Monday, December 26, 2016

આખરે ગાંધીજી પોલીસ સ્ટેશન પહોંચ્યા ખરા...

અગાઉ હું એક વખત લખી ચુકયો છુ, વિશ્વ આખામાં મહાત્મા ગાંધીની પુજતા  હોય પણ ગાંધીના પોતાના જ ઘર ગુજરાતમાં વેગળાપણુ અનુભવી રહ્યા છે. છેલ્લાં છ મહિનાથી હું ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટ સાથે સંકળાયેલો છુ, વ્યવસાયે ક્રાઈમ રીપોર્ટર હોવાને કારણે મારા પહેલા વિચારમાં પણ પોલીસ સહજ રીતે આવી જાય છે.મનમાં એક વિચાર આવ્યો કે શહેરના તમામ પોલીસ સ્ટેશન અને પોલીસની કચેરીમાં મહાત્મા ગાંધીની એક તસવીર કેમ ના હોઈ શકે ? મેં જયારે પહેલી વખત મારો વિચાર નવજીવનના ટ્રસ્ટી વિવેક દેસાઈ સામે મુકયો ત્યારે તેમણે તરત કહ્યુ હા પોલીસે કોઈ ખર્ચ કરવાનો રહેશે નહીં, નવજીવન ટ્રસ્ટ તમામ વ્યવસ્થા કરશે.

આ વિચાર સાથે હું અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં પહોંચ્યો, નખશીથ પોલીસ અધિકારી હોવા છતાં જન્મે વિચારશીલ આઈજીપી આર જે સવાણીને મેં પોલીસ કચેરીમાં ગાંધીની તસવીરની વાત કરી ત્યારે તેમણે કહ્યુ પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ ઈશ્વરના ફોટોગ્રાફ મુકે છે, જેને કોઈએ જોયો નથી, પણ ગાંધી તો આ યુગમાં થઈ ગયા. ગાંધી પોલીસમાં આવે તે તો સારી વાત છે.આર જે સવાણી સાથે થયા પછી નવજીવન ટ્રસ્ટ દ્વારા નિયમ પ્રમાણે એક અરજી અમદાવાદ પોલીસ કમિશનર શીવાનંદ ઝા  સામે અરજી કરવામાં આવી જેમાં સ્પષ્ટ શબ્દમાં લખવામાં આવ્યુ હતું ગાંધીના ફોટોગ્રાફથી લઈ તેની ફ્રેમ કરી પોલીસ સ્ટેશનમાં ફોટો લગાડવા સુધીની કામગીરી નવજીવન ટ્રસ્ટ કરશે, જેમાં રાજય સરકાર અથવા પોલીસ વિભાગે કોઈ ખર્ચ કરવાનો નથી.
અપેક્ષા હતી કે એકાદ અઠવાડીયા પછી તમામ પોલીસ સ્ટેશનનાં ફોટો લગાવવાની શરૂઆત થશે, પણ કોઈ પણ કારણ વગર એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચ અને કમિશનરની બ્રાન્ચ વચ્ચે ફાઈલ ત્રણ મહિના કોઈ પણ કારણ વગર ફરતી રહી. ત્યાર બાદ પોલીસ અધિકારીઓની બદલીનો દૌર આવ્યો, એટલે મેં પણ કમિશનર ઓફિસ આ મુદ્દે જવાનું લગભગ બંધ કરી દીધુ હતું, એક સપ્તાહ પહેલા આઈજીપી આર જે સવાણીનો ફોન આવ્યો. તેમણે મને કહ્યુ પ્રશાંત રાજય સરકાર જયારે દારૂબંધીના કડક કાયદાને મહત્વ આપી રહી છે ત્યારે અમદાવાદ પોલીસ અને નવજીવન ટ્રસ્ટ ગાંધી વિચાર આખી વાત પ્રજા સામે મુકે તેવુ કઈક થવુ જોઈએ,
 ત્યાર બાદ મારી અને આઈજીપી સવાણીની મેરેથોન મિટીંગો અને કામ શરૂ થયુ.

સમય ઓછો હતો, એક આયોજન પ્રમાણે દારૂબંધી અંગે હકારાત્મક પ્રચાર ગાંધી વિચાર સાથે લોકો સામે મુકવાનો પ્રયાસ હતો, છતાં સતત ત્રણ દિવસની મહેનત બાદ કયા પ્રકારનું સાહિત્ય હશે, હોડીંગ અને બેનરો કેવા હશે તેની ડીઝાઈન નક્કી થઈ, એક ચોક્કસ નાનકડા ફંડમાં કામ કરવાનું હતું, નવજીવનના ટ્રસ્ટી વિવેક દેસાઈએ કહ્યુ વાત જયારે ગાંધી વિચારની હોય ત્યારે રાજય અથવા પોલીસ પોતાના ફંડની મર્યાદામાં જે કઈ ફાળવી શકે તે ફાળવે બાકી નવજીવન ટ્રસ્ટ ખર્ચ ઉપાડી લેશે.બીજી તરફ વિશાળ સંખ્યામાં લોકો સુધી પહોંચવા માટે મોટા હોર્ડીગની પણ જરૂર હતી, પણ જયારે આઈજીપી સવાણીએ હોર્ડીંગની કંપનીઓ અને મોટા ઝવેરીઓ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યુ ગાંધી અને દારૂબંધીની વાત હોય તો અમારી જાહેકખબરો હટાવીને પણ અમે તમને જગ્યા આપીશુ.

બધી જ રૂપરેખા તૈયાર કર્યા પછી આખરી મહોર માટે અમે અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંગ પાસે પહોંચ્યા, તેમણે ધ્યાનથી બધુ જ જોયુ , તેમની આંખોની ચમકમાં ગાંધી વસી ગયો હતો, કડક ચહેરા ઉપર એક સ્મીત આવ્યુ તેમણે કહ્યુ બ્રીલિયન્ટ, મારા અને આર જે સવાણીના ચહેરા ઉપર સ્મીત આવ્યુ. સવાણીએ પોતાની પાસે રહેલી બે ગાંધીની તસવીર હતી, તે બતાડી કહ્યુ સર નવજીવન ટ્રસ્ટ તમામ કચેરીમાં ગાંધીની તસવીર મુકવા માગે છે.  એ કે સિંગે મારી સામે જોયુ અને કહ્યુ રાષ્ટ્રપિતાની તસવીર મુકાય તેના કરતા ઉત્તમ કઈ બાબત હોય, જે ફાઈલ મહિનાઓ સુધી ફરી તેને એક ઝાટકે મંજુરી મળી ગઈ. તેમણે કહ્યુ શરૂઆત ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી કરો. રાજયના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ઉદ્દઘાટન કરવા માટે સોમવારે આવવાના હતા.
હવેલી પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં બરાબર સામે આખરે ગાંધીને સ્થાન મળ્યુ, આ ઉપરાંત પોલીસની બહાર ગાંધીની તસવીર સાથે ગાંધીના દારૂબંધીના વિચાર સાથે છફુટ મોટા કટ અાઉટ પણ લાગી ગયા હતા, પોલીસ સ્ટેશનના ઉદ્દઘાટન પછી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે દારૂબંધી કોઈ પણ ભોગે ગાંધીજીની પુસ્તીકાનું વિમોચન થયુપ્રદીપસિંહે પોતાના ભાષણ દરમિયાન પણ ગાંધીએ દારૂ અંગે કરેલી વાતને દોહરાવી હતી., એક સપ્તાહ સુધી અમદાવાદ પોલીસ હવે વાહન ચેકીંગ પછી તમામ વાહન ચાલકોને આ નાનકડી પુસ્તીકા ભેટ આપી દારૂબંધીનું મહત્વ સમજાવશે. સમારંભ પુરો થયા પછી સ્ટેજની નીચે હું ઉભો હતો ત્યારે પોલીસ કમિશનર એ કે સિંગે એક હાસ્ય સાથે કહ્યુ અચ્છે કેમ્પેઈન કી શરૂઆત હુઈ

કાયદાનો ડર બતાડયા વગર ગાંધી મારફતે એક હકારાત્મક પ્રયોગ કરી અમદાવાદ પોલીસે દારૂબંધી સામે એક નવી જંગ માડી છે, મને આનંદ તે વાત છે આખરે ગાંધી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા ખરા..

ગાંધીને પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં નવજીવનના પ્રયાસને સહયોગ આપનાર તમામને જય હિન્દ..

7 comments:

  1. દાદા,ખૂબ સુંદર શરૂઆત.

    ReplyDelete
  2. દાદા,ખૂબ સુંદર શરૂઆત.

    ReplyDelete
  3. Bahi grat vacha katal GADI RAKCHA BLAK OR PINK NOT

    ReplyDelete
  4. Bahi grat vacha katal GADI RAKCHA BLAK OR PINK NOT

    ReplyDelete
  5. Congratulations to all who display Gandhi's photograph

    ReplyDelete
  6. ગાંધીજી timeless છે એવું કહીએ તો કઈ ખોટું નથી. ગાંધીજી ને વાંચવાથી તમારા માં ઘણા ખરા બદલાવ આવી શકે. એ મેં જાતે અનુભવ્યું છે. માત્ર દારૂબંધી જ નહિ પણ સદ્ આચરણ પણ આવે.

    ગાંધીજી ને લોકો સુધી પહોંચાડવા હોય તો "ગાંધી સંસ્થા"ઓ એ mobile library શરુ કરવી જોઈએ. token amount deposit તરીકે લઈને પુસ્તકો વાંચવા આપવા જોઈએ.

    mobile app દ્વારા પણ લોકો ને વાંચતા કરી શકાય. short story ના રૂપ માં વાંચન સામગ્રી તૈયાર કરીને આપી શકાય. પછી એ story માંથી સવાલ પૂછી ને reward પણ આપી શકાય. જેથી લોકો નવરાશ ના સમય માં game રમવાને બદલે આવું કૈક સાહિત્ય વાંચે.

    ReplyDelete