન્દુ દલીત જ્ઞાતિના લોકો.. યાદ રહે તેના માટે ફરી લખુ છુ હિન્દુ દલીત જ્ઞાતિના લોકો મરેલા ઢોરને લઈ ગામ બહાર ગયા . તે તેમને વારસામાં મળેલો વ્યવસાય છે, મરેલા ઢોરનું ચામડુ ઉતારી તેનો વેપાર કરે છે.
જો કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ કોઈ એક ચોક્કસ જ્ઞાતિના લોકોને આ વ્યવસાય કરવો પડે તે જુદો ચર્ચાનો વિષય છે, તે ઉપર વાત કરતા નથી, પણ મરેલા ઢોરનું ચામડુ ઉતારી રહ્યા હતા ત્યારે એક કારમાં કેટલાંક યુવકો ત્યાં આવી પહોંચ્યા, તેમની કાર ઉપર પ્રમુખ શીવસેના તેવી પ્લેટ પણ લાગેલી હતી, પોતે ગૌરક્ષક હોવાનો દાવો કરતા આ સેના સૈનિકોએ દલીત જ્ઞાતિના લોકોનેા મારવાની શરૂઆત કરી, પછી તેમને કારની પાછળ બાંધી મારતા મારતા ઉના પોલીસ સ્ટેશન લઈ આવ્યા, આ સૈનિકો પોતાને કાયદાના ઠેકેદાર ગણાવી રહ્યા હતા, જયારે જેમના શીરે કાયદાની જવાબદારી છે તેવી પોલીસ નિંભર બની સુઈ રહી હતી.
શીવ સૈનિકનો દાવો હતો કે આ યુવકો ગૌમાંસનો ધંધો કરતા હતા, જો કે તે હકિકત સાવ જુઠ્ઠી હતી, આ તો અલ્લાહએ સૈનિકોનો આભાર માનવો પાડે કે આ બધા ચમાર જ્ઞાતિના હિન્દુ યુવકો હતા, જો તે મુસ્લિમો હોત તે તેમની સાચી વાત પણ કોઈ સાંભળતુ નહીં. અને ટોળાને તેડાની જરૂર ન્હોતી, મોટી સંખ્યામાં મારા અને તમારા જેવા ગાય બચાવવા મેદાનમાં ઉતરી પડતા અને એક ગાયને બચાવવા માટે કેટકેટલાય માણસોના જીવ લઈ લેતા. માની લો કે આ યુવકોએ કાયદાનો ભંગ કર્યો હોત તો પણ તેમને સજા આપવાની સત્તા કાયદા સિવાય કોઈને મળતી નથી, આપણા દેશમાં રોડછાપ ગુંડાઓને નેતા થવા માટે ગૌવંશ અને લવજેહાદ વિષયને કારણે સરેઆમ રસ્તામાં કોઈને પીટવાનો પરવાનો મળી ગયો હોય તેવુ લાગે છે.
આ મામલે હોબાળો થતાં પોલીસ હિન્દી સિનેમાની જેમ છેલ્લે આવી, ચમાર યુવકોને બહેરહમીપુર્વક પીટનાર સામે ગુનો દાખલ કર્યો, પણ હવે એક નવા સવાલ ઉભો થયો, રાજય સરકારે જાહેરાંત કરી કે કાયદા પ્રમાણે ભોગ બનનાર યુવકો છે તેમને કાયદાની જોગવાઈ પ્રમાણે ચાર-ચાર લાખનું વળતર ચુકવવામાં આવશે. ગુનો કોઈ કરે અને સરકાર આપણા ખીસ્સામાંથી વળતર ચુકવે આ કેવો ન્યાય. ખરેખર તો કાયદામાં એવી જોગવાઈ કરવાની જરૂર છે કે આ પ્રકારના અત્યાચાર કરનારાના ખીસ્સામાંથી ભોગ બનનારને વળતર ચુકવવુ જોઈ અને જો તેની પાસે પૈસા ના હોય તો તેમની મિલ્કત કબજે કરી તેને વેંચી પૈસા વસુલ કરવા જોઈએ.
વારે-તહેવારે મુસ્લિમો પાકિસ્તાન જાવ તેવા નારા લગાવનારી ફોજ આપણે ત્યાં બહુ મોટી છે, અને જે લોકો આ ફોજમાં સામેલ નથી તેવા ખાનગી સૈનિકોની સંખ્યા પણ આપણે ત્યાં મોટી છે. પણ મુસ્લિમોને પાકિસ્તાન જવાની સલાહ આપતા લોકોએ સમજી લેવાની જરૂર છે, ભારત માટે તેનું બંધારણ ગીતા અને કુરાનની બરોબરીમાં આવે છે, એટલે જે હિન્દુ પણ દેશના બંધારણને માન આપતો નથી, તેમને પણ ભારતમાં રહેવાનો અધિકાર નથી, તેમણે પણ તેમના માટે કોઈ નવા દેશનું સરનામુ શોધી લેવાની જરૂર છે..
જલીયાવાલા બાગમાં જનરલ ડાયરે ગોળીઓ વરસાવી ત્યારે તે કોઈ એક કોમના લોકો માટે ન્હોતી તે ભારતીયો માટે હતી, 1971ની લડાઈમાં પાકિસ્તાનની સત્તર-સત્તર ટેંકોને સફાયો કરી શહિદ થયેલો અબ્દુલ હમીદ મુસ્લિમો માટે નહીં પણ ભારત માટે લડયો હતો, અમદાવાદમાં કોમી તોફાનમાં શહિદ થયેલા વસંત-રજબ પણ ભારત માટે દેશની અંદર થયેલા શહિદો છે, ઉના જેવી ઘટના ઘટે ત્યારે ભારત માતા કી જય બોલનારો નેતાઓ દેશને શરમજનક સ્થિતિમાં મુકનાર લોકોને સજા થાય તે માટે ઉત્સાહ બતાડવો પડશે.
મુસ્લિમોને પ્રેમ કરવાની વાત તો દુર પણ જે દેશમાં લોકો આટલા વર્ષો બાદ પણ હરિજનો અને આદિવાસીને સ્વીકારી શકતા નથી તેવા ભારત દેશના તમામના પરિવારમાંથી એક-એક વ્યકિત ચંદ્ર ઉપર જશે તો પણ તેવા વિકાસનો કોઈ અર્થ નથી. ઘણી વખત ડીસકરવરી ચેનલ ઉપર એક બકરા-કુતરાને બચાવવા માટે રેસકયુ ટીમ હેલીકોપ્ટર લઈ આવી તેવા દર્શ્ય જોઈ આપણે કહીએ છીએ કેટલો મહાન દેશ છે, પણ હું કહીશ દેશ મહાન હોતો નથી, પણ મહાન માણસો પોતાના દેશને મહાન થવાનું ગૌરવ આપે છે
Friday, July 15, 2016
હાર્દિક- ગાંધી નથીઃ ભીડ જોઈ પ્રજાએ રાજી અને સરકારે ડરવાની જરૂર નથી.
નવ મહિના પછી હાર્દિક પટેલ જેલમાંથી છુટયો , ત્યારે ભીડ જોઈ મને 25 ઓગષ્ટ 2015ના દિવસ યાદ આવી ગયો, અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આ ભીડ કરતા દસ ગણી ભીડ હતી, ત્યારે પહેલી વખત રાજય સરકારને પાટીદારનો જનાધારનો અંદાજ આવ્યો, સત્ય પણ મીંડાઓ વગર અધુરૂ હોય છે તેમ વિસનગરથી શરૂ થયેલા અનામત આંદોલનની સતત અવગણના કરતી રાજય સરકારને હવે આ મુદ્દે ટેબલ ઉપર આવવુ પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ. પણ 23 વર્ષની નાની ઉમંરે પોતાની શકિતનો અંદાજ મેળવવામાં હાર્દિક નિષ્ફળ સાબીત થયો, એક પાકટ નેતાને બદલે સડક છાપ નેતાની જેમ બફાટ કરવા લાગ્યો, તેમાં વાંક તેનો પણ નથી કદાચ તેણે જે નેતાઓને રાષ્ટ્રીય રાજકારણમાં મોટા થતાં જોયા છે, તેમનો વિકાસ આવી જ રીતે થયો છે, હાર્દિકે ઈન્દીરાની મુત્સદી અને બાજપાઈજીની સહિષ્ણુતા જોઈ જ નથી, તેની સામે તો નરેન્દ્ર મોદી અને ઉધ્ધવ ઠાકરેને જ સત્તા સુધી પહોંચતા જોયા છે.
25 ઓગષ્ટના રોજ સવારના અખબારમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના નામે આવેલી જાહેરખબર આજે પણ મને બરાબર યાદ છે, તેનો સારાંશ એવો હતો કે દેશનું બંધારણ મને પટેલોને અનામત આપવાની મંજુરી આપતુ નથી અને બંધારણથી ઉપર કોઈ નથી, આ વાત ગુજરાતનો મુખ્યમંત્રી જ નહીં પણ એક પટેલ મુખ્યમંત્રી કહી રહ્યો હતો., મારા વ્યકિતગત આનંદીબહેન પટેલ સામે અનેક વાંધા છે, પણ તેમણે અનામતના મુદ્દે જે નિર્ણય લીધો તો બહુ સ્પષ્ટ અને હિમંતપુર્વકનો હતો, કારણ બંધારણમાં આર્થિક ધોરણે અનામતનો કોઈ ઉલ્લેખ જ નથી તો તો કઈ રીતે રાજય અથવા કેન્દ્ર સરકાર અનામત આપી શકે.
પણ હાર્દિકના બફાટના કારણે તેની સામે રાજદ્રોહ લાગ્યો અને તે જેલમાં ગયો, જો કે વ્યકિતગત રીતે તમામ સરકારો જે રીતે રાજદ્રોહના કાયદાનો ઉપયોગ કરી રહી છે તેનો હુ પોતે પણ એક સમયનો પીડીત છુ, મારી ઉપર પણ દેશદ્રોહની છ ફરિયાદો થઈ હતી. તેના કારણે 150 વર્ષ જુના અંગ્રેજોએ ઘડેલા કાયદાઓ અંગે હવે આપણે વિચાર કરવો જોઈએ તેવા મતનો હુ રહ્યો છુ.પણ જયા સુધી હાર્દિક સામે મુકવામાં આવેલા આરોપનો સવાલ હતો તેના કારણે તેને નવ મહિના સુરતની લાજપોર જેલમાં રહેવાનો વખત આવ્યો.
માણસ એકલો હોય ત્યારે વિચારે પણ જેલમાં રહેલો હાર્દિક રોજે રોજ મહાત્મા ગાંધી, નહેરૂ અને સરદાર પટેલને પત્ર લખતા હતા તેવી અદામાં લગભગ દર અઠવાડીયે કોઈને કોઈને ગાળો ભાંડતો પત્ર લખતો રહ્યો, તેનો પત્ર કોઈ પણ સંવેદનશીલ માણસને સ્પર્શે તેવો ન્હોતો, આમ છતાં અખબારો અને ટેલીવીઝનની સમાચારોની ભુખને કારણે સમાચારમાં સ્થાન મેળવતો રહ્યો, તેને એક પત્રકાર તરીકે અમારી કમનસીબી કહેવામાં પણ મને વાંધો નથી. પટેલોને અનામત મળવી જોઈએ તેવો હાર્દિક અને તેની જ્ઞાતિના લોકોનો મત હોઈ શકે, પણ એક નેતા તરીકે હાર્દિકમાં હોવી જોઈએ તેવી પુખ્તતાનો હાર્દિકમાં કાયમ અભાવ રહ્યો, ભીડ જોઈ કાયમ તે પોતાનું માનસીક સમતુલન ગુમાવી બેસે છે. અને પછી શુ બોલે છે તેની પોતાને પણ ખબર હોતી નથી.
આપણે ત્યાં હિરોઈઝમ ચાલે છે, પોલીસ - સરકાર અને ગુંડાઓને પડકારને પ્રજા નેતા માનવા લાગે છે કારણ પ્રજા જે કરી શકતી નથી, તે બધુ જે કોઈ કરે છે તેનો તે નેતા માનવા લાગે છે, અને આપણે ત્યાં બહુ ક્ષુલ્લક કારણોસર મેં પટ્ટરોને નેતા થતા જોય છે. પણ તેમનું આયુષ્ય પરપોટા જેવુ હોય છે. વાતમાં દમ ના હોય તો વાત બહુ ટકતી નથી, હાર્દિક પટેલ કઈ ગાંધી નથી, તેની અંદર સામાન્ય સમજદારીથી લઈ , વિષયના અભ્યાસની પણ કમી છે. સૌથી પહેલા તો તેને શુ જોઈએ છે અને કેવી રીતે મળી શકે તેની તેને જ ખબર નથી, તેના કારણે હજી બે દિવસ અખબારો અને ટીવી ન્યુઝ હાર્દિકને સારી જગ્યા આપશે પણ તે પાટીદારોની માગણીનો ઉકેલ આપી શકશે નહીં.
હાર્દિકે આંદોલન ચલાવવુ હોય તો ભલે ચલાવે, પણ તે લાંબુ ચાલશે નહીં, કારણ કોઈ પણ આંદોલનનો આધાર એક ચોક્કસ વિચારધારા આધારીત હોય છે, તે સાચી અથવા ખોટી છે તે બીજો મુદ્દો છે, પણ કોઈ એક વિચાર હોવો જોઈએ, માત્ર ભીડના કારણે સફળતા મળતી હોત તો ઓસામાબીન લાદેને વિશ્વ ઉપર કબજો કરી લીધો હતો, કારણ તેની પાસે હાર્દિક કરતા અનેક ગણી ભીડ હતી, જે લોકો આજે હાર્દિકના નામે એકત્ર થયેલી ભીડને કારણે રાજી છે તેમને પણ વિચાર કરવો પડશે, કારણ પટેલોની કુલ સંખ્યા કરતા અન્ય જાતીના લોકોની સંખ્યા ગુજરાતમાં વિશેષ છે ,જો બધા જ રસ્તા ઉપર આવી ન્યાય માંગશે તો કોઈ કિમંત ચુકવશે તેની બધાને જ ખબર છે. તેથી રાજી થવા જેવુ પણ કઈ નથી.
મારી વ્યકિતગત જાણકારી પ્રમાણે આનંદીબહેન પટેલ આર્થિક ધોરણે આપવામાં આવેલી અનામતની તરફેણમાં પણ ન્હોતા, પણ બહેન કઈ કરી શકતા નથી, ભાજપની આબરૂ બગડી રહી છે તેવુ બુમો પાડનાર નેતાઓના દબાણમાં આર્થિક અનામતનો નિર્ણય થયો અને પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણીએ જાહેરાંત કરી હતી, સુરતની જેલમાંથી બહાર આવેલા હાર્દિકની ભીડને કારણે રાજય સરકારે પણ ડરવાની જરૂર નથી કારણ સરકાર- સરકાર હોય છે.તેણે પ્રજાને સારૂ શુ લાગે છે તેના કરતા પ્રજા માટે સારૂ શુ છે તે અંગે નિર્ણય કરવાનો છે.

Thursday, July 14, 2016
સાહેબ બળાત્કાર થયેલી છોકરી સાથે લગ્ન કોણ કરશે..
![]() |
(પ્રતિકાત્મક) |
એક મહિલા જ બીજી મહિલાની વેદના નહીં સમજે તો મહિલાને કોણ ન્યાય આપી શકશે તેનો જવાબ આજે પણ મને મળતો નથી, પરંતુ 25 વર્ષ પહેલા જુનાગઢના એક પોલીસ સ્ટેશનમાં પોલીસ સબઈન્સપેકટર તરીકે જોડાયેલા મહેન્દ્રસિંહને પોલીસ સ્ટેશન ઓફિસરે જાણકારી આપી કે જુનાગઢથી 30 કિલોમીટર દુર આવેલા એક ગામમાં વાસંતી નામની યુવતી ઉપર ગામના જ કેટલાંક માથાભારે યુવકોએ સામુહિક બળાત્કાર કર્યો છે, ત્યારે મહેન્દ્રસિંહના બન્ને હાથની મુઠીઓ ગુસ્સામાં ભીડાઈ ગઈ હતી, એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર મહેન્દ્રસિંહ પોતાના સ્ટાફના માણસો સાથે ગામમાં પહોંચ્યા, ગામ સુમસામ હતું, હવે પોલીસ આવશે જ તેવી ગામના બધા જ લોકોને ખબર હતી, પણ ગામના લોકોએ પોતાના મોંઢા બંધ કરતા પહેલા પોતાના ઘરના કમાડ બંધ કરી લીધા હતા.
મહેન્દ્રસિંહ વાસંતીના ઘર સુધી પહોંચી ગયા, પણ ઘરની સ્થિતિ કહેતી હતી કે આને ઘર પણ કેવી રીતે કહેવુ ...., દલિત પરિવાર હોવાને કારણે વાસંતીનું ઘર ગામના છેવાડે હોવાનું નિશ્ચીત હતું, ઢાળીયાવાળા છાપરના મકાનમાં દાખલ થતાં, એક વૃધ્ધ માણસ મહેન્દ્રસિંહની સામે આવ્યો , પોલીસ અધિકારીની સામે જોતા તેણે બે હાથ જોડી વિનંતી શરૂ કરી, અને તેની આંખમાં આંસુ વહેવા લાગ્યા,.. સાહેબ અમે ગરીબ માણસ છીએ, અમારે કોઈ ફરિયાદ કરવી નથી, કુદરતની ઈચ્છા હતી તેવુ જ વાસંતી સાથે થયુ છે તેમા કોઈનો દોષ નથી. મહેન્દ્રસિંહને આશ્ચર્ય થયુ પોતાની સગી દિકરી ઉપર સામુહિક બળાત્કાર થયો હતો પણ એક પિતા તેને કુદરતીની મરજી માની રહ્યો હતો
મહેન્દ્રસિંહે પોતાની સામે હાથ જોડી ઉભી રહેલી વૃધ્ધ વ્યકિતના બન્ને હાથ પકડી લેતા કહ્યુ બાપા હાથ ના જોડો, તમે કોઈ ભુલ કરી નથી, હું તમારી સાથે છુ, મારા ઉપર ભરોસો રાખો, લગભગ એકાદ કલાકની સમજાવટ બાદ પેલી વૃધ્ધ વ્યકિત સ્વસ્થ થઈ, ઘરના એક ખુણામાં હિબકા ભરી રહેલી વાસંતનીને મહેન્દ્રસિંહ મળ્યા, સાથે રહેલી મહિલા પોલીસ કોન્સટેબલની મદદથી ખરેખર તેની સાથે કોણે હેવાનીયત આચરી તેની જાણકારી મેળવી, સાથે રહેલા એક કોન્સટેબલે આરોપીના નામ સાંભળતા જ મહેન્દ્રસિંહના કાનમાં કહ્યુ સાહેબ ગામના મોટા જમીનદારના છોરાઓ છે, તેમની પહોંચ ગાંધીનગર સુધી સુધી છે, મહેન્દ્રસિંહે કરાડી નજરે કોન્સટેબલ સામે જોતા તે ચુપ થઈ ગયો.
વાસંતીની ફરિયાદ લઈ, તેના ઘરની બહાર બે પોલીસ કોન્સટેબલનો પહોરો મુકી, મહેન્દ્રસિંહ આરોપીનો શોધવા નિકળી પડયા, એક અઠવાડીયાની લાંબી રજળપાટ બાદ આરોપીને રાજકોટથી પકડી લાવ્યા, અને વાસંતનીના ગામમાં જ લાવી તેમની જાહેરમાં ધોલાઈ કરી, ગામના લોકો પોતાના ઘરની અડધી ખુલી બારીઓમાંથી પહેલી વખત પોલીસનું આ સ્વરૂપ જોઈ રહ્યા હતા, મહેન્દ્રસિંહ જયારે મારતા મારતા થાકી ગયા ત્યારે તેમણે વાસંતી તરફ જોયુ અને અચાનક વાસંતી પોતાના ફળીયામાંથી બહાર આવી અને મહેન્દ્રસિંહના હાથમાં લાકડી લઈ તે પોતાની ઉપર બળાત્કાર કરનાર ઉપર તુટી પડી.
કોર્ટમાં કેસ મુકાઈ ગયો હતો, દરેક મુદતે મહેન્દ્રસિંહ પોલીસની જીપ સ્ટાફ સાથે વાસંતીના ઘરે મોકલતા અને વાસંતી કોર્ટમાં આવી પોતાની જુબાની આપતી, બચાવપક્ષના વકિલના આડા અવળા તમામ પ્રશ્નોના જવાબ તે બહુ સહજ અને સારી રીતે આપતી હતી, કોર્ટમાં હાજર રહેલા મહેન્દ્રસિંહને અચરજ થતી કે એક અભણ છોકરીમાં આટલી હિમંત કયાંથી આવી હશે. એક વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો.. તમામ આરોપીઓને સાત વર્ષની સજા ફટકારી. વાસંતની આબરૂ લુટાઈ હતી, પણ આરોપીને સજા મળી તેવો ચુકાદો આવ્યો ત્યારે તેના ચહેરા ઉપર ન્યાય મળ્યાના અહેસાસ હતો.
હવે વાસંતને કયારેય કોર્ટમાં આવવાનું ન્હોતુ, મહેન્દ્રસિંહ પણ તેને કયારે મળવાના ન્હોતા, કોર્ટમાંથી ઘરે જઈ રહેલી વાસંતી બે હાથ જોડી મહેન્દ્રસિંહને આભાર માનવા આવી ત્યારે મહેન્દ્રસિંહના મોઢામાંથી સહજભાવે કહેવાઈ ગયુ, કોઈ સારો છોકરો જોઈ લગ્ન કરી લે.. વાસંતી મહેન્દ્રસિંહ સામે જોતી રહી, કોઈ પ્રત્યુતર આપ્યો નહીં. મહેન્દ્રસિંહે વાસંતી સામે જોયુ.. વાસંતીએ પુછયુ શુ કહ્યુ સાહેબ લગ્ન... મારા લગ્ન.. સાહેબ બળાત્કાર થયો હોય તેની સાથે લગ્ન કોણ કરશે. મહેન્દ્રસિંહ સ્તબ્ધ થઈ ગયા, વાસંતીના સવાલનો કોઈ જવાબ ન્હોતા. વાત ત્યાં અધુરી મુકી વાસંતી જતી રહી
પણ વાસંતીના પ્રશ્નનો મહેન્દ્રસિંહ જવાબ શોધી રહ્યા હતા, દિવસો સુધી વાસંતીનો પ્રશ્ન સાહેબ બળાત્કાર થયેલી છોકરી સાથે લગ્ન કોણ કરશે.. તે રાત દિવસ પીછો કરતો હોય તેવુ લાગ્યા કરતુ હતું. એક દિવસ મહેન્દ્રસિંહ વાસંતીન ઘરે પહોંચી ગયા, ઘરના તમામ સભ્યો મજુરીએ ગયા હતા, વાસંતી એકલી ઘરે હતી, મહેન્દ્રસિંહને જોતા, વાસંતની આશ્ચર્ય થયુ, આજે પહેલી વખત મહેન્દ્રસિંહને સિવિસ ડ્રેસમાં જોઈ રહી હતી, સાથે હવે સાહેબ કેમ આવ્યા હશે તેવો પણ પ્રશ્ન હતો.. તે પાણી લઈ આવી, કોણ જાણે આજે મહેન્દ્રસિંહ વાસંતી સામે નજર મીલાવી વાત કરી શકતા ન્હોતા. પાણી પીધા પછી હિમંત કરી વાસંતીની આંખોમાં જોતા પુછયુ મારી સાથે લગ્ન કરીશ.
વાસંતીના હાથમાં રહેલો પાણીનો ખાલી ગ્લાસ પડી ગયો, તે એક પગલુ પાછી હટી ગઈ, તેણે કોઈ જવાબ આપ્યો નહીં, પણ પછી મહેન્દ્રસિંહ દર અઠવાડીયે વાસંતની મળવા આવવા લાગ્યા, વાસંતીના મનમાં ઉપર એક ભારેપણુ આવી ગયુ હતું તેને લાગી રહ્યુ હતું સાહેબ તેની ઉપર ઉપકાર કરી રહ્યા છે. આખરે છ મહિના પછી વાસંતીએ હા પાડી. અને મહેન્દ્રસિંહે મંદિરમાં જઈ વાસંતીની માંગમાં સીંદુર ભરી તેને પત્નીનો દરજ્જો આપ્યો હતો.
![]() |
(પ્રતિકાત્મક) |
Wednesday, July 13, 2016
સરફરાજ મારી સાથે લડવા પણ તારે જીવવુ પડશે
![]() |
સરફરાજ શેખ |
પાછળથી અમે બન્ને દિવ્ય ભાસ્કરમાં સાથે જોડાયો, ત્યારથી એકબીજાને નજીકથી ઓળખતા થયા, અમે બન્ને એકબીજાની જમા-ઉધાર બાજુ સારી રીતે જાણવા લાગ્યા, સરફરાજનો સતત પ્રયત્ન રહેતો કે તે મારા કરતા સારી સ્ટોરી કરે, તેના કારણે તેને મારી સાથે સતત માનસીક સંઘર્ષ પણ થતો હતો, જો કે તે તેની અંદર ચાલી રહેલા સંઘર્ષને સંતાડી શકતો નહીં, તેના કારણે નારાજ થઈ જાય, ગુસ્સો થઈ જાય તે બહુ સ્વભાવીક હતું. તે મને રીપોર્ટીંગમાં મારો તેને હરિફ ગણે તેની મને ત્યારે પણ ખબર હતી અને આજે પણ છે. જો કે તેના કરતા પાંચ વર્ષ તડકી છાયડી વઘારે જોઈ હોવાને કારણે હું તેને બેસીને સમજાવતો કે જો સરફરાજ આજે આપણે જે ખુરશી ઉપર બેઠા છીએ ત્યારે પહેલા કોઈક બેઠુ હતું, એક જમાનામાં તેમના નામના સીક્કા પડતા હતા,આજે આપણે જે ખુરશી ઉપર બેઠા છીએ, અને આવતીકાલે કોઈક બીજુ બેઠુ હશે. તેથી જીંદગીની સહજ ભાવે જીવી લેવી જોઈએ, તે મારી વાત સાથે સંમત્ત પણ થતો અને પાછી કોઈ સ્ટોરીની વાત આવે તો તે મારા સામે છેડે જ ઉભો હોય.
2002ના તોફાનોમાં અમદાવાદ શહેરમાં સ્થિતિ નાજુક હતી, શહેરના નદીપાર વિસ્તારમાં મુસલીમો નિકળી શકતા ન્હોતા, ત્યારે એક દિવસ તેનો મને ફોન આવ્યો , આપણે આઈઆઈએમ પાસે મળીએ છીએ, મને આશ્ચર્ય પણ થયુ અને ડર પણ લાગ્યો, મને થયુ કે મીયાનું મગજ ફરી ગયુ છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આઈઆઈએમ પાસે દુર દુર સુધી કોઈ મુસલમાન વસ્તી નથી તો આ શુ કામ મને ત્યા મળવા બોલાવે છે. પણ હું કઈ સવાલ કરૂ તે પહેલા તેણે ફોન મુદી દીધો. હું વસ્ત્રાપુર નક્કી કરેલી ચ્હાની લારી ઉપર પહોંચ્યો, તે ખુશ હતો, મેં પુછયુ તુ બહાર કેમ નિકળ્યો.. તેણે કહ્યુ નોકરી તો કરવી પડે.. મેં આજુબાજુ જોતા પુછયુ તને કઈ ભાન છે.. તે મારો પ્રશ્ન સમજી ગયો.. તેણે ખીસ્સામાં હાથ નાખી કોઈ કાર્ડ કાઢી મારી સામે મુકતા કહ્યુ ચીંતા ના કરો મારૂ નામ સરસ્વતીચંદ્ર છે.. તે 2002ના તોફાનો દરમિયાન સરફરાજ માંથી સરસ્વતીચંદ્ર બની મારી સાથે રીપોર્ટીંગમાં ફરતો રહ્યો
મારી અને સરફરાજ વચ્ચેની કામની હરિફાઈ કોઈ છાની બાબત ન્હોતી, પત્રકારો તો ઠીક પણ પોલીસ અધિકારીઓ પણ જાણે છે, જેનો જેણે લાભ લેવાનો હતો તે લીધો, પણ તેની સામે મારી કોઈ નારાજગી પણ નથી. સરફરાજ મને હરિફ માનતો હોવા છતાં તેની નિખાલસતાની કેટલીક વાતો મારી પાસે છે, હું દિવ્ય ભાસ્કર છોડી ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં જોડાયો હતો, તેના એકાદ વર્ષ બાદ તેને દિવ્ય ભાસ્કરમાં ડેપ્યુટી ચીફ રીપોર્ટર તરીકેનું પ્રમોશન મળ્યુ, તેણે મને ફોન કર્યો, કહ્યુ પ્રશાંતભાઈ મને અભિનંદન આપો, મેં કહ્યુ શેના ભાઈ, તેણે કહ્યુ પહેલા અભિનંદન આપો પછી વાત કરીશ , મેં તેને અભિનંદન આપ્યા, તેણે તેને મળેલા પ્રમોશનની વાત કરતા કહ્યુ, સાચુ કહુ તો હું તમને પસંદ કરતો નથી, પણ મારા મનમાં સતત એવો પ્રયાસ હોય છે કે મારે પ્રશાંત દયાળ જેવા રિપોર્ટર થવુ છે.
અમારી વચ્ચે ઝઘડા પણ ખુબ થયા, અને અબોલા પણ થયા છતાં બન્ને એકબીજાની તાકાતથી પુરા વાકેફ છીએ, મેદાનમાં તમે એકલા જ દોડો તો પહેલો અને બીજો નંબર તમારો પોતાનો જ રહે, તેમાં નવાઈ કઈ નથી, પણ મેદાનમાં તમારી સાથે લગોલગ કોઈ હરિફાઈ કરનાર હોવો જોઈએ, છેલ્લાં પંદર વર્ષથી સરફરાજ રીપોર્ટીંગના મેદાનમાં મારી સાથે દોડતો રહ્યો છે, તેના કારણે જ મારે પણ દોડતા રહેવુ પડયુ છે તેવુ કબુલ કરતા મને સંકોચ થતો નથી, પરંતુ સરફરાજ હજી પણ નાના બાળક જેવો છે, તે આજે પણ માને છે કે દરેક દોડમાં તેનો જ નંબર પ્રથમ આવવો જોઈએ, જો કે દરેક વખતે શકય પણ હોતુ નથી, પણ જયારે તેવુ ના બને ત્યારે તે ખુબ દુખી થયો હોય તેવુ પણ મેં જોયુ છે.
હું એક વર્ષ વડોદરા ગયો ત્યારે તેણે કેટલાંક મીત્રનો કહ્યુ હતું કે પ્રશાંતભાઈ અમદાવાદ નથી, તેના કારણે મને પડકાર મળતો નથી, તેમની હાજરી મને દોડાવે છે, આ વાત હું પણ સરફરાજ માટે કહી શકુ તેમ છુ, આજે અમદાવાદના પત્રકાત્વમાં સરફરાજ કરતા ઉમંરમાં અનેક રીપોર્ટરો નાના છે છતાં સરફરાજનો ઉત્સાહ અને મહેનત કોઈ પણ જુનિયરને શરમાવે તેવો છે, મ્યાર્દાઓ તો તમામમાં રહેવાની તેમાં હું પણ બાકાત નથી, છતાં સરફરાજ એક સારો લડવૈયો છે તેવી વાત નિશંક છે..
તા 13મી જુલાઈ સાંજના છ વાગ્યા હશે હું હુ રોજ પ્રમાણે ટાઈમ્સ ઓફ ઈન્ડીયા નીચે આવેલા ચ્હાની કીટલી ઉપર પહોચ્યો ત્યારે મારા સાથી પત્રકાર સઈદ ખાને મને એક તરફ બોલાવી કહ્યુ સરફરાજને હોસ્પિટલ લઈ ગયા છે તેને હાર્ટ એટેક આવ્યો છે.. હું મારો સાથી મેહુલ જાની સાથે તરત હોસ્પિટલ પહોંચ્યા, ઈમરજન્સી વોર્ડમાં તેની સારવાર ચાલી રહી હતી, કોણ જાણે પણ મને સરફરાજ સામે જોતા નર્સે મારી તરફ કેટલાંક કાગળો મુકતા પુછયુ તમે સરફરાજના પિતા છો.. કદાચ મારા સફેદવાળ અને ઉમંરને કારણે કહ્યુ હશે ખેર તે મુદો વિશેષ ન્હોતો મેં હા કહ્યુ તેણે મને કાગળો ઉપર સહી કરવાનું કહ્યુ, મેં કાગળો ઉપર સહીઓ કરી અને દર્દીના સાથેના સંબંધના ખાનામાં મીત્ર હોવાની નોંધ કરી.
નર્સે કાગળો જોયા અને મારી સામે જોતા પુછયુ, તમે ફ્રેન્ડ કેમ લખ્યુ.. મે હસતા હસતા જવાબ આપ્યો હું તેનો મીત્ર જ છુ માત્ર મારી ફાધર ફીગર છે. તરત એન્જીયોગ્રાફી થઈ, મેં તેના તમામ ફોર્મ ઉપર સહી કરી હોવાને કારણે ડૉકટરે મને બોલાવી તેના નિદાનની વાત કરી, તેના હાર્ટમાં બ્લોકેજ હોવાનું જણાવ્યુ જો કે મેડીકલ કારણોસર એન્જીયો પ્લાસ્ટી થઈ શકે તેમ ન્હોતી, તેની સારવાર શરૂ થઈ અને આઈસીસીયુ વોર્ડમાં લઈ ગયા. તેની પત્ની અલફીયા સાથે તેના પ્રેમ લગ્ન થયા , બન્ને મુસલીમ હોવા છતાં તેને અલફીયા સાથે નિકાહ પઢવામાં માટે પણ અનેક મોરચે લડવુ પડયુ હતું.. આ દરમિયાન મેં તેની પત્ની અલફીયાને જાણ કરતા તે પોતાના બે બાળકો સાથે હોસ્પિટલ દોડી આવી, તેમની આંખમાં આંસુ હતા તે સરફરાજ જલદી સારો થઈ જાય તેની દુઆ માંગી રહ્યા હતા. સતત મારી સાથે લડતો ઝઘડતો સરફરાજ આઈસીસીયુ વોર્ડમાં સ્ટ્રેચર ઉપર જઈ રહ્યો હતો ત્યારે મેં તેની આંખોમાં પોતાના પરિવારને જોઈ આવેલો ડર જોયો હતો, તેની આંખોમાં એક પ્રકારની લાચારી હતી. મને લાગ્યુ કે મારે લાચાર સરફરાજને જોવો નથી.
હું હોસ્પિટલથી નિકળ્યો ત્યારે મનમાં આવ્યુ કે સરફરાજનો ખુદા ભલે મારા ઈશ્વરથી જુદો હોય, પણ મારા ઈશ્વરે સરફરાજને બચાવવો પડશે કારણ મારી સાથે લડવા પણ સરફરાજે જીવવુ પડશે
Subscribe to:
Posts (Atom)