Thursday, March 16, 2017

મે મારી દિકરીને કહ્યુ તુ નાપાસ થાય તો પણ મને વાંધો નથી.

મારા માતા પિતા બંન્ને ભારત સરકારમાં નોકરી કરતા હતા, તેમની મારી સામે ફરિયાદ હતી કે તેઓ રાત દિવસ મારી માટે મહેનત કરે છે, અને હું ભણવામાં ધ્યાન આપતો નથી, મને બરાબર યાદ છે કે હું ધોરણ આઠમાં હતો, ત્યાં સુધી મને ખબર ન્હોતી કે પરિક્ષામાં કેટલા માર્ક આવે તો આપણે પાસ થઈ શકીએ, મારૂ વાર્ષિક પરિક્ષાનું પરિણામ આવ્યુ, તે દિવસે મને યાદ આવ્યુ કે ફરી આજે મારા માતા-પિતા કાયમની જેમ મારી સામે લેકચર આપશે, એટલે મેં મારા બાજુમાં બેઠેલા મિત્રને પુછયુ કે ભાઈ આપણે કેટલા માર્ક મળે તો પાસ કહેવાઈએ ? તેણે જવાબ આપ્યો તે પાસ થવા માટે 35 માર્ક જોઈએ. મે મારા પરિણામ સામે જોયુ અને ખુશ થયો, મે મને આશ્વાસન પણ આપ્યુ કે 35 માર્ક બહુ મોટી વાત નથી.

હું ઘરે પહોંચ્યો ત્યારે મારા પિતાના હાથમાં ગૌરવભેર મેં કહ્યુ કે લો તમે કાયમ ફરિયાદ કરો છો કે હું ભણતો નથી, તો જોઈ લો મારૂ પરિણામ..તેમણે મારૂ પરિણામ હાથ લીધુ.. જોયુ અને મારા ગાલ ઉપર તમાચો માર્યો( તેમણે મારી જીંદગીમાં મારેલો પહેલો અને છેલ્લે તમાચો હતો) હું અચંબામાં પડી ગયો, કોઈ દિકરો પોતાના પિતાના સારૂ પરિણામ આપે અને પિતા તમાચો મારે એવુ તો કઈ રીતે બને ? હું ગાલ ઉપર હાથ ફેરવતો વિચારમાં પડી ગયો.. તેમણે મારા ચહેરા ઉપરના પ્રશ્નાર્થને જોઈને કહ્યુ બેટા એક વિષયમાં 35 માર્ક જોઈએ ત્યારે તારા તો તમામ વિષયના કુળ ગુણ 35 થાય છે. મારે આઠમુ ધોરણ ફરી ભણવુ પડયુ.

સામાન્ય રીતે માતા-પિતા પોતાના સંતાનોને પોતાની નિષ્ફળતાની વાત કરતા નથી, પણ આ ઘટના હું મારી દિકરી પ્રાર્થના અને દિકરા આકાશને અનેક વખત કહી ચુકયો છુ, ધોરણ આઠમાં મળેલી નિષ્ફળતા પછી મેં કઈ બહુ મોટા તીર માર્યા ન્હોતા, પણ પાસ થવા એટલા માર્ક મેળવ્યા હતા, હું મારા બંન્ને સંતાનોને મારી નિષ્ફળતાની વાત એટલા માટે કહું છે કે મારા 30 વર્ષના પત્રકારત્વમાં મને કોઈએ ધોરણ 10-12 અને થર્ડ ઈયરની માર્કશીટ માગી નથી, તો જેના ગુણનો  તમારી આવનારી જીંદગીમાં કોઈ મહત્વ જ નથી તો તેના માટે જીવને તાળવે ચોટાડી દેવાનો શુ અર્થ છે. મારી દિકરી ધોરણ 10માં છે, હું તેને પહેલા દિવસથી કહેતો આવ્યો છુ કે તું પરિક્ષામાં નાપાસ થઈશ તો પણ મને વાંધો નથી, કારણ તુ મોટી થઈશ ત્યારે કોઈ તને નોકરી આપતા પહેલા તારા 10માં ધોરણની માર્કશીટ માંગવાનું નથી, માટે તુ નાપાસ પણ થઈશ તો પણ મને કે તારી મમ્મીને કોઈ વાંધો આવશે નહીં.

અમે તને પ્રેમ કરી છીએ નહીં કે તારી માર્કશીટ અથવા તારી સફળતાને તુ જેવી છે તેવી અમારી છે. તે મને કહે છે કે હું કયારે નાપાસ થઈશ નહીં, પણ મેં તને કહ્યુ કે માની લો કે તુ નાપાસ થાય તો આપણે તેની પણ પાર્ટી રાખીશુ, કારણ નિષ્ફળતાની કોઈ પાર્ટી કરતુ નથી આપણે એક નવી પ્રથા શરૂ કરીશુ., તે બીન્દાસ છે, તે પરિક્ષા છેલ્લાં કલાકમાં પણ ટીવી જુવે છે અને ફોન ઉપર વાતો કર્યા કરે છે. હું નિશ્ચીત છુ કારણ મને તેની બોર્ડની પરિક્ષા કરતા તે જીંદગીની પરિક્ષામાં પાસ થાય તેની સાથે નીસ્બત છે. મારા દિકરો આકાશ પહેલાથી શિક્ષણમાં હોશીયાર છે( ખબર નહીં મારા પુત્રને શિક્ષણ સાથે કેવી રીતે લગાવ થયો) તે છેલ્લાં પાંચ વર્ષથી યુપીએસસીની તૈયારી કરતો હતો, થોડા દિવસ પહેલા તેણે મને કહ્યુ મારે યુપીએસસી કરવુ નથી.

મેં કહ્યુ કઈ વાંધો નહીં, તને મઝા પડે તે કર, કદાચ તને એવુ લાગે કે કોલેજ પુરી કર્યા પછી મારે ઓટો રીક્ષા ચલાવી છે, મને તેમાં મઝા આવે છે તો હું તને ઓટો રીક્ષા લાવી આપીશ, પણ તુ જે કામ કરે તેમાં તને મઝા આવવી જોઈ, હું મારા સ્વપ્ના તેની ઉપર થોપવા માગતો નથી, હું જયા નિષ્ફળ થયો તેમાં મારા સંતાનો સફળ થાય તેવો મારો જરાય પણ આગ્રહ નથી, આખરે દરેક પાલક પોતાના સંતાન ખુશ રહે તેવુ જ ઈચ્છે છે તો તેની ખુશી કઈ બાબતમાં છે તેને તો પુછવુ  જ પડશે.બાળકની સફળતાનો યશ આપણે લઈએ છીએ ત્યારે તેની નિષ્ફળતામાં પણ આપણે સામેલ થવુ પડશે.

16 comments:

 1. I do agree with you.My daughter got admission in medical but she rejected by saying that she had to further study after completing mbbs and she doesn't like it.At present she is doing Mac

  ReplyDelete
 2. Je kam karvama maja aave te kam karvu joi e aa line ma ek word lakhava nu chukya cho.
  Anyway superb
  great dada

  ReplyDelete
 3. પ્રશાંતભાઈ તમે તમારી દીકરી પર જે રીતે વિશ્વાસ રાખો છે તે જોતા સ્વજવાબદારી લઈને તમારી દીકરી ધો.૧૦માં જરૂરથી સારામાં સારા માર્કે પરીક્ષામાં સફળ થશે તે નિશ્ચિત છે...
  પણ તમેં જે રીતે પોતાનો જિંદાદિલીભાર્યો દાખલો મુક્યો તે દરેક માં-બાપે શીખવા જેવું છે. શિક્ષણની પરીક્ષા કરતા જિંદગીની પરીક્ષામાં pass થવું વધારે મહત્વનું છે.
  સમાજને સાચો મેસેજ આપવા બદલ પ્રશાંતભાઈ Thank you.

  ReplyDelete
 4. પ્રશાંતભાઈ તમે તમારી દીકરી પર જે રીતે વિશ્વાસ રાખો છે તે જોતા સ્વજવાબદારી લઈને તમારી દીકરી ધો.૧૦માં જરૂરથી સારામાં સારા માર્કે પરીક્ષામાં સફળ થશે તે નિશ્ચિત છે...
  પણ તમેં જે રીતે પોતાનો જિંદાદિલીભાર્યો દાખલો મુક્યો તે દરેક માં-બાપે શીખવા જેવું છે. શિક્ષણની પરીક્ષા કરતા જિંદગીની પરીક્ષામાં pass થવું વધારે મહત્વનું છે.
  સમાજને સાચો મેસેજ આપવા બદલ પ્રશાંતભાઈ Thank you.

  ReplyDelete
 5. Dada Tamaro aa massage Samaj ma javo j joi a. Great Darek ma-Bap potana Santan ni Khushi chahta hot to Takavari no moh NA rakhat. And 1 pan suicide no case exam babte NA thay.

  ReplyDelete
 6. હાલ ના સમયનો પેચીદો પ્રશ્ન.
  દેખા દેખી અને હરીફાઈના આ જમાનામાં બાળકોનું બચપણ છીનવાઈ રહ્યું છે એવું હું અંગત રીતે માનું છું.
  મારા ઘરમાં પણ આજ પ્રશ્ન ઉપસ્થિત થયેલ. મારી મોટી દીકરી ભણવામાં
  એવરેજ અને ૧૦માં ધોરણમાં માંડ માંડ પાસ થયેલ. સ્કૂલના
  પ્રિન્સીપાલે તેને આર્ટસ લેવા કહ્યું
  અને જે સ્કૂલમાં તે શરૂઆતથી ભણેલ એમાં આર્ટસ વિષય જ નહિ અને કહે બીજી સ્કૂલમાં એડમિશન કહ્યું. સ્કૂલના
  પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઝ સાથે મુલાકાત
  કરી રીતસરનો કરગર્યો કે એને આ
  સ્કૂલમાં જ અને કોમર્સમાં જ એડમિશન લેવું છે . આખરે તેઓ પીગળ્યાં
  અને કોમર્સમાં એડમિશન આપવા
  તૈયાર થયા અમે રાજીના રેડ થઇ
  ગયા . ઘરે આવી હાશકારો અનુભવ્યો.
  પછી ઘરે પર્સનલ ટ્યુશન રાખેલ .
  બે સાહેબો તેને ભણવા આવતા . પહેલા દિવસે જ મેં તેમની સાથે વાત કરી હકીકત જણાવી અને કહ્યું મારી દીકરી ની કેપેસીટી મને ખબર છે . એ એવરેજ સ્ટુડન્ટ છે , માંડ માંડ કોમર્સમાં એડમિશન થયું છે મને વધારે અપેક્ષા નથી તમારે ફક્ત એટલું કામ કરવાનું છે કે એનું વર્ષના બગાડે મારે એટલીસ્ટ એને કોમર્સ ગ્રેજ્યુએટ કરવું છે બસ એનું વર્ષના બગાડે એટલું એનું ભણાવાનું છે બસ. તેઓ એકીટશે મને જોવા લાગ્યા અને કહે અમે એટલા વર્ષથી ટ્યૂશન કરાવી એ છીએ હજુ સુધી કોઈ માતા - પિતા એ આવી વાત નથી કરી અને સાથે આશ્વાસન પણ આપ્યું અને ખરેખર ચમત્કાર થયો . બારમા ધોરણમાં ૬૪ ટકા અને હાલ તે એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ માંથી એમબીએ કરી રહી છે. પહેલું વર્ષ હવે પૂરું કરી બીજા વર્ષમાં આવશે.
  પ્રશાંતભાઈને વાંચી ને હું મારો અનુભવ શેયર કરતા ના રોકી શક્યો. આવા પ્રસંગ કોઈપણ વ્યક્તિના જીવનમાં ટુર્નિગ પોઈંટ સમાન બની જતા હોય છે , જરૂર છે માત્ર તેના અહેસાસની.

  ReplyDelete