Sunday, January 29, 2017

આ દરવાજામાંથી તેઓ નિકળશે તો ખરા પણ પછી જશે કયાં ?

થોડા દિવસ પહેલા અમદાવાદની સેન્ટ્રલ જેલમાં હું ગયો હતો, જેલ સુપ્રીટેન્ડન્ટ પ્રેમવિરસિંગ સાથે વાતચીત કરતા ખબર પડી કે જેલમાં કેટલાંય કેદીઓ એવા છે, જેમનો અત્યંત સામાન્ય ગુનો છે, તેમને નિયમ પ્રમાણે તરત જ જામીન મળી જાય, પણ તેમણે પોતાના ગુનાની સજા કરતા પણ અનેક મહિના વધુ સમય જેલમાં પસાર કરી નાખ્યા છે, તેનું કારણ એવુ છે કે તેઓ અત્યંત ગરીબ છે, અથવા તેઓ ગુજરાત બહારના છે, તેમની પાસે પૈસા નહીં હોવાને કારણે વકિલ રોકી શકતા નથી, અને તેમને જામીન મળતા નથી. હું છેલ્લાં આઠ મહિનાથી નવજીવન ટ્રસ્ટ સાથે સંકળાયેલો છુ, આ અંગે મેં નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈને વાત કરી ત્યારે તેમણે કહ્યુ નવજીવન ટ્રસ્ટ વકિલ રોકી તેમને છોડાવી શકે તે સારૂ થાય.

તે જ સંદર્ભમાં મારી હું એડવોકેટ શહેનાઝ મલેક સાથે ફરી જેલમાં ગયો હતો, તે દરમિયાન એવુ બન્યુ કે રાજય સરકારે 12 વર્ષથી વધુ સજા કાપી હોય તેવા કેદીઓને છોડી મુકવાનો નિર્ણય કર્યો હતો, ગુજરાતની વિવિધ જેલોમાં 400 કરતા વધુ કેદીઓને આ નિર્ણયનો લાભ મળશે, જેમાં અમદાવાદ જેલમાંથી 125 કેદીઓ છુટી રહ્યા છે.હું જેલર પાસે બેઠો હતો ત્યારે એક કેદી અમારી માટે ચ્હા અને પાણી લઈ આવ્યો, તે પણ છુટી રહ્યો હતો, જો કે તેના ચહેરા ઉપર જેલમાંથી છુટવાનો આનંદ ન્હોતો, કદાચ તે જેલમાંથી જવા પણ માગતો ન્હોતો. મને તેનું આશ્ચર્ય થઈ કે કોઈ કેદી જેલમાંથી બહાર જવા માગતો નથી, મેં તે અંગે બીજા કેદી સાથે વાત કરી તો ખબર પડી કે આ કેદી ખુન કેસમાં અંદર આવ્યો હતો,

તે જે દિવસે જેલમાં આવ્યો તે દિવસથી આજ સુધી તેને મળવા માટે તેના પરિવારજનો અથવા કોઈ મીત્ર કયારેય આવ્યુ નથી, તેણે પણ 12 વર્ષમાં એક પણ રજા લીધી નથી અને તે કયારે 12 વર્ષમાં જેલની બહાર ગયો નથી, તેને હવે સતત એક પ્રશ્ન સતાવી રહ્યો છે કે જેલની બહાર જઈ શુ કરીશ. સુપ્રીટેન્ડન્ટ પ્રેમવિરસિંગ કહે છે, જે કેદીઓ છુટી રહ્યા છે, તેઓ કોઈ હાર્ડકોર ગુનેગાર નથી, જીંદગીમાં પહેલી વખત જ તેમણે ઉશ્કેરાટમાં આવી ગુનો કર્યો હતો, અને એટલે જ તેમણે લાંબી સજા પણ કાપી, તેઓ ભણેલા હતા, તેમનો ધંધો હતો, પણ જેલમાં આવ્યા પછી તેમનું બધુ જ સાફ થઈ ગયુ છે.

જેલમાં આવીને પણ આ કેદીઓ ખુબ ભણ્યા, કેટલાંક કેદીઓ ટેકનીકલ શિક્ષણ પણ મેળવ્યુ તેના કારણે અમારી પાસે સારા કુક છે, ફનિર્ચર બનાવનાર,વેલ્ડર, કોમ્પયુટર ઓપરેટર, લાયબ્રેરીયન,બેકરી સ્ટાફ, સિવિલ એન્જિયર, ડૉકટર, સંગીતકાર, ગાયકી અને વીડીયોગ્રાફી સહિત વિશ્વની તમામ અભ્યાસક્રમો અને કૌશલ્યમાં માહિરતા હાંસલ કરી છે, પણ હવે સમસ્યા અને માનસીકતા એવી છે કે જયારે આ કેદીઓ બહાર નિકળશે ત્યારે તેમને કોઈ કામ આપવા તૈયાર થશે નહીં, કારણ કેદીઓને નોકરી આપવા કોઈ તૈયાર હોતુ નથી. આ સંજોગોમાં જો આ કેદીઓને બહાર નિકળ્યા પછી નોકરી મળશે નહીં તો તેમનો રસ્તો ફંટાઈ જવાની પુરી શકયતા છે., આ કેદીઓનું સમાજમાં પુનસ્થાપન પણ જરૂરી છે. આ સંદર્ભમાં નવજીવન ટ્રસ્ટે પહેલ કરી થોડાક કેદીઓને નવજીવન ટ્રસ્ટમાં નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.

પણ આ કામ માત્ર નવજીવન ટ્રસ્ટનું નથી, પણ આપણા બધાનું છે, કારણ કેદીઓની સંખ્યા 125ની છે, તો મારી વિનંતી છે કે આ દિશામાં જો તમે કઈ કરી શકો તો આગળ આવો, અથવા આ પોસ્ટ શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી, કેદીઓને કઈ રીતે કામ મળી શકે તેવો પ્રયત્ન કરો, આ સંદર્ભમાં નવજીવન ટ્રસ્ટ કેદીઓ અને નોકરી દાતા વચ્ચે માધ્યામ થવા માટે તૈયાર છે. આ કેદીઓ એક સારા માણસ છે, તેમની હું તમને ખાતરી આપુ છુ, તેમનું નસીબ તેમને જેલના દરવાજા સુધી લઈ આવ્યુ, પણ હવે વર્ષો પહેલા તેઓ જે દરવાજે અંદર ગયા હતા, ત્યાંથી બહાર આવી રહ્યા છે, ત્યારે આપણે તેમનું સ્વાગત એક સારા માણસ થવાના તેમના પ્રયાસ માટે કરીએ, તમે મારો સંપર્ક પણ કરી શકો છો, અથવા સુચન પણ કરી શકો.

તમારા ફોનનો મને ઈંતઝાર રહેશે, તમારો કોઈ એક કોલ એક કેદીની જીંદગી બદલવામાં મદદ રૂપ થઈ શકે તેમ છે

મારો સંપર્ક તમે આ નંબર ઉપર કરી શકશોઃ પ્રશાંત દયાળ ... 9825047682

7 comments:

  1. Really nice work.. if any kind of requirements I call u or sugguest other people. Thanks Uniq

    ReplyDelete
  2. Really nice work.. if any kind of requirements I call u or sugguest other people. Thanks Uniq

    ReplyDelete
  3. Yes sir.you tell right things.we must help them for work.

    ReplyDelete
  4. Call me I have work for them 7383545100,8735024500
    Hiral Mistry

    ReplyDelete
  5. પ્રશાંતભાઈ,
    અમને 'જનપથ' ના કાર્યક્રમો માટે મિનીબસ ડ્રાયવર તથા એક એકાઉન્ટ આસીસ્ટન્ટ જોઈએ છે.
    જનપથ, બી-૩, સહજાનંદ ટાવર્સ,જીવરાજપાર્ક ચાર-રસ્તા, અમદાવાદ-૫૧,ફોન:૨૬૮૨૧૫૫૩,૨૬૮૨૦૭૧૯ સોમ થી શનિ ૧૧-૦૦ થી ૫-૦૦ માં સંપર્ક કરવા કહી શકો.- હરિણેશ પંડ્યા.

    ReplyDelete