Thursday, July 7, 2016

મને ભડવો અને મારી માંને રંડી કહે છેઃરવિશકુમાર

નરેન્દ્ર મોદીની સરકારમાં પત્રકાર અને સંપાદક એમ જે અકબરને મંત્રીપદ
મળ્યા પછી એનડીટીવીના પત્રકાર-એન્કર રવિશકુમારે એક ખુલ્લો પત્ર લખ્યો જેનો થોડો અનુવાદ-ભાવાનુવાદ અહિયા મુકયા છે, હિન્દીમાં લખાયેલા પત્રાનુસાર તેમના સમાચાર બાદ સોશીયલ મીડીયા ઉપર તેમને ભડવો અને તેમની માંને રડી કહેવામાં આવે છે, આ બાબતથી દુખી થયેલા રવિશકુમાર લખે છે, મારી માં ભણેલી નથી કોઈ દિવસ સ્કુલે પણ ગઈ નથી, તેણે એનડીટીવીનો સ્ટુડીયો પણ જોયો અને એન્કર કોને કહેવાય અને પ્રાઈમ ટાઈમ શુ છે તેની પણ તેને ખબર નથી, છતાં અખબારમાં દ્વારા જયારે તેને ખબર પડે છે, કે લોકો મને ગાળો આપી રહ્યા છે ત્યારે ડરી જાય છે અને રાતોની રાતો ઉંઘતી નથી.
 રવિશકુમારના પત્ર બાદ રવિશકુમારને જી ટીવીના પત્રકાર-એન્કર રોહીત સરદાનાએ ખુલ્લો પત્ર લખ્યો તેમાં તેમણે રવિશકુમારને પુછયુ હમણાં સુધી તમે વડાપ્રધાનથી લઈ મુખ્યમંત્રી અને પોલીસ અધિકારીઓને લખેલા અનેક પત્રો હું જોઈ ગયો, પણ મને કયાં તમારી જુની સાથી  બરખા દત્તને લખલો પત્ર નજરે  પડયો નહીં. નીરા રાડીયાની ઓડીયો ટેપ પ્રમાણે સરકારમાં પોતાની વગનો ઉપયોગ કરી કામ કરાવી આપે તેને દલાલ કહેવાય નહીં અને તમારા માટે દલાલ શબ્દનો જે પ્રયોગ થાય છે તેની જવાબદારી બરખાની નથી...

આ સંદર્ભમાં થયેલી પત્રબાજીના કેટલાંક અંશ જ મુકયા છે ટેલીવીઝન સામે બેસી આપણો આપણો મત ભલે બાંધી લેતા હોઈએ પણ દિલ્હીના રાજકારણ અને પત્રકારણમાં પણ શુ ચાલી રહ્યુ છે તે સમજવા માટે બન્ને પત્રકારોએ લખેલા પત્ર એક વખત વાંચી જવા જેવા છે. જો કે આ કોઈ આખરી સત્ય નથી, પણ ગ્લેમરસ દુનિયાનું આ કડવુ સત્ય  પણ છે તેને નકારી શકાય તેમ નથી. સાથે બન્ને પત્રોની લીંક અહિયા મુકી છે

 રવિશકુમારના પત્રની લીંક http://khabar.ndtv.com/news/blogs/letter-to-mj-akbar-by-ravish-kumar-
1428596


 રોહિત સરદાનાના પત્રની લીંકઃ http://www.uttarpradesh.org/india/rohit-sardana-open-letter-to-ravish-kumar-2643/2/

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. અંધ ભક્તજનો અને બેવકૂફ ફેન હંમેશા મુર્ખાને શારો કહેવડાવે તેવી હરકત કરતા હોય છે, પણ રવિશકુમારે આ બધું નજર અંદાજ કરી આવા ગાળો દેતા અંધ ભક્તોની આંખો ખોલવાના પ્રયાસો કરવા જોઇએં.

    ReplyDelete