મેં કહ્યુ સર પરિવારને અન્યાય થઈ રહ્યો છે તે વાત મારા અને તમારા પરિવારને પણ લાગુ પડે તેમ છે, હું સુભાષ ત્રિવેદ્દીને છેલ્લાં પચ્ચીસ વર્ષથી ઓળખુ છુ, તેઓ સીસ્ટમની અંદર હોવા છતાં તેમના ભાગે સીસ્ટમ સામે લડવાનું અનેક વખત આવ્યુ છે. તેમના માટે પોલીસની નોકરી નથી, નોકરી નથી, વર્ષો પહેલા ફરજમાં બેદરકારી દાખવનાર એક કોન્સટેબલને ઠપકો આપતા સાંભળ્યા હતા, તેમણે કોન્સટેબલને કહ્યુ હતું તારા અને મારા માથા ઉપર જે ટોપી છે, તેમાં અશોકસ્તંભ છે, બીજા બધા કરતા આપણા શીરે દેશે વધુ જવાબદારી મુકી છે.મારૂ વાકય સાંભળી સુભાષ ત્રિવેદ્દી હસવા લાગ્યા , તેમના એક આછા સ્મીતમાં તેમનો હકાર હતો. આ દેશનો કોઈ પણ માણસ પોતાનું કામ થોડુ પ્રમાણિકપણે કરે એટલે તે મહાત્મા ગાંધીની કતારમાં આવી ઉભો રહી જાય છે. અને જયારે માણસ પોતાના કામ પ્રત્યે પ્રમાણિક રહે ત્યારે તેની કિમંત તેના પરિવારે ચુકવવાની હોય છે.
થોડા દિવસ પહેલા હું ભાવનગર રોટરી કલબમાં એક લેકચર માટે ગયો હતો, મેં મારા ક્રાઈમ રીપોર્ટીંગના લેકચરમાં કહ્યુ હતું, હું જે કઈ કરી શકયો તેમાં મારા પરિવારની ભુમીકા મહત્વની છે.બીજા દિવસે ઘરે આવ્યા પછી મેં મારી પત્ની શીવાની સાથેની ચર્ચામાં લેકચરની વાત કરી ત્યારે તેણે મને કહ્યુ, તમે રોજ આખા દિવસ તમારા કામ માટે દોડયા કરો છો, સારૂ કામ કરો છો, મને તમારૂ કામ અને તમે બંન્ને ગમો છો, પણ કયારેક તો અમારો વિચાર કરો. રોજ સાંજ પડે અને અમે તમારી રાહ જોતા બેસી રહીએ છીએ, મને તેની વેદના સમજાતી હતી, મેં તેનો હાથ પકડતા કહ્યુ મને ખબર છે, પણ હવેથી હું ધ્યાન રાખીશ કે તમને સમય આપી શકુ, પણ હું જાણુ છુ આવી ફરિયાદ તેણે મને પહેલી વખત કરી નથી અને હું સમય આપીશ તેવુ પણ મેં પહેલી વખત કહ્યુ નથી, છેલ્લાં વીસ વર્ષથી અમારી વચ્ચે દરમહિને આ સંવાદ થાય અને હું કામમાં તે રાહ જોવામાં વ્યસ્ત થઈ જાય છે.
કોઈ પણ સારી બાબતનું નિર્માણ કિમંત ચુકવ્યા વગર થતી નથી, પણ જે માણસ બીજા કરતા કઈક જુદુ કરવા નિકળે છે ત્યારે તે તેનું પોતાનું ઝનુન હોય છે, તે કામ સાથે તેના પરિવારને કોઈ નીસ્બત હોતી નથી, તેના કારણે એક માણસના ઝનુનની કિમંત અચુક તેના પરિવારને જ ચુકવવી પડતી હોય છે.તેથી ગાંધીએ પોતાના પરિવારને અન્યાય કર્યો તેવો આક્ષેપ સાચો હોય તો પણ તે આક્ષેપ માત્ર ગાંધી સુધી સિમીત નહી રહેતા પોતાનું કામ ઘડીયાળ સામે જોયા વગર પ્રમાણિકપણે કામ કરનાર અત્યંત સામાન્ય માણસને પણ એટલો લાગુ પડે છે.
Great boss
ReplyDeleteबहुत जोरदार बात कही है सर
ReplyDeleteमैं आप प्रणाम करता हुँ।
તદ્ન સાચી વાત
ReplyDeleteHonesty gives justice duty not to family members
ReplyDeleteHonesty gives justice to the duty not to family members.
ReplyDeleteTrue Dada....
ReplyDelete