Monday, November 7, 2016

ગુજરાતી પાસપોર્ટને દર્શકોએ વીઝા આપી દીધો

મારો મીત્ર મલ્હાર દવે પબ્લીક રીલેશનના ધંધા સાથે સંકળાયેલો છે, મારા કરતા ઉમંરમાં ખાસ્સો નાનો છે, પણ તેની મઝાક-મસ્તી અને તોફાનોને બાદ કરતા હું તેની વાતને ગંભીરતાથી સાંભળતો હોઉ છુ, તે અંતિમવાદી છે, જો કે તેના તમામ અંતિમવાદમાં તર્ક હોય છે. જે તમને તેની વાત સાથે સંમત્ત થવા માટે આગ્રહ કરતો હોય છે. જયારે જયારે પણ ગુજરાતી ફિલ્મની વાત નિકળે ત્યારે મલ્હાર મને ગુજરાતી ફિલ્મોનું ભાવી જ નથી, તેના ચોક્કસ કારણો આપે, અતિ સારી ફિલ્મ હોવા છતાં કેમ ગુજરાતી ફિલ્મો ચાલતી નથી તેનો તર્ક પણ આપે ખાસ કરી શહેરી વિસ્તારમાંને લગતા વિષયો ઉપર બનતી ગુજરાતી ફિલ્મની વાત કરીએ ત્યારે.

રવિવારના દિવસે સાંજે તેનો મને ફોન આવ્યો, હું તેને મળવા પહોંચ્યો ત્યારે તે એકદમ અલગ મીજાજમાં જ હતો, તેને તેની સ્ટાઈલ પ્રમાણે પહેલા ફોન ઉપર કોઈને ખખડાવી નાખ્યો અને પછી મારી સામે જોતા કહ્યુ દાદા ચાલી જશે, એક હજાર ટકા ચાલી જશે.. મેં તેની સામે જોયુ, તે સમજદાર છે, તેણે કહ્યુ હું પાસપોર્ટની વાત કરૂ છુ, પાસપોર્ટ નામની ફિલ્મ સાથે મારો એક અજાણ્યો લગાવ હોવાના કારણો પણ છે, જેમાં ફિલ્મની વિલન આશીષ વશી ફિલ્મનો લેખક પરેશ વ્યાસ અને એકઝીયુટીવ પ્રોડયુસર હર્ષ સાથે ચ્હાની કીટલી ઉપર અનેક વખક ચ્હા પીતા પીતા ટોળ ટપ્પા માર્યા છે, તેના કારણે કોઈ પણ કારણવગર પાસપોર્ટ ફિલ્મ આપણી પોતાની છે તેવુ લાગ્યા કરે, જો કે ત્યારે ફિલ્મનું પ્રોડકશન ચાલતુ હતું, આ દરમિયાન મેં પરેશ-હર્ષ અને ફિલ્મના દિગ્દર્શક રાજેશ શર્માને ફિલ્મ વધુ કેમ સારી થઈ શકે તેમ મામલે ઝઘડા પણ જોયા હતા.

ત્યારે આ પાસપોર્ટ ફિલ્મની લઈ અચાનક મલ્હારનો બદલાયેલો મત જોઈ મેં મનોમન નક્કી કર્યુ કે પાસપોર્ટ જોવી જ પડશે. સોમવારનો દિવસ હતો , સામાન્ય રીતી હિન્દી ફિલ્મોમાં પણ ચકલા ઉડતા હોય છે, છતાં ગુજરાતી ફિલ્મ પેક હતી, હું આખી ફિલ્મને એક દર્શક તરીકે જોવા કરતા ફિલ્મ કઈ રીતે સારી અથવા ખોટી છે, અથવા કયાં ગુજરાતી ફિલ્મ હિન્દી ફિલ્મ સામે માર ખાય છે તેવા વિશ્લેષક તરીકે ફિલ્મ જોવા ગયો હતો. ફિલ્મની શરૂઆત થઈ તેના પંદર વીસ મીનીટ સુધી તો ફિલ્મ એક વિશ્લેષક તરીકે જોતો રહ્યો, પણ મને યાદ આવ્યુ કે ફિલ્મ મારે દર્શક તરીકે જોવી જોઈએ, જેના કારણે ફિલ્મની થોડીવારમાં ફિલ્મની ટ્રીટમેન્ટ જોઈ આ હિન્દી ફિલ્મ છે તેવુ જ લાગે.

ફિલ્મનો હિરો મલ્હાર છે, બસ તે મલ્હાર છે એટલુ જ કહીશ, જયારે વિદેશી હિરોઈન અાના પણ મઝાની છે, તેની ગુજરાતી બધાને મઝા કરાવે તેવી છે.ફિલ્મનું નામ પાસપોર્ટ હોવાને કારણે ફિલ્મની કથા પાસપોર્ટની આસપાસ ફરે છે. વિલનનો રોલ કરતો આશીષ વશીની હિન્દી પણ મઝાની છે. જયારે ચોરની ભુમીકા અદા કરતા જયેશ મોરેને તમામ કલાકારો કરતા એક માર્ક વધારે આપવો પડે, તેમ છે. જયેશ મોરેની એકટીંગનો શ્રેષ્ઠ છે, પણ બોલ્યા વગર પણ તેમની આંખો ઘણુ બધુ બોલતી હોય છે.ફિલ્મના ગીત માટે ચીરાગ ત્રીપાઠી અને સંગીત માટે મહેલુ સુરતીને દસમાંથી દસ માર્ક મળે છે. આખુ ફિલ્માંકન અમદાવાદ ઉપર હોવા છતાં આવુ અમદાવાદ તો મેં જોયુ જ નથી તેવુ લાગે. મારૂ અમદાવાદ જેટલુ સુંદર છે તેના કરતા વધુ સુંદર મને ફિલ્મમાં લાગ્યુ છે.ફિલ્માના દર્શ્ય જોઈ શ્રીકુમાર રામચંદ્રનના કેમેરાનો જાદુ પણ જોવા મળે છે. એડીટર નીરવ પંચાલનું કામ પણ સ્ક્રીન ઉપ બોલી ઉઠે છે.

થીયેટરમાં મારી બાજુમાં બે કોલેજ ગર્લ બેઠી હતી, જે આખા ફિલ્મ દરમિયાન પેટ પકડી હસતી હતી, ફિલ્મ પુરી થતાં એક છોકરી બોલી પૈસા વસુલ થઈ ગયા. બસ આ એક એવોર્ડ કરતા પણ વધુ છે. કારણ દર્શકને કયારેય સ્ટોરી,સંગીત અને કલાનો ધોરણો સાથે કોઈ લેવાદેવા હોતી નથી, કારણ તે ફુટપટ્ટી લઈ ફિલ્મ જોતો નથી તેને જો મઝા પડે અથવા મઝા ના આવી આ બે શબ્દની ખબર હોય છે. પણ પૈસા વસુલ તેવુ વાકય જ કહે છે મઝઝા પડી ગઈ....

4 comments:

  1. Yes it is nice movie seen yesterday.

    ReplyDelete
  2. ફિલ્મ ગુજરાતી હોય કે હિંદી જ્યારે પણ સફળ થાય છે ત્યારે સ્વાભાવિક રીતે તેનો શ્રેય ફિલ્મના કલાકારોને, તેના ડિરેક્ટરને મળે છે અને મળવો જ જોઇએ પરંતુ સામાન્ય દર્શકને પોસ્ટ પ્રોડક્શનની ટેકનિકાલિટીઝ વિશે ખબર નથી હોતી. પાસપોર્ટ (અને બીજી ઘણી બધી જેમ કે, બે યાર, છેલ્લો દિવસ, થઈ જશે) જેવી બૉક્સ ઑફિસ પર સફળ રહેલી ગુજરાતી ફિલ્મોની સફળતા પાછળ એડિટિંગ જેવા ટેકનિકલ પાસાનો બહુ મોટો ફાળો રહ્યો છે. કેટલાક કિસ્સામાં તો ફિલ્મ આખી એડિટિંગ ટેબલ પર જ બની હોય તેમ પણ બન્યું છે. પાસપોર્ટની સફળતામાં પણ તેના એડિટિંગના પાસાને અવગણી ના જ શકાય, અલબત્ત આશિષ વશી, મલ્હાર, મોરે જેવા મજબૂત કલાકારોની સાથે ફિલ્મના એડિટરને પણ પોંખવો પડે...

    ReplyDelete
  3. After longtime people appreciate the local Gujarati movie

    ReplyDelete